જિમ્મી લી જેક્સન
- Get link
- X
- Other Apps
નાગરિક અધિકારોનો શહીદ:જીમ્મી લી જેક્શન
[ ૧ ૯૩૮ - ૧૯૬૫ ]
અમેરિકા ભલે વિશ્વનો અતિવિકસિત દેશ ગણાતો હોય છતાં ત્યાં ગત સૈકાના અંત સુધી નાગરિક અધિકારોના મુદ્દે આશાસ્પદ સ્થિતિ ન હતી અમેરિકામાં નાગરિક હક્કોના સંરક્ષણ માટે સેંકડો લોકોએ બલિદાનો આપ્યા છે આજે એવા એક યુવા જીમ્મી લી જેક્શનનો જન્મ દિવસ છે.અલાબમાં રાજ્યના સીલ્માં પાસેના નાના નગર મેરિયનમાં જીમ્મીનો જન્મ થયો હતો.જીમ્મીએ વિયેતનામ વિરુદ્ધ અમેરિકાના યુદ્ધમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેની જીંદગી એક સામાન્ય મજુર અને કઠિયારા તરીકે રહી હતી જેક્શન અમેરિકામાં નાગરિક હક્કોની લડતથી પ્રોત્સાહિત થઇ મતદાતા માટેની ઝુબેશમાં સક્રિય થયા હતા તારીખ ૧૮ ફેબ્રુઅરી ૧૯૬૫ના રોજ મેરિયનમાં યોજાયેલી અહિંસક કુચના તેઓ પણ એક સભ્ય હતા.નાગરિક અધિકારોની આ લડતને કચડતા પહેલા વહીવટીતંત્રએ શેરીઓની વીજળી ગુલ કરી અને પોલીસ તથા સૈનિકો આન્દોલનકારીઓ પર તૂટી પડ્યા જીમ્મીએ પોતાની માં અને ૮૨ વર્ષના વુદ્ધ દાદાને બચાવવા એક રેસ્ટોરાંમાં શરણ લીધું ત્યાં તેને નિશાન બનાવી પેટમાં ગોળી મારી .અમરિકાના ઇતિહાસમાં આ ઘટના લોહિયાળ રવિવાર તરીકે કુખ્યાત થઇ છે .ઘવાયેલા જીમ્મી એક મહિનામાં મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉમર માત્ર ૨૭ વર્ષ હતી.તેની ક્રૂર હત્યાને માર્ટીન લ્યુથર કિંગ જુનિયર સહિતના નેતાઓએ વખોડી કાઢી તેની શહાદતે અમેરિકામાં નાગરિક અધિકાર ચળવળને વેગ આપ્યો અને ઓગસ્ટ ૧૯૬૫માં મતદાન અધિકાર કાયદો અસ્તિત્વમાં આવ્યો . આજેબવિવેચક ઉત્તમલાલ ત્રિવેદીનો જન્મદિવસ અને કવિ શ્યામ સાધુની પુણ્યતિથિ પણ છે .

સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૬ ડિસે.૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment