રાજેન્દ્રલાલ મિત્રા
- Get link
- X
- Other Apps
ભારતશાસ્ત્રી:રાજેન્દ્રલાલ મિત્રા (૧૮૨૪-૧૮૯૧)
૧૭૮૪ માં બંગાળ બ્રાંચ ઓફ રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના પછી પછી ભારતના પ્રાચીન વારસાને શોધવા માટેના શાસ્ત્રીય ઢબના પ્રયાસો શરૂ થયા.જે "ભારતશાસ્ત્ર "કે "ઇન્ડોલોજી "તરીકે ઓળખાય છે.એમાં યુરોપિયન સંશોધકો પછી તરત પહેલું નામ રાજેન્દ્રલાલ મિત્રાનું આવે છે .
કોલકાતામાં જન્મેલા રાજેન્દ્રલાલે શરૂનું શિક્ષણ ત્યાં જ લઇ ઉચ્ચ શિક્ષણ લેવાના નિષ્ઠાભર્યા પ્રયત્નો કર્યા હતા પણ કોઈ ઔપચારિક પદવી મેળવી શક્યા ન હતા. વકીલાતનું ભણતર પણ અધરું છોડ્યું હતું.
મિત્રા પ્રાચીન ભારતના મોટા ચાહક હતા.છતાં ઈતિહાસ અને પ્રાચીન ભારતીય સાહિત્ય પરત્વે તેઓનો સશોધનનો અભિગમ શાસ્ત્રીય અને તર્કબુદ્ધિવાદી હતો.તેઓ બંગાળી ઉપરાંત ફારસી,સંસ્કૃત,હિન્દી ,ઉર્દુ અને અંગ્રેજી પર હથોટી ધરાવતા હતાં.
એશિયાટિક સોસાયટીના ગ્રંથપાલ હોવાના નાતે તેમને સંશોધન-લેખનનો વ્યાપક અવકાશ પ્રાપ્ત થયો હતો.પરિણામે
૧ .Antiquities of orissa (2 vols.)
2.buddhgaya : the heritage of sakyamuni
3 indo-aryans ( 2 vols.)
જેવાં પુસ્તકો અને અનેક લેખો દ્રારા ભારતીય વારસા અને સંસ્કૃતિને ઉજાગર કર્યા હતા.
ભારતમાં ઇતિહાસના વૈજ્ઞાનિક સંશોધનના સ્થાપક તરીકે પણ રાજેન્દ્રલાલને બીરદાવવામાં આવે છે.બંગાળમાં નવજાગરણ અને રાજકીય ચેતનાના સંદર્ભમાં પણ તેમનું નામ ઘણું આદરપાત્ર છે.
રાજેન્દ્રલાલના યોગદાન વિષે પણ અનેક પુસ્તકો લખાયા છે તો તેમની સ્મૃતિમાં પણ અનેક સંશોધન સંસ્થાઓ કામ કરી રહી છે .
પરાધીન ભારતમાં ભારતીય જ્ઞાન-વિજ્ઞાનને વૈશ્વિક પસિદ્ધિ અપાવનાર રાજેન્દ્રલાલ મિત્રાનું તારીખ ૨૬ જુલાઈ ૧૮૯૧ના રોજ કોલકાતામાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૫ જાન્યુ.૨૦૨૧ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Sia Titanium - Home - Titanium Art
ReplyDeleteTitanium Art has crafted for you, the world's biggest artists and titanium grades designers. Discover the titanium strength unique and titanium iv chloride amazing SIA Titanium. titanium flask Tribute to the world titanium granite of