નીરવ પટેલ
- Get link
- X
- Other Apps
વંચિતોનો વહીવંચો : નીરવ પટેલ ( ૧૯૫૦ - ૨૦૧૯ )
આજે તારીખ ૨ ડિસેમ્બર વિશ્વ ગુલામી નાબુદી દિવસ તથા મામાસાહેબ ફડકે ,ગઝલકાર આસીમ નાન્દેરી અને દલિત કવિ , અનુવાદક , સંપાદક નીરવ પટેલનો જન્મદિવસ છે .
આજે તારીખ ૨ ડિસેમ્બર વિશ્વ ગુલામી નાબુદી દિવસ તથા મામાસાહેબ ફડકે ,ગઝલકાર આસીમ નાન્દેરી અને દલિત કવિ , અનુવાદક , સંપાદક નીરવ પટેલનો જન્મદિવસ છે .
દસક્રોઈ તાલુકાના ભુવાલડી ગામે જન્મેલા નીરવભાઈ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીમાં અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક અને પીએચ .ડી થયાં હતાં . વ્યવસાયે બેંક અધિકારી નીરવ પટેલે ગુજરાતી દલિત પોએટ્રી પર પીએચ.ડીની પદવી હાંસલ કરી હતી .કોલેજકાળથી જ કાવ્યલેખનનો પ્રારંભ કરનાર નીરવભાઈની કવિતાનો કેન્દ્રીય સૂર અન્યાય-અત્યાચાર ,શોષણ અને સામાજિક ભેદભાવનો વિરોધ રહ્યો છે .
દલિત કવિતાના કડખેદ ગણાયેલા નીરવ પટેલે બર્નિંગ ફ્રોમ બોથ ધિ એન્ડ , વ્હોટ ડીડ આઈ ડુ ટુ બી બ્લેક એન્ડ બ્લુ તથા બહિષ્કૃત ફૂલો જેવાં કાવ્ય ગ્રંથો લખ્યાં છે .તેઓએ આક્રોશ , કાળો સુરજ , સર્વનામ , સ્વમાન અને વાચા જેવાં સામયિકોનું સંપાદન પણ કર્યું હતું .
નીરવ પટેલની કવિતા મહેન્દ્ર ભગત પ્રાઈઝ , ગુજરાત સરકારનો સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી તથા કેન્દ્રીય દલિત સાહિત્ય દ્રારા પુરસ્કૃત થઇ છે .તેમની કવિતાઓ ભારતની બીજી ભાષાઓમાં પણ અનુદિત થઇ છે .
" ગામ હોય ત્યાં ફૂલવાડો હોય ,
આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતા હતા "
જેવી અનેક સબળ કાવ્યપંક્તિઓના સર્જક , બ્લેક લિટરેચરનાં આરૂઢ અભ્યાસી અને કવિતાને સામાજિક આંદોલનમાં તબદીલ કરનાર નીરવ પટેલનું ૧૫ મે ૨૦૧૯ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૨ ડિસેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment