અડાસનો હત્યાકાંડ
અરુણ વાઘેલા આઝાદીના જંગનો યુવા રંગ : અડાસના શહીદોની દાસ્તાન ભારતના આઝાદીના જંગમાં ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો ગણાય છે .કેટકેટલી ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી છે ઓગસ્ટ . ૯ ઓગસ્ટ હિન્દ છોડો આંદોલનનો પ્રારંભ , ૧૫મી ઓગસ્ટે આઝાદી વગેરે ,પણ ઓગસ્ટ મહિનાની ૧૮ તારીખે અને ૧૯૪૨ના વર્ષે ખેડા જીલ્લાના અડાસ ગામે બનેલી રક્તરંજિત ઘટનાથી કદાચ ગુજરાત એટલું પરિચિત નથી . તો આવા એક લોહિયાળ ઇતિહાસનો પરિચય કરીએ ને ? સન ૧૯૪૨મા ૮ ઓગસ્ટના રોજ મુંબઈથી મહાત્મા ગાંધીએ હિન્દ છોડોનું બ્યુગલ ફૂંક્યું . ગાંધીજીએ કરેંગે યા મરેંગે અને અંગ્રેજો ભારત છોડોના આહ્વાન સાથે હિન્દ છોડો આંદોલનની શરૂઆત કરી અને આબાલવૃદ્ધ સહુ નીકળી પડ્યા દેશના આઝાદીના જંગની છેલ્લી લડતમાં અંગ્રેજોને ભારતમાંથી ખદેડવા માટે . “ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ , અણદીઠી ભોમ પર યૌવન માંડે આંખ “ ના જુસ્સાવાળા યુવાનો તેમાંથી શીદ બાકાત રહે ! ઘટના જાણે કે એમ હતી કે વડોદરાની શાળા-કોલેજોમાં ભણતા ૩૪ વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધીનો હિન્દ છોડોનો સંદેશ ગામડાઓ સુધી પહોચાડવા ખેડા જીલ્લામાં પગપાળા નીકળી પડ્યા હતા . વંદે માતરમ , ઇન્કલાબ જિંદાબાદ અને યે શિર જાવે તો ...