રાજ કપૂર
- Get link
- X
- Other Apps
ગ્રેટ શોમેન : રાજ કપૂર ( ૧૯૨૪ - ૧૯૮૮ )
આજે તારીખ ૧૪ ડીસેમ્બરના રોજ યોગના મહાગુરુ બી .કે . એસ આયંગર , નિર્માતા - દિગ્દર્શક શ્યામ બેનેગલ , પ્રસિદ્ધ ભવિષ્યવેત્તા નોસ્ત્રાડોમસ અને ગ્રેટ શોમેન રાજ કપૂરનો જન્મદિવસ તથા અમેરિકાના રાષ્ટ્રપિતા જ્યોર્જ વોશિંગ્ટનનો નિર્વાણ દિવસ છે .
આજે તારીખ ૧૪ ડીસેમ્બરના રોજ યોગના મહાગુરુ બી .કે . એસ આયંગર , નિર્માતા - દિગ્દર્શક શ્યામ બેનેગલ , પ્રસિદ્ધ ભવિષ્યવેત્તા નોસ્ત્રાડોમસ અને ગ્રેટ શોમેન રાજ કપૂરનો જન્મદિવસ તથા અમેરિકાના રાષ્ટ્રપિતા જ્યોર્જ વોશિંગ્ટનનો નિર્વાણ દિવસ છે .
આજના પાકિસ્તાનના પેશાવરમાં માતા -પિતાના ૬ સંતાનોમાં સૌથી મોટા સંતાન તરીકે જન્મેલા રાજ કપૂરે ૧૦ વર્ષની વયે ઈન્કલાબ ફિલ્મમાં બાળ કલાકારથી અભિનય યાત્રા શરુ કરી હતી .
ખાનદાની વારસો ધરાવતા રાજ કપૂરે આગ , અંદાજ , બરસાત , શ્રી ૪૨૦ , જાગતે રહો ,આવારા , બુટ પોલીસ , જિસ દેશ મૈ ગંગા બહતી હૈ , દાસ્તાન , ચોરી ચોરી , અનાડી , દો ઉસ્તાદ , સંગમ જેવી અનેક ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા છે . તો બોબી , સત્યમ - શિવમ - સુન્દરમ અને રામ તેરી ગંગા મૈલી જેવી ફિલ્મો તેમનાં દિગ્દર્શન માટે પંકાઈ હતી .
રાજ કપૂર તેઓના અભિનય , દિગ્દર્શન અને નિર્માણ માટે ફિલ્મ જગતમાં સંસ્થા સમાન હતાં . ભારતીય ફિલ્મોમાં સમાજવાદી દ્રષ્ટિકોણ અને સંગીતના મર્મજ્ઞ તરીકે પણ રાજ કપૂરનું સ્મરણ થાય છે .
રાજ કપૂરના ફિલ્મ જગતમાં યોગદાનનું ૧૧ વાર ફિલ્મ ફેર એવોર્ડ , પદ્મ ભૂષણ ,અને ભારત સરકાર દ્રારા ટપાલ ટિકિટ દ્રારા સન્માન થયું હતું .
ભારત ઉપરાંત રશિયામાં પણ ગઝબની લોકપ્રિયતા ધરાવતા અને ભારતના ચાર્લી ચેપ્લીન તરીકે પ્રસિદ્ધ થયેલાં રાજકપૂરનું ૨ જુન ૧૯૮૮ નાં રોજ અસ્થમાના કારણે દિલ્હીમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૪ ડિસે.૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment