પી.પી . પંડ્યા
- Get link
- X
- Other Apps
પુરાતત્વવિદ : પી.પી. પંડયા ( ૧૯૨૦ - ૧૯૬૦ )
ગુજરાતનો પ્રાચીન વારસો અને સંસ્કૃતિ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના ઉદ્યમ અને સમર્પણની ફલશ્રુતિ છે . આજે એવાં એક પુરાતત્વવિદ પી.પી.પંડયાનો જન્મદિવસ છે .
ગુજરાતનો પ્રાચીન વારસો અને સંસ્કૃતિ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના ઉદ્યમ અને સમર્પણની ફલશ્રુતિ છે . આજે એવાં એક પુરાતત્વવિદ પી.પી.પંડયાનો જન્મદિવસ છે .
પી.પી. પંડ્યાના નામે જાણીતા બનેલાં પુરુષોત્તમ પ્રેમશંકર પંડયાનો જન્મ રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણીમાં તે રાજ્યના મુખ્ય જમીન માપણી અધિકારીને ત્યાં થયો હતો .પ્રાથમિક , માધ્યમિક શિક્ષણ વતનમાં મેળવ્યા પછી તેઓએ ઉચ્ચ અભ્યાસ ભાવનગરની શામળદાસ કોલેજ અને અમદાવાદની ભો.જે . વિદ્યાભવનથી કર્યો હતો . ભારતીય સંસ્કૃતિ સાથે અનુસ્નાતક થનાર પી.પી . પંડયા પુરાતત્વશાસ્ત્રના બધા પેપરોમાં મુંબઈ યુનિ . માં પ્રથમ આવ્યાં હતાં .
અભ્યાસકાળ દરમિયાન મહાત્મા ગાંધીના પ્રભાવમાં રચનાત્મક કાર્યક્રમો અને અહિંસક વ્યાયામ તાલીમ સંઘમાં પણ સક્રિય રહ્યાં હતાં .
અવિરત સંશોધક પી.પી પંડયાએ સૌરાષ્ટ્રમાં ૨૦૦ જેટલાં પુરાતત્વીય સ્થળો શોધ્યા હતાં . જેમાં લાખા બાવળ , આમરા , સોમનાથ - પ્રભાસ , રોઝડી , પીઠડીયા , આટકોટ અને મોટી ધરાઈ વગેરેનો સમાવેશ થાય છે . સૌરાષ્ટ્રમાં આદિ માનવની સંભાવના , લઘુપાષાણ યુગના ઓજારો , હરપ્પીય સંસ્કૃતિના ટીંબાઓ , ક્ષત્રપકાલીન વસાહતો , મૈત્રકકાલીન મંદિરો , સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ગુફાઓ , વગેરેના ઉત્ખનન દ્રારા પી.પી . પંડયાએ ઈ.સ પૂર્વે ૧૨૦૦ થી ઈ.સ ની છઠી સદી સુધીના ઈતિહાસને કડીબદ્ધ કરી આપ્યો હતો . તેમનાં એક્સપ્લોરેશન ઇન હાલાર એન્ડ સોરઠ ડીસ્ટ્રીકટ જેવાં અનેક સંશોધન અહેવાલો પ્રકાશિત થયાં છે .
સૌરાષ્ટ્રના પુરાતત્વીય વારસાના ક્ષેત્રે માતબર યોગદાન આપનાર પી .પી .પંડયાનું ૧૨ ફેબ્રુઆરી ૧૯૬૦ના રોજ ૩૯ વર્ષની કાચી વયે અવસાન થયું હતું . પી .પી . પંડયાના જીવન અને કાર્ય વિષે મધ્યાન્હે સુર્યાસ્ત અને પુરાતત્વમાં સૌરાષ્ટ્ર જેવાં પુસ્તકો પ્રકાશિત થયાં છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૮ નવેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment