પ્રમુખ સ્વામિ
- Get link
- X
- Other Apps
સંત શિરોમણી : પ્રમુખ સ્વામિ મહારાજ
( ૧૯૨૧ - ૨૦૧૬ )
આજે તારીખ ૭ ડીસેમ્બરના રોજ લોકસેવક ભોગીલાલ ધીરજલાલ લાલા , ખ્યાતનામ ફિલ્મ સર્જક દલસુખ પંચોલી ,ભાષાશાસ્ત્રી નોમ ચોમ્સ્કી અને સંત શિરોમણી પ્રમુખ સ્વામિ મહારાજનો જન્મદિન અને વિદ્યાગૌરી નીલકંઠની પુણ્યતિથિ છે .
આજે તારીખ ૭ ડીસેમ્બરના રોજ લોકસેવક ભોગીલાલ ધીરજલાલ લાલા , ખ્યાતનામ ફિલ્મ સર્જક દલસુખ પંચોલી ,ભાષાશાસ્ત્રી નોમ ચોમ્સ્કી અને સંત શિરોમણી પ્રમુખ સ્વામિ મહારાજનો જન્મદિન અને વિદ્યાગૌરી નીલકંઠની પુણ્યતિથિ છે .
જુના વડોદરા રાજ્યના ચાણસદ ગામે શાંતિલાલ પટેલ તરીકે જન્મેલાં પ્રમુખ સ્વામિ બાલ્યાવસ્થાથી જ પ્રામાણિક , પરીપક્વ અને તેજસ્વી હતાં . કિશોર અવસ્થામાં ક્રિકેટ , તરણ અને ગાવાનો શોખ ધરાવતા પ્રમુખ સ્વામિએ ૨૨ નવેમ્બર ૧૯૩૯ના રોજ શાસ્ત્રીજી મહારાજ પાસેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી .
આધ્યાત્મિક વિકાસના ચડતાં ક્રમમાં ૧૯૫૦માં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા ( BAPS) નાં ગુરુ બન્યાં હતાં .BAPSનાં પ્રમુખ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયને આંતરાષ્ટ્રીય ફલક પર લઇ જવામાં તેઓનું મોટું યોગદાન છે . ૧૭ હજારથી વધુ ગામોનો પ્રવાસ અને અઢી લાખથી વધુ પરિવારોની પ્રત્યક્ષ મુલાકાત પછી પ્રમુખ સ્વામિનું આધ્યાત્મિક કલેવર ઘડાયું હતું . દેશ - વિદેશમાં સેંકડોની સંખ્યામાં મંદિરો બંધાવી તેઓએ આધ્યાત્મિકતાની જ્યોત પ્રજ્જવલિત રાખી હતી . ધાર્મિકતાની સાથે પુર , ધરતીકંપ અને દુષ્કાળ જેવી કુદરતી આપદાઓમાં પ્રમુખ સ્વામિનું પ્રદાન સરાહનીય રહ્યું હતું .સાંપ્રદાયિક સૌહાર્દનાં વિકાસમાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી .
યુવાનોમાં ચારિત્ર્યશીલતા અને નીતિમત્તાના પ્રખર આગ્રહી , બધાનાં ભલામાં આપણું ભલું છે જેવી વાણી કથનાર , સંતોને પ્રોફેસર સમાન ગણાવતા અને વિશાળ અનુયાયી વર્ગ ધરાવતાં પ્રમુખ સ્વામિ મહારાજનું દેહાવસાન ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ સાળંગપુર ખાતે થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૭ ડિસેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment