રંગ અવધૂત


નારેશ્વરનો નાથ : રંગ અવધૂત ( ૧૮૯૮ - ૧૯૬૮ )

" પ્રતિશ્વાસ શ્રીદત્તનું , જેણે તને બધું જ આપ્યું છે તે પરમાત્માનું નામસ્મરણ કર ,હંમેશા પ્રભુની યાદમાં જીવન વ્યતીત કર "
જેવી વાણી દ્રારા લાખો અનુયાયીઓના હદયમાં બિરાજમાન શ્રીરંગ અવધૂત અને ફ્રેંચ ચિંતક વોલ્તેરનો આજે જન્મદિવસ અને નોબેલ પારિતોષિક વિજેતા સી.વી.રમણની પુણ્યતિથિ છે .
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે જન્મેલા રંગ અવધૂતનું મુળનામ પાંડુરંગ વિઠ્ઠલપંત વાલમે હતું . બચપણથી જ ધર્મની લગની ધરાવતા શ્રીરંગ અવધૂત મેટ્રિક સુધી ભણ્યા પછી ૧૯૨૧મા અસહકારના જુવાળમાં ભણતરને અલવિદા કીધું , શિક્ષક પણ થયા ,સામાજિક સેવાઓ શરુ કરી અને ૧૯૨૩ થી તો સંન્યાસ લઇ લીધો હતો . 
નર્મદા કિનારે નારેશ્વરમાં વાસુદેવાનંદ સરસ્વતીને ગુરુ માની તેમના ચરણે બેઠા હતા . 
રંગ અવધૂતનું ગુજરાતમાં દત્ત પંથ (દત્તાત્રેયનો પંથ )ના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે .અવધૂતજી એ દત્ત બાવની ,રંગ હદયમ ,રંગ તરંગ અવધૂતી આનંદ ,શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર ,પત્ર મંજુષા અને નામસ્મરણ જેવા પુસ્તકો લખ્યા છે .
 પરસ્પર દેવો ભવ : ,સત્ય મેવ પરમ તપ ,જેવા સુત્રો પણ રંગ અવધૂતે પ્રચલિત કર્યા હતા . રંગ અવધૂતના "તારા આધારે બેઠો છું " , "એક મને તારો આધાર " અને " રોક્યો ન રોકાય અવધૂત ચાલ્યો જાય " જેવા તેમના ભજનો ગુજરાતના ધાર્મિક જીવનમાં જાણીતા બન્યા છે . કશા દેકારા-પડકારા અને શોરબકોર વગર ગુજરાતના ધાર્મિક જગતમાં પોતાની અમીટ છાપ છોડી જનાર શ્રીરંગ અવધૂતનું ૧૯ નવેમ્બર ૧૯૬૮ના રોજ હરદ્રારમાં અવસાન થયું હતું .
સૌજન્ય :દિવ્ય ભાસ્કર , ૨૧ નવેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ