હાજી મહંમદ શિવજી
- Get link
- X
- Other Apps
કળાના શહીદ:હાજી મહમદ શિવજી[૧૮૭૮-૧૯૨૧]
ગુજરાતી પત્રકારત્વ જગતમાં નવાચારી દ્રષ્ટિકોણના પ્રણેતા હાજી મહમદ અલારખા શિવજીનો આજે જન્મદિવસ છે.
ગુજરાતી પત્રકારત્વ જગતમાં નવાચારી દ્રષ્ટિકોણના પ્રણેતા હાજી મહમદ અલારખા શિવજીનો આજે જન્મદિવસ છે.
હાજી મૂળ કચ્છના ઇસરા આશરી ખોજા ,જન્મ ભુજમાં પણ મુંબઈમાં સ્થાયી થયા હતા.તેમને પિતાનો વેપાર સાથે સાહિત્યપ્રેમ પણ વારસામાં મળ્યો હતો.હાજી ખુદ ફારસી,મરાઠી,ગુજરાતી અને અગ્રેજીના જ્ઞાતા હતા.
તેમણે ૧૯૧૦મા "ગુલશન"સામયિક દ્રારા પત્રકારત્વની શરૂઆત કરી હતી.જે માત્ર એક વર્ષ ચાલ્યું પણ મહત્વાકાંક્ષા ગુજરાતી ભાષામાં રંગીન સામયિક કાઢવાની હતી."વીસમી સદી"નામે સામયિકની પર્યાપ્ત તૈયારી કરી તેના પહેલા અંકના કવર પેજનો બ્લોક બનાવવા માટે ઠેઠ વિલાયત મોકલેલા , મુખપૃષ્ઠ લંડનના છાપખાનામાં છપાયું હતું .છ રૂપિયા લવાજમ સાથે તેના લગભગ ચાર હજાર ગ્રાહકો હતા,વિદેશમાં પણ તેના ગ્રાહકો હતા. છતાં દેવું કરવું પડ્યું પણ હાજીએ તેને ટકાવવા માટે સર્વસ્વ રેડી દીધું .
વીસમી સદી સામયિકને ઉભું કરવામાં ધરના બે માળ વેચવા પડેલા પણ હોંસલો બુલંદ હતો.હાજીએ પત્રકારત્વની સાથે સલીમ ઉપનામે ઈમાનના મોતી,કર્ઝન સંબંધે,મહેરુનીસા અથવા શહેનશાહ જહાંગીર અને નુરજહાંનનો પ્રેમ ,શીશ મહલ ,રશીદા જેંવા પુસ્તકો પણ લખ્યા છે.
ગુજરાતી લેખન ક્ષેત્રે નવા લેખકોને પ્રોત્સાહિત કરતા હાજી મહમદનું ૨૧ જાન્યુ.૧૯૨૧ના રોજ અવસાન થયું હતું.તેમને અંજલિ આપતા કવિ ખબરદારે લખ્યું કે
"ખુબ કરી જો ઇલ્મની સોદાગરી હાજી ગયો,
બેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો ,
રો ! રો ! હવે ગુજરાત ! જેને ના પીછાણ્યો જીવતા,
આંસુ તણા દરિયા એવા,કે તરી હાજી ગયો,
ના "અદ્દલ"ઇનામ જગતનું એક કુરબાની દિલે,
કે અમીરી કે ફકીરી સંઘરી હાજી ગયો"
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૧૩ ડિસે.૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment