ભુપત બહારવટિયો


એક હતો ભૂપત  : ભૂપત બહારવટિયો 
                         ( ૧૯૨૨ - ૧૯૯૬ )
આજે તારીખ ૩૧ જાન્યુઆરી અને ગુજરાતના ઇતિહાસમાં દંતકથા સમા  બહારવટિયા ભૂપત મેરૂજી બૂબ  ઉર્ફે ભૂપત બહારવટિયાનો જન્મદિન અને કવિ મકરંદ દવે અને ગાયિકા તથા અભિનેત્રી સુરૈયાની પુણ્યતિથિ છે .
 ગાયકવાડી પ્રાંત અમરેલીના બરવાળા બાવીસી ગામે જન્મેલા ભુપતસિંહનો બાહ્ય દેખાવ એકવડિયું શરીર ,પાણીદાર - ખુન્નસથી ભરેલી આંખોવાળો હતો . ક્રિકેટ અને રમત- ગમતમાં અત્યંત રુચિ ધરાવતા , નિશાનબાજીમાં પ્રવીણ  ભૂપત માટે એમ કહેવાતું કે તે બે અશ્વો પર એક એક  પગ રાખી સવારી કરી શકતો . તેણે જૂનાગઢની આરઝી હકુમત આંદોલનમાં પણ ભાગ લીધો હતો .
૧૯૪૮મા સૌરાષ્ટ્રમાં ઢેબર સરકાર આવ્યા પછી થયેલા  જમીન સુધારણામાં ભૂપતની બહારવટાના બીજ પડેલા હતા . વટ ,વચન અને વ્યવહાર માટે બહારવટિયો બનેલો ભૂપત સોરઠી બહારવટિયાઓની પરમ્પરામાં ચોરી-છુપી નહી  જાસો મોકલી બહારવટું કરતો પણ તેના ખોફ્માંથી મહિલાઓ અને નિર્દોષો બાકાત રહેતા . અલબત્ત તેના અત્યાચારનો ભોગ કિસાનો અને વ્યાપારીઓ વિશેષ બન્યા હતા . 
૪૨ સાથીઓની ટોળી ધરાવતા ભુપતે એક અંદાજ પ્રમાણે તેના બહારવટા દરમિયાન ૮૮ જેટલી હત્યાઓ અને સાડા પાંચ લાખથી વધુ રૂપિયાની લુંટ ચલાવી હતી . તેમાં કેટલાક તો હત્યાકાંડ સમાન હતા .તેના માથા પર ૫૦ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર થયું હતું . 
ભૂપતના બહારવટાથી ત્રસ્ત સૌરાષ્ટ્ર સરકારે તેના પર ઘોંસ વધારતા ભૂપત કચ્છના રસ્તે પાકિસ્તાન ભાગી ગયો હતો .જ્યાં તેણે પાછળથી ઇસ્લામ અંગીકાર કરી યુસુફ અમીન નામ ધારણ કર્યું હતું .
૨૮ સપ્ટેમ્બર ૧૯૯૬ના રોજ ભુપતનું કરાંચીમાં અવસાન થયું હતું .તેના વ્યક્તિત્વને પ્રકટાવતા  " એક હતો ભૂપત " સમેત પુસ્તકો તો લખાયા છે તો ભુપતના બહારવટાની સેંકડો દંતકથાઓ આજે પણ  સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , 31 જાન્યુ.2021 ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ