જાનકીદેવી બજાજ


     જાનકી દેવી બજાજ ( ૧૮૯૩ -૧૯૭૯ )
આજે તારીખ ૭ જાન્યુઆરીના રોજ સ્વતંત્રતા સૈનિક જાનકી દેવી બજાજ ,અભિનેતા ચંદ્રકાંત ગોખલેનો જન્મદિવસ અને શંકરલાલ બેન્કર તથા ભીલ સેવક લક્ષ્મીદાસ શ્રીકાંતની પુણ્યતિથિ છે . 
મધ્યપ્રદેશના જાવરામાં વૈષ્ણવ પરિવારમાં જન્મેલા જાનકી દેવી બજાજનો  લગ્ન ૮ વર્ષની વયે જમનાલાલ બજાજ સાથે થયા હતા . 
" મહાત્મા ગાંધીના પાંચમા પુત્ર " જમનાલાલ બજાજના પ્રભાવમાં ગાંધીવાદી વિચારોનું અનુસરણ શરુ કર્યું .ઘરેણા ,વૈભવી જીવન ,ઘૂંઘટપ્રથાને તિલાંજલિ આપી ખાદી અપનાવી ,ખાદી કાંતતા પણ શીખ્યા હતા . વર્ધામાં વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી .રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો .
જાનકી દેવીએ ખાદી ,ચરખા ,અસ્પૃસ્યતા નિવારણ ,હરિજનોનો મંદિર પ્રવેશ ,સ્ત્રી શિક્ષણ અને ગૌ સેવાને પોતાનું વિશેષ કાર્યક્ષેત્ર બનાવ્યું હતું . ભારતમાં  દલિતો માટે પારિવારિક મંદિરો  અને ઘરના રસોડા તો સહુપ્રથમ વખત બજાજ પરિવારે ખુલ્લા કર્યા હતા .
જાનકી દેવીએ પોતાના સંતાનોને પણ સાદાઈ અને સયમના પાઠ શીખવ્યા હતા .આઝાદી પછી પણ તેઓની રાષ્ટ્રનિર્માણની પ્રવુતિઓ ચાલુ રહી હતી .
 તારીખ ૨૧ મેં ૧૯૭૯ના રોજ તેમનું અવસાન થયું હતું .જાનકી દેવીની કામગીરી  અખિલ ભારતીય ગૌ સેવા સંઘના પ્રમુખ અને પદ્મવિભુષણથી વિભૂષિત થઇ હતી.
૧૯૬૫મા " મેરી  જીવનયાત્રા " શીર્ષકથી જાનકી દેવી બજાજે આત્મકથા લખી છે . જાનકી દેવી બજાજની સ્મૃતિમાં ગ્રામિણ વિકાસમાં યોગદાન આપનાર કર્મશીલોનું  જાનકી દેવી બજાજ પુરસ્કારથી સન્માન થાય છે .તેઓની સ્મૃતિમાં  અનેક સંસ્થાઓ પણ કાર્યરત છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૭ જાન્યુઆરી ૨૦૨૦ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ