જોશ ઈલાહાબાદી
- Get link
- X
- Other Apps
શાયર - ઈ -ઇન્કલાબ : જોશ મલીહાબાદી ( ૧૮૯૪ - ૧૯૮૨ )
" કામ હૈ મેરા તવય્યુર નામ હૈ મેરા શબાબ ,
મેરા નારા ઇન્કલાબ ,ઇન્કલાબ ,ઇન્કલાબ "
" બાજ આયા મૈ તો ઐસે મજહબી તાઉન સે ,
ભાઈઓ કા હાથ તર હો ભાઈઓ કે ખૂન સે "
આવી જોશીલી કવિતાના કવિ જોશ મલીહાબાદીનો આજે જન્મદિવસ છે .
કવિતાનો ખાનદાની વારસો ધરાવતા જોશ મલીહાબાદીનું મુળનામ શબ્બીર હસનખાન હતું .બ્રિટીશ ભારતના સયુંકત પ્રાંતના મલીહાબાદમાં જન્મેલા મલીહાબાદી અરેબીક ,પ્રર્શીયન ,ઉર્દુ અને અંગ્રેજી જેવી ભાષાઓ ઘરમાં જ શીખ્યા હતા .તેમનો અભ્યાસ સેન્ટ પીટર્સ કોલેજ આગ્રા અને શાંતિ નિકેતનમાં થયો હતો .
જોશ મલીહાબાદીએ પ્રારંભિક કારકિર્દી અનુવાદક અને કલીમ (વક્તા)નામના સામયિકથી કરી હતી .આ ગાળો સ્વતંત્રતાપ્રાપ્તિનો હોવાથી જોશ ક્રાંતિકારી કવિતાઓ અને લેખો લખતા હતા .તેમની કવિતાના સ્વાતંત્ર્યપ્રિય મિજાજને કારણે સમકાલીનોએ તેમને શાયર-ઈ-ઇન્કલાબનું બિરુદ આપ્યું હતું . આઝાદીના આંદોલનમાં પણ જોશ સક્રિય રહ્યા હતા .
૧ લાખથી વધુ શેર અને હજારથી વધુ રુબાયતો લખનાર જોશ મલીહાબાદીએ યાદો કી બારાત શીર્ષકથી આત્મકથા પણ લખી છે . પ્રસિદ્ધ સામયિક " આજકાલ "ના પણ તેઓ સંપાદક રહ્યા હતા .આઝાદી પછી ૧૯૫૮માં તેઓ પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા .આ પહેલા ભારત સરકારે તેમનું પદ્મભૂષણથી સન્માન કર્યું હતું .૨૨ ફેબ્રુઆરી ૧૯૮૨ના રોજ તેમનું ઈસ્લામાબાદમાં અવસાન થયું હતું .
આજે વોલ્ટ ડિઝની ,શેખ અબ્દુલ્લા ,અરદેશર ઈરાની અને પંજાબી સાહિત્યકાર ભાઈવીરસિંહનો જન્મદિવસ અને સાક્ષર ઈચ્છારામ દેસાઈ અને દરબાર ગોપાલદાસનો નિર્વાણ દિન પણ છે.
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૫ ડિસેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment