રમેશ પારેખ


છ અક્ષરનું નામ : રમેશ પારેખ ( ૧૯૪૦ - ૨૦૦૬ )

          આજે તારીખ ૨૭ નવેમ્બર અને આઝાદ ભારતના પહેલાં સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર , બૃસલી ,ઉદ્યોગપતિ નાનુભાઈ અમીન , હાસ્યકાર બકુલ ત્રિપાઠી , હરિવંશરાય બચ્ચન અને કવિ રમેશ પારેખનો જન્મદિન છે . 
           અમરેલીમાં જન્મેલાં રમેશ મોહનલાલ પારેખ ૧૯૫૮માં મેટ્રિક થઇ સરકારી નોકરીમાં જોડાયા હતાં . કવિ , વાર્તાકાર , બાળ સાહિત્યકાર રમેશ પારેખે ખડિંગ , ત્વ , વિદાન સુદ બીજ , સનનન , ક્યાં , સ્તનપૂર્વક , છાતીમાં બારસાખ , ચશ્માના કાચ પર જેવાં અનેક પુસ્તકો લખ્યાં છે . 
           મૂળભૂત રીતે કવિ એવાં રમેશ પારેખનો કાવ્યમિજાજ જુઓ :
" ત્રાજવે તોળ્યા હતાં એ નખશીખ હલકા નીકળ્યા ,
શખ્શ - જે રહેતાં હતાં બહુ ભારમાં ,  "
" પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર "
          રમેશ પારેખની ' ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે , તમને ફૂલ દીધાનું યાદ ' જેવી અનેક  રચનાઓ ચિરસ્મરણીય છે . 
         આપણી ભાષાના  આ દિગ્ગજ કવિએ ગીતોને લોકગીતોની કક્ષાએ પહોચાડયા છે .રમેશ પારેખના સર્જનોને  નર્મદ ચંદ્રક , રણજીતરામ સુવર્ણચંદ્રક , ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક જેવાં અનેક સન્માનો પ્રાપ્ત થયાં  છે .
           ચિત્રકલા અને સંગીતપ્રેમી તથા  ગુજરાતી કવિતાને નવી  ઊંચાઈ પર લઈ જનાર  રમેશ પારેખનું
 ૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે અવસાન થયું હતું  .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૭ નવેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ