કમલ ગુહા

લોકનેતા :કમલ ગુહા ( ૧૯૨૮ - ૨૦૦૭ )
આજે તારીખ ૨૦ જાન્યુઆરી અને બંગલાના ઝુઝારું નેતા કમલ કાન્તી ગુહાનો જન્મદિવસ છે .
કુચબિહારના દીન્હાતમાં જન્મેલા કમલ ગુહા પર નેતાજી સુભાષચંદ્ર બોઝના વિચારોનો ઊંડો પ્રભાવ હતો .પરિણામે વિદ્યાર્થી કાળથી જ સુભાષ બાબુના ફોરવર્ડ બ્લોકમાં સક્રિય થયા હતા .
ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક વતી દીન્હાતા વિધાનસભા મત વિસ્તારથી ચુંટણી લડી કમલ ગુહા ૮ વખત  ધારાસભ્ય બન્યા હતા .તેઓ ૧૯૬૨ ,૧૯૮૨  ,૧૯૭૭ અને ૨૦૦૧મા રાજ્ય મંત્રીમંડળમાં મંત્રી પણ બન્યા હતા ખેતી ,ઈજનેરી અને જાહેર આરોગ્ય જેવા ખાતાઓની કમલ ગુહાની કામગીરી ઘણી વખણાઇ હતી .પક્ષમાં રહેવા છતાં તેઓ સમૂહ હિતો માટે પક્ષની અંદર પણ લડતા રહેતા હતા . 
ગેરકાયદેસર ભરતી ,શાળા અને વિદ્યુત બોર્ડના પ્રશ્નો માટે તેમને ફોરવર્ડની સામે પણ બાંયો ચડાવી હતી .તીન બીઘા ચળવળ અને ગ્રેટર કુચ બિહારના મુદ્દે તેમને પક્ષ સાથે ત્રીવ મતભેદો ઉભા થયા હતા .છતાં તેમનું એટલું જ પ્રદાન બંગાળમાં ફોરવર્ડ બ્લોકનું સંગઠન અને જનાધાર તૈયાર કરવામાં રહ્યું હતું .
 ઉત્તર બંગાળમાં તો તેઓ ફોરવર્ડ બ્લોકના સીમાસ્તમ્ભ કહેવાતા હતા .બંગલામાં લોકનેતાનું બિરુદ પામેલા કમલ ગુહાનું ૨ઓગસ્ટ ૨૦૦૭ના રોજ ૮૦ વર્ષની વયે હદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું .
આજે નાદીરા બબ્બર ,જગદીશ ચંદ્ર જૈન અને જૈમિલુંદીન અલીનો પણ જન્મદિવસ છે .અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૦ જાન્યુઆરી ૨૦૨૦ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ