લોર્ડ એકટન


     ઇતિહાસકાર : લોર્ડ એકટન ( ૧૮૩૪ - ૧૯૦૨ )

 આજે તારીખ ૧૦ જાન્યુઆરી અને યુરોપના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર એડવર્ડ દલબર્ગ એકટન ,સાહિત્યકાર અકબરઅલી જસદણવાળા અને અગ્રણી અર્થશાસ્ત્રી જહોન મથાઈનો જન્મદિવસ  અને જાણીતા કવિ ઇન્દુલાલ ગાંધીની પુણ્યતિથિ છે . 
જર્મનીના નેપલ્સમાં જન્મેલા એકટનનો ચુસ્ત કેથોલિક
વાતાવરણમાં ઉછરેથયો હોવા છતાં  ધાર્મિક બાબતે ઘણા ઉદાર હતા .કિશોરાવસ્થામાં મુક્ત વિચારસરણીના પુરસ્કર્તા ડોલીન્જરના માર્ગદર્શન અને પ્રભાવમાં તેમનું ઘડતર થયું હતું .
તત્કાલીન સામયિકોમાં એક્ટને વૈજ્ઞાનિક અને મુક્ત વિચારસરણીને લગતા લેખો લખી પોતાની ભાવી ઇતિહાસકાર તરીકેની પૃષ્ઠભૂમિનો અણસાર આપી દીધો હતો .તેમણે ધર્મ અને વિજ્ઞાન બંનેને સત્યની શોધ કરતા અને પરસ્પર વિરોધી નહિ પરંતુ પુરક ગણાવી વિજ્ઞાન મારફત લોકોમાં ફેલાવાતી સાચી સમજનો દેવળે વિરોધ ન કરવો જોઈએ તેવી નવતર વિચારણા પ્રસ્તુત
કરી હતી .
ખિસ્તી રૂઢિચુસ્તોના ભયંકર વિરોધો વચ્ચે પણ એક્ટને પોતાના ઉદાર અને માનવતાવાદી વિચારો વહેતા રાખ્યા હતા . તેમણે  " દિ રેમ્બલર " અને " દિહોમ એન્ડ ફોરેઇન રીવ્યુ "જેવા સામયિકોમાં  અનેક લેખો અને નિબંધો લખ્યા , "મુક્તિનો ઈતિહાસ "પુસ્તક લખવાનું શરુ કર્યું હતું પરંતુ પૂરું કરી શક્ય ન હતા .
એકટન ૧૮૫૯ થી ૧૮૬૫ સુધી બ્રિટીશ સંસદના સભ્ય પણ રહ્યા હતા .કેમ્બ્રિજ યુનિ.ના અર્વાચીન ઈતિહાસના અધ્યક્ષ તરીકે પણ એક્ટને ઊંડી છાપ છોડી હતી .
ઇતિહાસનું ઊંડામાં ઊંડું જ્ઞાન ધરાવનાર અને છતાં ઓછામાં ઓછું લખનાર એકટનનું ૧૯ જુન ૧૯૦૨ના  રોજ ૬૮ વર્ષની વયે જર્મનીના બેવરીયામાં અવસાન થયું હતું .
 " Power currupt and absolute power corrupt absoluterly " તેઓની જાણીતી ઉક્તિ છે .
૧૦ જાન્યુ ..


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ