એકલવ્ય : દોલજીભાઈ ડામોર
ડૉ. અરુણ વાઘેલા ઉત્તર ગુજરાતનાં સ્વાતંત્ર્યવીર : દોલજીભાઈ ડામોર રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતનો પૂર્વ પટ્ટીનો અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર પણ ઘણો સક્રિય હતો . અલબત્ત ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગાંધીવાદી રાષ્ટ્રવાદી આંદોલનો તથા રચનાત્મક પ્રવૃત્તિઓના સંદર્ભમાં વિચારતા દક્ષિણ ગુજરાત અને પંચમહાલની તુલનાએ ઉત્તર ગુજરાતમાં તેની ગતિ અને વ્યાપ ધીમા જણાય છે. તેના અનેકવિધ કારણો હતા. 1919 થી 1923 દરમિયાન ચાલેલી મોતીલાલ તેજાવતની એકી ચળવળને અપવાદ ગણીએ તો ઉત્તર ગુજરાતનું આદિવાસીક્ષેત્ર મોટાપાયા પરની રાજકીય ગતિવિધિઓથી અલિપ્ત રહ્યું હતું. અલબત્ત, ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓ, તેના થાણાઓ અવશ્ય સ્થાપ્યા હતા અને તેને ફળસ્વરૂપે આદિવાસીઓમાંથી નાના પાયા પર નેતૃત્વ ઉદય થયો હતો. તેમાંના એક શ્રી દોલજીભાઈ ડામોરનો પરિચય અત્રે રજૂ કરવામાં આવ્યો છે.દોલજીભાઇ ડામોર આઝાદીના આંદોલન ઉપરાંત લાંબા સેમી સુધી ગુજરાતનાં જાહેરજીવનમાં સંકળાયેલા રહ્યા હતા . દોલજીભાઈ લખમાજી ડામોરનો જન્મ ફાગણ સુદ ૧૪ સંવત ૧૯૭૦ના રોજ (ઈ.સ. ૧૯૧૪) થયો હતો. તેમની ચોથી પેઢીએ ડામોર લખમાજી જોધાજી ધંધાસણમાં સ્થળાંતર કરી વસ્યા હતા. તે...