એમ.જી.રામચંદ્રન
- Get link
- X
- Other Apps
એમ.જી.આર : એમ.જી .રામચન્દ્રન ( ૧૯૧૭ -૧૯૮૭ )
આજે અમેરિકન ક્રાંતિના થિંક ટેંક બેન્જામીન ફ્રેન્કલીન અને એમ.જી.આરના ટૂંકા નામે પ્રસિદ્ધ થયેલા મરુધર ગોપાલન રામચન્દ્રનનો જન્મદિવસ છે .
શ્રીલંકાના કેન્ડીમાં જન્મેલા રામચન્દ્રનનો પરિવાર મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતો .તેઓની પહેલી ઓળખ અભિનેતા તરીકેની છે . ૧૯૩૬મા સાથી લીલાવથી ફિલ્મથી ફિલ્મોમાં પ્રવેશ કરનાર એમ.જી.આર ૧૯૫૦માં મન્થીરકુમારી ફિલ્મ દ્રારા તમિલ ફિલ્મોમાં પ્રકાશમાં આવ્યા હતા .તે પછી એક પછી એક ૪૦ ફિલ્મો કરી અને તમિલ ફિલ્મોમાં દબદબો જમાવ્યો હતો .

૧૯૭૨મા તેમને ફિલ્મ ફેર એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો .
તમિલ ફિલ્મોના ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતાના પાયા પર તેઓ રાજનીતિમાં સક્રિય થયા હતા .ડી.એમ.કે પક્ષનાના સભ્ય ,ધારાસભ્ય ,એ.આઈ.ડી.એમ.કે ( ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ )પક્ષની સ્થાપના અને તમિલનાડુના મુખ્યમંત્રી વગેરે એમ.જી.આરની રાજકીય વિકાસવસ્થાઓ હતી .તેઓ પહેલા અભિનેતા હતા જેઓ મુખ્યમંત્રી બન્યા હોય !
તેમના મુખ્યમંત્રી કાળ ( ૧૯૭૭-૧૯૮૭ ) દરમિયાન કન્યાઓ માટે સ્કુલ બસ અને મધ્યાન્હ ભોજન યોજનાઓ અસ્તિત્વમાં આવી હતી . લોકકલ્યાણકારી યોજનાઓને કારણે એમ.જી.આર " મક્કલ થીલાગમ " ( લોકોના રાજા )તરીકે જાણીતા બન્યા હતા .
એમ.જી .રામચન્દ્રન તમિલનાડુમાં કલ્ચરલ આઇકન તરીકે પણ ઉભરી આવ્યા હતા .તેઓએ બે ભાગમાં આત્મકથા પણ લખી છે .ડાબા કાને ઓછું સાંભળતા આ કદાવર તમિલ નેતા અને અભિનેતા - નિર્માતા નું ૨૪ ડીસેમ્બર ૧૯૮૭ના રોજ કીડની ફેલ થવાથી મદ્રાસમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment