મહેશ કનોડિયા

કાદવમાં  ખીલેલું કમળ : મહેશ કનોડિયા 
               ( ૧૯૩૭ - ૨૦૨૦ )
આજે તારીખ ૨૭ જાન્યુઆરી અને મુનિ જિનવિજયજી , સાહિત્યકાર નવનીતભાઈ મદ્રાસી જનરલ એ. એસ . વૈધ અને સંગીતકાર મહેશ કનોડિયાનો જન્મદિવસ તથા અભિનેતા ભારત ભૂષણ અને પૂર્વ રાષ્ટ્રપતિ આર . વેંકટરામનની પુણ્યતિથિ છે . 
માતા -પિતાના સાત સંતાનો પૈકીના એક મહેશભાઈનો જન્મ  પાટણ જીલ્લાના કનોડા ગામે અને  શિક્ષણ અમદાવાદમાં લીધું હતું . કારમો જીવન સંઘર્ષ કરતાં , પડોશીઓના ઘરે રેડિયો સાંભળતા મહેશ કનોડિયાએ સ્ટેજ પરફોર્મન્સ આપવા શરુ કર્યા હતાં . 
૨૬ જેટલાં અવાજમાં ગાઈ શકતા મહેશભાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં અવાજનો જાદુ પાથર્યો હતો . વેણીએ આવ્યાં ફૂલ ,વણજારી વાવ , તમે રે ચંપો ને અમે કેળ , મેરુ માલણ ,જોગ - સંજોગ , સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવી અનેક ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ છોટા આદમી , હસીના માન જાયેગી , રફુ ચક્કર અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે . ગરબા , લોકસાહિત્ય અને આલ્બમોમાં પણ તેમણે સંગીત પીરસ્યું છે .
 ૪ દાયકાની સંગીતકાર તરીકેની કારકિર્દીમાં મહેશ કનોડિયાને સંગીત ક્ષેત્રના અનેક એવોર્ડ ઉપરાંત 
પદ્મશ્રી સન્માન પ્રાપ્ત થયાં છે . 
મહેશ કનોડિયાના જીવનનું વધુ એક પાસું એટલે સાંસદ તરીકેની કારકિર્દી . તેઓ પાટણ સંસદીય  વિસ્તારમાંથી લોકસભાના સભ્ય પણ રહ્યાં હતાં . 
અત્યંત મળતાવડા સ્વભાવના અને દીવાલ ફાડીને ઊગેલા ઝાડ જેવું જીવન જીવી ગયેલાં મહેશ કનોડિયાનું ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ગાંધીનગરમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૨૭ જાન્યુ.૨૦૨૧ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ