પટ્ટાભિ સીતારામૈયા


પટ્ટાભિ સીતારામૈયા  (૧૮૮૦ -૧૯૫૯ )
           આજે તારીખ ૨૪ નવેમ્બર અને તત્વજ્ઞાનના રાજકુમાર ગણાતા બરૂચ સ્પીનોજા ,કોમેડિયન બીલી કોનોલી અને સ્વતત્રતા સૈનિક પટાભી સીતારામૈયાનો જન્મદિવસ છે .
          આંધ્રપ્રદેશના નેલ્લોરમાં સીતારામૈયાનો જન્મ અત્યંત નિર્ધન પરિવારમાં થયો હતો .૧૯૨૦મા મહાત્મા ગાંધી અને અસહકારના આંદોલનના જુવાળમાં તેઓએ જીવન રાષ્ટ્રના નામે સમર્પિત કર્યું હતું .
            આઝાદીના આંદોલનમાં ભાગ લેવા બદલ સિતારામૈંયાએ અનેકવાર જેલવાસ પણ ભોગવ્યો હતો . બ્રિટીશ પ્રાંતો ઉપરાંત દેશી રાજ્ય પ્રજા પરિષદોમાં પણ તેમણે મહત્વની જવાબદારીઓ અદા કરી હતી .
             કૃષ્ણપત્રિકા ,જન્મભૂમિ જેવા સામયિકો દ્રારા સીતારમૈયાએ પત્રકારત્વ પણ ખેડ્યું હતું ૧૯૨૫મા આંધ્ર ઇન્સ્યોરન્સ કંપની સમેત તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના અને તેનું સંવર્ધન કર્યું હતું .પટ્ટાભિ સીતારામૈયા સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ ઘટના એટલે ૧૯૩૯મા પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા સુભાષબાબુ સામે કોંગ્રેસ પ્રમુખ તરીકે પરાજય .સીતારામૈયા ગાંધીજી સમર્થિત ઉમેદવાર હતા તેથી તેમની હારને ગાંધીજીએ પોતાની હાર ગણાવી હતી .
          આઝાદી પછી સીતારામૈયા ૧૯૪૮મા કોંગ્રેસના પ્રમુખ અને ૧૯૫૨મા મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા હતા .  દેશની આઝાદી પછી રચાયેલા ભાષાવાર પરત રચના સમિતિના એક સભ્ય તરીકે પણ સીતારામૈયા નિમાયા હતા .
         પોતે દક્ષિણી હોવા છતાં ભારતની રાષ્ટ્રભાષા હિન્દી હોવી જોઈએ તે લડતને સમર્થન આપ્યું હતું .પટ્ટાભિ સીતારમૈયાના જીવનનું વધુ એક પાસું તે તેમનું લેખન .તેમણે ગાંધી અને ગાંધીવાદ ,કોંગ્રેસનો ઈતિહાસ ,,ભારતીય રાષ્ટ્રવાદ ,ભારતીય શિક્ષણ જેવા પુસ્તકો પણ લખ્યા છે .
          સાંસ્થાનિક ભારતના આ નેતા ,પત્રકાર અને લેખકનું ૧૭ ડીસેમ્બર ૧૯૫૯ના રોજ હેદ્રાબાદમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ૨૪ નવેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ