ટી.એન.શેષાન


ચુંટણી કમિશ્નર  : ટી .એન.શેષાન ( ૧૯૩૨ - ૨૦૧૯ )
આજે તારીખ ૧૫ ડીસેમ્બરના રોજ પુરાતત્વશાસ્ત્રી રમણલાલ નાગરજી મહેતા " હિંદુ "નાં તંત્રી એસ.કસ્તુરી આયંગર અને ચુંટણી કમિશ્નરના પર્યાય સમા ટી.એન.શેષાનનો જન્મદિવસ તથા  સરદાર પટેલ ,ડોકટર સુમંત મહેતા અને વાલ્મીકીઓના વહાલશેરી છબીલદાસ ગુર્જરની પુણ્યતિથિ  છે .
જુના મદ્રાસરાજ્યના પલક્કડ ખાતે જન્મેલા ટી.એન.શેષાનનું આખુનામ તિરુનેલ્લાઈ નારાયણ ઐયર હતું .શેષાનનો અભ્યાસ ઇવેન્જીકલ મિશન હાયર સેકન્ડરી સ્કુલ , ગવર્નમેન્ટ વિક્ટોરિયા કોલેજ ,મદ્રાસ ક્રીશ્ર્યન કોલેજ અને હાર્વડ યુનિ.માં થયો હતો .ટી.એન .શેષાને થોડો સમય અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું .
૧૯૫૪ની બેચના આઈ.એ.એસ શેષાને અનેક સ્થાનોએ અધિકારી તરીકે જવાબદારીઓ અદા કરી ૧૨ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ દેશના મુખ્ય ચુંટણી કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો .
ચુંટણી કમિશનર તરીકે તેઓએ  ઈલેક્શન કાર્ડ ,ચુંટણી ખર્ચની મર્યાદા , ચુંટણી દરમિયાન રોજના ખર્ચા રજુ કરવા ,ઓબઝર્વરોની નિયુક્તિ જેવા મોડેલ કોડ ઓફ કંડકટ લાગુ કરી  દેશમાં  તંદુરસ્ત ચુંટણી પ્રક્રિયા બનાવી હતી . ચુંટણી કમિશનર તરીકે ઘણા ઉમેદવારોને આચારસંહિતાનું પાલન ન કરવા બદલ ગેરલાયક ઠેરવ્યા તો કેટલીક જગાએ ચુંટણી જ રદ કરાવી હતી .
આજે પણ આદર્શ ચુંટણી કમિશનર તરીકે ટી.એન.શેષાનનું સ્મરણ થાય છે .શેષાન ૧૯૯૭મા રાષ્ટ્રપતિની ચુંટણી લડ્યા અને હાર્યા હતા .૧૧ ડીસેમ્બર ૧૯૯૬ના રોજ નિવૃત થઇ અધ્યાપનમાં જોડાયા હતા .
તેમની સેવાઓના બહુમાન રૂપે ૧૯૯૬ના વર્ષે રમન મેગ્સેસે એવોર્ડ એનાયત થયો હતો . 
નિ :સંતાન , ૮ ભાષાઓ જાણતા અને ઝીરો ડીલે ,ઝીરો ડેફીસીએન્સીના સિદ્ધાંતોમાં માનતા ટી.એન.શેષાનનું ૧૦ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૮૭ વર્ષની વયે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૫ ડીસેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ