શંકરલાલ બેંકર


શંકરલાલ બેન્કર (૧૮૮૯ - ૧૯૮૫ )
આજે તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ ગઝલ સમ્રાટ મિર્ઝા ગાલીબ ,વેદ મંદિરોના સ્થાપક સ્વામિ ગંગેશ્વરનંદ ,હડકવાની રસીના શોધક લુઈ પાશ્વર અને મજુર-ગાંધીવાદી નેતા શંકરલાલ બેન્કરનો જન્મદિવસ તથા કવિ પૂજાલાલ દલવાડી ,અમરીશ પૂરી અને બેનજીર ભુટ્ટોની પુણ્યતિથિ છે .
સુરતમાં જન્મેલા શંકરલાલ અનુસ્નાતક થઇ બ્રિટન ગયા હતા .૧૯૧૫મા સ્વદેશ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા હતા .૧૯૧૭-૧૮ ની અમદાવાદના કાપડ મિલ મજદૂરોની  ચળવળથી પોતાની પ્રવુતિઓ શરુ કરનાર શંકરલાલ બેન્કરે રોલેટ સત્યાગ્રહ ,અસહકાર આંદોલન ,હોમરુલ આંદોલન જેવા અનેક આંદોલનોમાં સક્રિય ભૂમિકા અદા કરી હતી .
મહાત્મા ગાંધી સંચાલિત યંગ ઇન્ડિયા અને નવજીવન જેવા સામયિકોના સંચાલનમાં તેઓનો મોટો ફાળો હતો .યંગ ઇન્ડિયામાં સરકાર વિરોધી લખાણ લખવા બદલ ગાંધીજીને છ વર્ષની સજા થઇ ત્યારે ગાંધીજીની સાથે બેન્કરને પણ એક વર્ષની સજા થઇ હતી .
સ્વતંત્રતા આંદોલનની સમાંતર ચાલતી  ખાદી ,મજુર  ઉત્કર્ષ ,અસ્પુશ્યતાનિવારણ  ,સામાજિક જાગૃતિ જેવી રચનાત્મક પ્રવુંતિઓમાં પણ શંકરલાલ બેન્કર અગ્રેસર ભૂમિકામાં હતા .
ગુજરાતમાં જનજાગૃતિના અગ્રદૂત ,સ્વતંત્રતા સૈનિક ,પ્રથમ હરોળના રચનાત્મક કાર્યકર અને મજુર નેતા શંકરલાલ બેન્કરનું ૭ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ અવસાન થયું હતું .
તેઓએ ગાંધીજી અને મજુર પ્રવુતિઓ નામથી અમદાવાદના   મિલમજૂર આંદોલનનો ઈતિહાસ લખ્યો છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૭ ડિસે .૨૦૨૦ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ