મોહમ્મદ રફી
- Get link
- X
- Other Apps
શહેનશાહ - ઈ - તરન્નુમ : મુહમ્મદ રફી
( ૧૯૨૪ - ૧૯૮૦ )
આજે તારીખ ૨૪ ડિસેમ્બરના રોજ ગાંધીવાદી ચિંતક નારાયણ દેસાઈ અને મહાન ગાયક મુહમ્મદ રફીનો જન્મદિવસ તથા ભારત શોધક વાસ્કો -દ - ગામાનો નિર્વાણ દિવસ છે .
આજે તારીખ ૨૪ ડિસેમ્બરના રોજ ગાંધીવાદી ચિંતક નારાયણ દેસાઈ અને મહાન ગાયક મુહમ્મદ રફીનો જન્મદિવસ તથા ભારત શોધક વાસ્કો -દ - ગામાનો નિર્વાણ દિવસ છે .
પંજાબના અમૃતસર પાસે કોટલા સુલતાનસિંહમાં જન્મેલા મુહમ્મદ રફીને બાલ્યવયમાં ગીત -સંગીતમાં કોઈ રસ ન હતો .પણ પાછળથી એક ફકીરની ગાયકીની નકલ કરતાં ગાવામાં રસ પડ્યો એકવાર કોઈ કારણસર આકાશવાણી , લાહોરમાં કુંદનલાલ સાયગલનો કાર્યક્રમ ન થતાં ૧૩ વર્ષના રફીને તક મળી .
પંજાબી ફિલ્મથી પોતાની ગાયકી શરુ કરનાર મુહમ્મદ રફીએ ૧૯૪૬માં પહલે નામ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં ગાવાનું શરુ કર્યું હતું . તે પછી તો અવસાન સુધી હજારો ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો હતો . શહીદ , મેલા , દુલારી ,બૈજુ બાવરા , જંગલી , કાશ્મીર કી ગલી ,ચૌદહવી કા ચાંદ , દો બદન , નીલકમલ ,હીરરાંઝા જેવી અનેક ફિલ્મોથી રફી સાહેબના ગીતોથી પણ જાણીતી બની હતી .
પરદેશીઓ સે ન અંખિયા મિલાના , બહારો ફૂલ બરસાવો ,દિલ કે ઝરુખો મૈ તુઝકો બીઠાકે , ચાહૂંગા મૈ તુઝે , બાબુલ કી દુઆયે લેતી જા , ક્યાં હુઆ તેરા વાદા ,ઓ દુનિયા કે રખવાલે જેવાં અનેક ગીતોથી હિન્દી ફિલ્મી ગીતોને નવી ઊંચાઈ બક્ષી છે .
મુહમ્મદ રફીની ગાયકીનું ફિલ્મ ફેર એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માન થયું હતું .
ભારત વિભાજન પછી ભારતમાં જ વસવાનું પસંદ કરનાર , ભારતની ઘણી ભાષાઓમાં ગીતો ગાનાર અને પોતાનો અનોખો ચાહક વર્ગ ધરાવતા મુહમ્મદ રફીનું ૩૧ જુલાઈ ૧૯૮૦ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૪ ડિસે.૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment