રાણી લક્ષ્મીબાઈ
- Get link
- X
- Other Apps
મણિકર્ણિકા : રાણી લક્ષ્મીબાઈ ( ૧૮૨૮ -૧૮૫૮ )
આજે તારીખ ૧૯ નવેમ્બરના રોજ ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંંધી , સિને અભિનેત્રી ગોહરબાનું ,દારાસિંઘ અને મનુ ,મણીકર્ણિકા ,મર્દાની ,વીરાંગના ,છબીલી જેવા અનેક ઉપનામોથી જાણીતા બનેલા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ તથા રંગ અવધૂત મહારાજની પુણ્યતિથિ છે .

વારાણસીમાં જન્મેલા લક્ષ્મીબાઈના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ નેવાલકર સાથે થયા હતા .પ્રથમ પુત્રના અવસાન પછી અંગ્રેજોએ દત્તક પુત્ર લેવાનો અધિકાર નકારતા લક્ષ્મીબાઈ અંગ્રેજો વિરુદ્ધ મેદાને પડ્યા હતા . પ્રતિક્રિયારૂપે ઝાંસી રાજ્ય પર પર ૭ માર્ચ ૧૮૫૪ના રોજ કબજો કરી બ્રિટીશ શાસને કડક નિયંત્રણો લાદ્યા .
અંગ્રેજો સામે લડવા રાણીએ મહિલાઓના મોરચા સમેત શક્તિશાળી સેના તૈયાર કરી . મૈ અપની ઝાંસી નહિ દુંગીના નારા સાથે કાલપી વગેરે જેવા અનેક સ્થાનોએ અંગ્રેજો સાથે યુદ્ધો કર્યા .આખરે પોતાના ઝાંસી માટે લડતી રાણી ૧૮ જુન ૧૮૨૮ના રોજ યુદ્ધ મોરચે જ વીરગતિને વરી .
માત્ર ૨૯ વર્ષની વયે શહીદ થયેલા રાણી લક્ષ્મીબાઈ આજે પણ ભારતીય મહિલાઓ જ નહિ પણ સ્વમાન અને સ્વતંત્રતા માટે લડતા સહુ કોઈ માટે પ્રેરણાનું ભાથું મુક્તા ગયા છે .
ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પાડી હતી .
"ચમક ઉઠી સન સત્તાવન મૈ ,વહ તલવાર પુરાની થી ,
બુન્દેલ હરબોલો કે મુંહ હમને સુની કહાની થી ,
ખુબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી "
જેવી કાવ્યપંક્તિઓ દ્રારા આજે પણ હિન્દુસ્થાન આ મહાનાયિકાનું પુણ્ય સ્મરણ કરે છે .
અરુણ વાઘેલા
બુન્દેલ હરબોલો કે મુંહ હમને સુની કહાની થી ,
ખુબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી "
જેવી કાવ્યપંક્તિઓ દ્રારા આજે પણ હિન્દુસ્થાન આ મહાનાયિકાનું પુણ્ય સ્મરણ કરે છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૯ નવેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment