કિશનસિંહ ચાવડા
- Get link
- X
- Other Apps
જીપ્સી : કિશનસિંહ ચાવડા (૧૯૦૪ - ૧૯૭૯ )
આજે ૧૭ નવેમ્બર અને ગુજરાત -રાજસ્થાનની સરહદે અંગ્રેજો સામે લડતા શહીદ થયેલા સેંકડો આદિવાસીઓનો બલિદાન દિવસ ( ૧૭ નવેમ્બર ૧૯૧૩ ) અને ગુજરાતી સાહિત્યકાર કિશનસિંહ ચાવડાનો જન્મદિવસ છે .
આજે ૧૭ નવેમ્બર અને ગુજરાત -રાજસ્થાનની સરહદે અંગ્રેજો સામે લડતા શહીદ થયેલા સેંકડો આદિવાસીઓનો બલિદાન દિવસ ( ૧૭ નવેમ્બર ૧૯૧૩ ) અને ગુજરાતી સાહિત્યકાર કિશનસિંહ ચાવડાનો જન્મદિવસ છે .
કિશનસિંહ ચાવડાનો જન્મ વડોદરામાં થયો હતો પણ તેમનું વતન જુના સચિન રાજ્યનું ભાંજ ગામ હતું . લેખક ,પત્રકાર અને અનુવાદક એવા કિશનસિંહ ચાવડા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને શાંતિનિકેતનમાં ભણ્યા હતા . પ્રેસ ટેકનોલોજી શીખવા અમેરિકા ગયા ૬ મહિનાના અભ્યાસ પછી અહી સાધના મુદ્રણાલય શરુ કર્યું હતું .દેશી રાજ્યોમાં અંગત મદદનીશ અને મુંબઈમાં શિક્ષક તરીકે તરીકે પણ કામ કર્યું .
મહર્ષિ અરવિંદના પ્રભાવમાં થોડો સમય અરવિંદ આશ્રમ પોન્ડેચેરીમાં રહ્યા હતા .કિશનસિંહ ચાવડાએ ઉમાશંકર જોશીના આગ્રહથી લખવાની શરૂઆત કરી હતી .ગુજરાતી ઉપરાંત હિન્દી ,મરાઠી અને બંગાળીનો તેમને સારો પરિચય હતો ." ક્ષત્રિય " અને" નવગુજરાત " જેવા સામયિકોમાં સંપાદક -સહ સંપાદક તરીકે કામ કર્યું હતું .કિશનસિંહ ચાવડાએ અમાસના તારા ,જીપ્સીની આંખે ,હિમાલયની પદયાત્રાઅને અમાસથી પૂનમ ભણી ( આત્મકથનાત્મક) જેવા સર્જનાત્મક પુસ્તકો લખ્યા છે તો ભગવત ગીતાનું વિવેચન અને જ્ઞાનેશ્વરી અને ઘોન્ડો કેશવ કર્વેની આત્મકથાનો મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ પણ આપ્યો છે . અમાસના તારા નિબંધ સાહિત્યમાં ગુજરાતી સાહિત્યની કીર્તિદા કૃતિ છે .
૨૦મા સૈકાના ગુજરાતના સામાજિક વાતાવરણને સમજવા માટે પણ આ કૃતિ ખુબ મહત્વની છે .
કિશનસિંહ ચાવડાનું ૧ ડીસેમ્બર ૧૯૭૯ના રોજ ૭૫ વર્ષની વયે અવસાન થયું હતું . તેમના સાહિત્યસર્જનનું નર્મદચંદ્રકથી સન્માન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : ૧૭ નવેમ્બર ૨૦૨૦ ,દિવ્ય ભાસ્કર ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment