રમણલાલ સોની
- Get link
- X
- Other Apps
બહુમુખી પ્રતિભા : રમણલાલ સોની (૧૯૦૮ - ૨૦૦૬ )
સ્વતંત્રતા સૈનિક,બાળસાહિત્યકાર અને ચરિત્રકાર રમણલાલ પિતામ્બરદાસ સોની પુરાતત્વવિદ કનૈયાલાલ દવે ,સ્વતંત્રતા સૈનિક ચારુમતી યૌદ્ધા ,રમાબાઈ
રાનડે અને રસાયણશાસ્ત્રી રોબર્ટ બોઈલનો આજે જન્મદિન તથા સ્વામિ આંનદ અને અભિનેત્રી પદ્મારાણીની પુણ્યતિથિ છે.
રાનડે અને રસાયણશાસ્ત્રી રોબર્ટ બોઈલનો આજે જન્મદિન તથા સ્વામિ આંનદ અને અભિનેત્રી પદ્મારાણીની પુણ્યતિથિ છે.
મોડાસા તાલુકાના કોકાપુર ગામે જન્મેલા રમણલાલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોડાસામાં અને સ્નાતક સુધીનું આગ્રા યુનિ.માંથી લીધું હતું.રમણલાલ આઝાદીના આન્દોલનમાં સક્રિય થઇ જેલવાસ પણ ભોગવ્યો હતો.
૧૯૪૫મા મોડાસા હાઇસ્કુલમાં શિક્ષક અને આચાર્ય બન્યા પણ સાહિત્ય અને કિસાન-દલિત સમસ્યાઓ માટે નોકરી છોડી એ ક્ષેત્રોમાં સક્રિય થયા.આઝાદી પછી મુંબઈ ધારાસભાના સભ્ય પણ બન્યા હતા.જાહેરજીવન જેટલું જ બલ્કે તેથી વિશેષ યોગદાન બાળસાહિત્યના ક્ષેત્રે રહ્યું છે .બાળ કાવ્યો,બાળનાટકો ,બાળ વાર્તાઓના ક્ષેત્રે તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે "રમણ સોનીના બાળકાવ્યો",છબીલોલાલ,ભગવો ઝંડો,ઇસપની બાળવાર્તા,ગલબા શિયાળના પરાક્રમો,ગલબા શિયાળની બત્રીસ વાતો,જગતના ઇતિહાસની વીરકથાઓ
,રામરાજ્યના મોતી જેવા બાળસાહિત્યને લગતા અનેક પુસ્તકો તેમણે લખ્યા છે.
,રામરાજ્યના મોતી જેવા બાળસાહિત્યને લગતા અનેક પુસ્તકો તેમણે લખ્યા છે.
વિવેચકો દ્રારા અવગણાયેલા "રાખનું પંખી "નામનું ચરિત્રાત્મક પુસ્તક મોડાસા પંથકને ભીતર-બહારથી પ્રકટાવે છે.તેમના સાહિત્ય સર્જનની કદર રૂપે ૧૯૯૬મા તેઓને પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો .
મોડાસા વિસ્તારમાં જાહેર જીવન અને સાહિત્યિક પ્રવુતિઓથી ધબકતું રાખનાર રમણલાલ સોનીનું ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ ૯૮ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment