વી.એસ.ખાંડેકર
- Get link
- X
- Other Apps
જ્ઞાનપીઠ વિજેતા વી.એસ .ખાંડેકર ( ૧૮૯૮ - ૧૯૭૬ )
આજે તારીખ ૧૧ જાન્યુઆરી અને સરલાદેવી સારાભાઇ , એલેકઝાંન્ડર હેમિલ્ટન ,કૈલાશ સત્યાર્થી
આજે તારીખ ૧૧ જાન્યુઆરી અને સરલાદેવી સારાભાઇ , એલેકઝાંન્ડર હેમિલ્ટન ,કૈલાશ સત્યાર્થી
.કુન્દનિકા કાપડિયા અને મરાઠી સાહિત્યકાર વિષ્ણુ સખારામ ખાંડેકરનો જન્મદિવસ છે .
મરાઠી ભાષાના પહેલા જ્ઞાનપીઠ વિજેતાનો જન્મ મહારાષ્ટ્રમાં સાંગલી ખાતે થયો હતો .શાળાજીવનથી ખાંડેકર ને નાટકો અને સર્જનાત્મક સાહિત્યમાં રૂચી હતી .બચપણમાં નાટકોમાં તેઓ અભિનય પણ કરતા હતા .
વિષ્ણુ ખાંડેકરે શાળામાં શિક્ષક તરીકે પણ વર્ષો સુધી કામ કર્યું હતું .સાહિત્ય સર્જન ક્ષેત્રે તેમણે નવલકથા ,નિબંધ ,નાટકો ,વાર્તાઓ અને વિવેચન લેખો પર
પોતાની કલમ ચલાવી હતી .
પોતાની કલમ ચલાવી હતી .
યયાતિ ,ઉલ્કા ,હદયાચી હાક , કૌચવધ ,કંચન મૃગ ,પહિલે પ્રેમ ,અમૃત વેલ અશ્રુ , તીસરા પ્રહર ,જીવન શિલ્પી , મંદાકિની ,વામન મલ્હાર જોશી : વ્યક્તિ -વિચાર ,વાયુ લહરી વગેરે ખાંડેકરની જાણીતી કૃતિઓ છે .
તેમના લલિત નિબંધો તેની ભાષા શૈલીના કારણે ખાસ વખણાયા છે .તેમની સાહિત્ય કૃતિઓ પરથી મરાઠી અને હિન્દીમાં ફિલ્મો પણ બની છે .તેમણે પોતે પણ મરાઠી ફિલ્મોમાં પટકથા અને સંવાદો લખ્યા છે .
વિષ્ણુ સખારામ ખાંડેકરના સાહિત્ય સર્જનનું જ્ઞાનપીઠ પુરસ્કાર ,પદ્મ ભૂષણ અને મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ વગેરે દ્રારા સન્માન થયું છે .૧૯૯૮માં તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ પણ બહાર પડી હતી .
મરાઠી સાહિત્યના આ સીમા સ્તંભરૂપ સાહિત્યકારનું ૨ સપ્ટેમ્બર ૧૯૭૬ના રોજ ૭૮ વર્ષની વયે અવસાન થયુ હતું .
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૧ જાન્યુ.૨૦૨૦,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment