અટલબિહારી બાજપાઈ
- Get link
- X
- Other Apps
રાજનીતિનું શિખર : અટલબિહારી બાજપાઈ
( ૧૯૨૪ - ૨૦૧૮ )
આજે ૨૫ ડીસેમ્બર નાતાલ , રાષ્ટ્રીય સુશાસન દિન અને સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી ,પંડિત મદન મોહન માલવિય , સંગીતકાર નૌશાદ , સાહિત્યકાર ધર્મવીર ભારતી રાજનીતિના શિખર પુરુષ અટલબિહારી બાજપાઈનો જન્મદિવસ તથા કવિ ઘાયલ અને ચાર્લી ચેપ્લિનનો નિર્વાણદિન છે .

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અધ્યાપક અને કવિ કૃષ્ણ બિહારી બાજપાઈને ત્યાં જન્મેલા અટલજીએ રાજનીતિ શાસ્ત્ર સાથે અનુસ્નાતક કર્યું હતું .જનસંઘ અને ભારતીય જનતા પક્ષના સ્થાપકો પૈકીના એક બાજપાઈ બંને પક્ષોના પ્રમુખ પણ રહ્યાં હતાં .
રાષ્ટ્રધર્મ , પાંચજન્ય , સ્વદેશ અને વીર અર્જુન જેવાં અનેક પત્રોનું તેઓએ સંપાદન પણ કર્યું હતું .
૧૦ વખત લોકસભાના સભ્ય , ૨ વાર રાજ્ય સભાના સભ્ય , વિદેશમંત્રી અને ત્રણ વાર ભારતના વડાપ્રધાન એ અટલજીની રાજકીય પ્રગતિયાત્રા હતી . યુનોમાં હિન્દીમાં ભાષણ કરનાર તેઓ પ્રથમ વિદેશ મંત્રી હતા .
અટલ બિહારી બાજપાઈના જીવનનું ઉજ્જવળ પાસું એટલે તેઓની કવિતા . મેરી એક્યાવાન કવિતાયે સંગ્રહમાં તેમની કવિતા ગ્રંથસ્થ થઇ છે .બાજપાઈજીનો કાવ્ય મિજાજ
"હર પચીસ દિસંબર કો જીને કી એક નયી સીડી ચઢતા હું , નયે મોડ પર ઔરો સે કમ , સ્વયં સે જ્યાદા લડતાં હું " તેઓ કહેતાં કે મેરી કવિતા જંગ કા એલાન હૈ પરાજય કી પ્રસ્તાવના નહિ .
પદ્મ ભૂષણ , અને ભારતરત્નથી સન્માનિત અને આજીવન અવિવાહિત અટલ બિહારી બાજપાઈનું ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ દિલ્હીમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૫ ડિસે.૨૦૨૦,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment