સુષ્મા સ્વરાજ
- Get link
- X
- Other Apps
રાજનીતિની ગિરિમાળા : સુષ્મા સ્વરાજ
(૧૯૫૨- ૨૦૧૯ )
આજે તારીખ ૧૪ ફેબ્રુઆરી અને મુઘલ બાદશાહ બાબુર , રંગના કવિ સોમાલાલ શાહ , પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ ,સ્વતંત્રતા સૈનિક મોહનલાલ ધારિયા , બ્રિટીશ અર્થશાસ્ત્રી રોબર્ટ માલ્થાસ , સિને તારિકા મધુબાલા અને રાજનીતિની ગિરિમાળા સમાન સુષ્મા સ્વરાજનો જન્મદિવસ છે .
હરિયાણાના અંબાલામાં જન્મેલા તેજસ્વી છાત્રા સુષ્મા સ્વરાજે બી.એ , એલ .એલ.બી સુધીનો અભ્યાસ કર્યો અને એ.બી .વી.પી થી જાહેરજીવનનો પ્રારંભ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના વકીલ સુષ્મા સ્વરાજ જયપ્રકાશ નારાયણ પ્રેરિત સંપૂર્ણ ક્રાંતિ આંદોલનના સમર્થક અને કટોકટીના વિરોધી રહ્યાં હતાં . વિદ્યાર્થી અવસ્થામાં કોલેજમાં શ્રેષ્ઠ છાત્રા , શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ એન.સી .સી કેડેટ રહ્યાં હતાં .
સુષ્મા સ્વરાજની રાજકીય વિકાસયાત્રા ધારાસભ્ય , એકાધિક વખત સાંસદ , રાજ્યના પ્રધાન , સુચના અને પ્રસારણ મંત્રી , દિલ્હીના મુખ્યમંત્રી અને વિદેશમંત્રી લગી વિસ્તરી હતી .દિલ્હીના પહેલાં મુખ્યમંત્રી અને શ્રેષ્ઠ સાંસદ સુષ્મા સ્વરાજ હિન્દી અને સંસ્કૃતના ખાસ હિમાયતી હતાં . વિદેશમંત્રી તરીકે તેમની કામગીરી ઘણી પસંશાને પાત્ર રહી હતી .
ફિલ્મ નિર્માણ પ્રવુતિઓને ઉદ્યોગના રૂપમાં માન્યતા સુષ્મા સ્વરાજના સુચના અને પ્રસારણ કાળ દરમિયાન મળી હતી .
અનેક ભાષાઓ જાણતા , પ્રભાવી વક્તા અને વહીવટકર્તા , ઝુઝારું રાજનીતિજ્ઞ અને પદ્મ વિભૂષણથી સન્માનિત સુષ્મા સ્વરાજનું ૬ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ૬૭ વર્ષની વયે દિલ્હીમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૪ ફેબ્રુ.૨૦૨૧ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
good callection
ReplyDelete