દેવવ્રત પાઠક
- Get link
- X
- Other Apps
પાઠક સાહેબ : દેવવ્રત પાઠક ( ૧૯૨૦ - ૨૦૦૬ )
આજે તારીખ ૫ નવેમ્બરનાં રોજ દેશબંધુ ચિતરંજનદાસ , બાળાસાહેબ દેવરસ , ઇતિહાસકાર વીલ ડયુરા અને ગુજરાતમાં પાઠક સાહેબ તરીકે પંકાયેલા દેવવ્રત પાઠકનો જન્મદિવસ તથા નિર્માતા બી. આર . ચોપરા , કવિ છોટમ અને ઉસ્તાદ ફૈયાઝ ખાનની પુણ્યતિથિ છે .
રાજ્યશાસ્ત્રી દેવવ્રત પાઠક સ્નાતક મુંબઈ યુનિ . માં પ્રથમ ક્રમે અને અનુસ્નાતક શિકાગો યુનિ . થી થયાં હતાં .પાઠક સાહેબે રાજ્યશાસ્ત્રનાં અધ્યાપક તરીકે એલ.ડી . આર્ટસ કોલેજ અને ગુજરાત યુનિ .ના રાજ્યશાસ્ત્ર વિભાગમાં ગૌરવવંતી સેવાઓ આપી હતી . અહી તેઓ રાજનીતિશાસ્ત્રના અધ્યક્ષ અને સમાજવિદ્યાભવનના નિયામક પણ રહ્યાં હતાં .
ગુજરાતના રાજ્યશાસ્ત્ર મંડળ જેવી અનેક ગાંધીવાદી અને લોકશાહીવાદી સંસ્થાઓના તેઓ સ્થાપક અને સંવર્ધક રહ્યાં હતાં .કોમી સંવાદિતાના પ્રખર હિમાયતી દેવવ્રત પાઠકે ૧૯૭૫ માં કટોકટીનો વિરોધ કર્યો હતો .ગુજરાતના પ્રથમ હરોળના આ શિક્ષણશાસ્ત્રી સૌરાષ્ટ્ર યુનિ . ના કુલપતિ પણ રહ્યાં હતાં .
ઈતિહાસ અને રાજ્યશાસ્ત્રનાં ઊંડા અભ્યાસી ડી.એન . પાઠકે આપણા રાજ્ય બંધારણનો પરિચય , નાગરિકતા પરિચય ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી -૧૯૭૧ : એક અભ્યાસ , જગત ઈતિહાસ દર્શન, ચોથી ચુંટણી : ભારતમાં ને ગુજરાતમાં , three General Election in Gujarat - 1952 - 1962 , Sardar vallabhbhai Patel From Civic to National Leadership , Dimensions Of
Political Behaviour in Gujarat : 1971 ,Development : The Challenges
of our Times જેવાં સ્તરીય પુસ્તકો લખ્યાં છે .
Political Behaviour in Gujarat : 1971 ,Development : The Challenges
of our Times જેવાં સ્તરીય પુસ્તકો લખ્યાં છે .
ગુજરાતના આ આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રાજ્યશાસ્ત્રી અને કર્મશીલનું ૮ સપ્ટેમ્બર ૨૦૦૬નાં રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૫ નવેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment