કવિ કાન્ત
- Get link
- X
- Other Apps
ગુજરાતી કવિતાની ઘટના : કવિ કાન્ત
( ૧૮૬૭ - ૧૯૨૩ )
આજે તારીખ ૨૦ નવેમ્બર અને કવિ કાન્ત , સ્વતંત્રતા સૈનિક મીનુ મસાણી , પરિચય પુસ્તિકાના આદ્ય સ્થાપક વાડીલાલ ડગલી ,અને ટીપું સુલતાનનો જન્મદિવસ તથા વ્યંગ્ય ચિત્રકાર ચંદ્ર ત્રિવેદી અને સાહિત્યકાર લિયો ટોલ્સટોયની પુણ્યતિથિ છે .
આજે તારીખ ૨૦ નવેમ્બર અને કવિ કાન્ત , સ્વતંત્રતા સૈનિક મીનુ મસાણી , પરિચય પુસ્તિકાના આદ્ય સ્થાપક વાડીલાલ ડગલી ,અને ટીપું સુલતાનનો જન્મદિવસ તથા વ્યંગ્ય ચિત્રકાર ચંદ્ર ત્રિવેદી અને સાહિત્યકાર લિયો ટોલ્સટોયની પુણ્યતિથિ છે .
ગાયકવાડી રાજ્યના અમરેલી પ્રાંતના ચાંવડ ગામે જન્મેલા મણિશંકર રત્નજી ભટ્ટનું શિક્ષણ માંગરોળ , મોરબી અને રાજકોટમાં થયું હતું . તેઓ અધ્યાપક અને ભાવનગર રાજ્યના શિક્ષણાધિકારી પણ રહ્યાં હતા . થીઓસોફીનો કવિ કાન્ત પર ગાઢ પ્રભાવ હતો . મોરબી નગરમાં ચાલતી કાવ્ય પ્રવુતિઓ અને અંગ્રેજી કવિતાના પ્રભાવમાં કાન્તની કાવ્ય રુચિ ઘડાઈ હતી .
મૂળભૂત રીતે કવિ કાન્તે ખરી મોહોબત , ગુલબાસનું ફૂલ , પૂર્વાલાપ , રોમન સ્વરાજ્ય , ગુરુ ગોવિંદસિંહ , દુઃખી સંસાર , જાલિમ ટુલિયા ,હીરા માણેકની મોટી ખાણ , કુમાર અને ગૌરી , સિદ્ધાંતસારનું અવલોકન , નીતિશાસ્ત્ર , ગીતાંજલિ અને શિક્ષણનો ઈતિહાસ , પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર જેવાં કવિતા , નાટક , વાર્તા , વિવેચન , ચરિત્ર અને ઈતિહાસને લગતા પુસ્તકો લખ્યાં છે . વસંત વિજય , ચક્રવાક મિથુન અને દેવયાની કવિ કાન્તની કીર્તિદા કાવ્ય કૃતિઓ છે તો તેમનો શિક્ષણનો ઈતિહાસ આકર ગ્રંથ તરીકેનું સ્થાન ધરાવે છે .
તેમનાં ખંડકાવ્યોમાં ભાષાનું અનુપમ સૌંદર્ય અને સૌષ્ઠવ છે .
આપણી ભાષાના આ શીર્ષસ્થ કવિનું ૧૬ જુન ૧૯૨૩ ના રોજ ટ્રેનમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૨૦ નવે.૨૦૨૦,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment