પ્રિયબાલા શાહ
- Get link
- X
- Other Apps
સંસ્કૃતિવિદ :પ્રિયબાળા શાહ (૧૯૨૦ -૨૦૧૧ )
આજ તારીખ ૧૩ જાન્યુઆરીના રોજ ગુજરાત-ભારતના ઘણા જાણીતા સંશોધક ડોકટર પ્રિયબાળાબેન જીવણલાલ શાહનો જન્મદિવસ છે .
અમદાવાદમાં જન્મેલા પ્રિયબાળા શાહે શિક્ષણ અમદાવાદમાં જ લીધું હતું ૧૯૫૦મા "વિષ્ણુધર્મોત્તર પુરાણ "શીર્ષકથી પીએચ.ડીની પાડવી હાંસલ કરી હતી .ગુજરાતી ,હિન્દી ,સંસ્કૃત ,અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓ જાણતા પ્રિયબાળા શાહે દિ સન ઈમેજીસ શીર્ષક તળે ડી.લિટ્ટની ડિગ્રી પણ મેળવી હતી .
ઉચ્ચ સંશોધન માટે તેઓએ દેશ-વિદેશમાં ગહન અધ્યયન અને ચિંતન કર્યું હતું .તેમની જ્ઞાનપિપાસાની પશંસા યુરોપીય વિદ્વાનોએ પણ કરી હતી .
વ્યવસાયી રીતે પ્રિયબાળાબેન અમદાવાદની રામાનંદ કોલેજ ( આજની એચ .કે .કોલેજ )અને રાજકોટની વીરબાઈ કોલેજમાં આચાર્ય રહ્યા હતા .
પ્રિયબાળા શાહે શ્રી વિષ્ણુધર્મોત્તર ,પથ્થર બોલે છે ,શ્રી અને સંસ્કૃતિ ,ચાંદલો -બિંદી -તિલક ,ટેમ્પલસ ઓફ ગુજરાત ટ્રેડીશનલ વેર ઓફ ઇન્ડિયન વુમન ,હિંદુ મૂર્તિ વિધાન ,તિબેટ ,,જૈન મૂર્તિ વિધાન જેવા ૧૭ થી વધુ પુસ્તકો લખ્યા છે .તેમના સંપાદિત પુસ્તકોની સંખ્યા પણ ૧૦ કરતા વધુ છે .
સીદી ,સાદી અને રસપ્રદ શૈલીમાં લખાણ એ તેમના લેખનની વિશેષતા છે .આ બધા દ્રારા ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસકાર તરીકે પ્રિયબાળાબેને પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું છે .
ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસ વિષે આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત આ વિદુષીનું ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૩ જાન્યુઆરી ૨૦૨૧ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment