પેરડી

                         પેરડી 

વળી પાછું સિદ્ધવડ પરથી મડાને લઈને વિક્રમે ચાલવા માંડ્યું .અને વૈતાલે આ વાર્તા કહી ઘણા વર્ષો પહેલાં શિક્ષણ ક્ષેત્રે બનેલી ઘટનાથી વિક્રમને અવગત કરવા માંડ્યો .
એક સવારની કોલેજમાં અધ્યાપક સમય કરતાં મોડો પડ્યો , એ અરસામાં તે ઘટના છીંડે ચડ્યો ચોર જેવી ગણાતી હતી . મોડાં પડનાર અધ્યાપકનો કાયમ દાવો રહેતો કે હું તો સમયસર જ હતો , ઘડિયાળ આગળ થઇ ગઈ હતી .તેમના મોડાં આવવાની પ્રક્રિયાને આચાર્યશ્રી “ રાબેતા મુજબ ” જેવાં શબ્દોથી વધાવતા હતાં .તો અધ્યાપકશ્રી રોજની જેમ ‘ સાહેબ આજે જ મોડો પડ્યો છું એ વાત પર મક્કમ હતાં ’. આચાર્યશ્રી અને અધ્યાપક વચ્ચેની બૌદ્ધિક ચર્ચામાં એક તાસ પૂરો થઇ ગયો .કારણ , અધ્યાપકશ્રીએ પોતાના મોડાં પડવાના કારણોનું સવિસ્તાર વર્ણન કર્યું હતું ......
‘ સાહેબ શું કરું ? આ સિનેમાઘર વાળાઓએ રાત્રિના શો જ કેન્સલ કરી દેવાં જોઈએ , લોકોના ઓફીસ ટાઈમનો તો કાંક વિચાર કરવો જોઈએ કે નહિ ? રાતના સાલા રિક્ષાવાળા ભાવ ખાય ! હવે તમે જ કહો સાહેબ સિનેમા જોઈ મોડાં પડાય તો પછી વહેલા કયાંથી ઉઠાય અને કોલેજ કેવી રીતે અવાય ?’
આ દુધવાળાઓ પણ સાહેબ ટાઈમટેબલ વગરના થઇ ગયાં છે .ભારતીય ટ્રેનો ટાઈમે આવે પણ એ ટાઈમે ન આવે ,પાછા આપણે પૂછીએ કે કેમ મોડું થયું ભાઈ ? તો કહેશે કે પાણી કયા ટાઈમે આવે છે સાહેબ ? હવે દૂધ ન આવે તો ચાહ કેવી રીતે બને ? અને ચાહ પીધા વગર કોલેજ કેમનું અવાય ? ચાહ પીધા વગર આવેલો અધ્યાપક કેવું ભણાવે ? હે સાહેબ પછી વિદ્યાર્થીઓનું પરિણામ ખરાબ આવે તો તમે તો અમને જ ખખડાવવાના ને ? 
‘ સાહેબ આપ તો જાણો જ છો ને કે હું તો પ્રાચીન આશ્રમવ્યવસ્થા પ્રમાણે જ શિક્ષણ આપવામાં માનું છું .જ્ઞાનપ્રિય શિષ્યવૃંદ હંમેશા મને વીંટળાયેલું જ રહે છે ,વિશેષમાં એમની જ્ઞાનતૃષા એ હદે વધતી જાય છે કે મારે એ સંતોષવી જ પડે છે . આ જ્ઞાનપિપાસુ વિધાર્થીઓને મારાં ઘરે તરછોડી હું કોલેજ આવું તો સાહેબ તમને ગમશે ? ’
પોતાનાં કોલેજ મોડાં આવવાના સંદર્ભ અધ્યાપકશ્રીએ લાંબુ બચાવનામુ રજુ વૈતાલે વિક્રમને રાબેતા મુજબ પૂછ્યું કે ‘ હે વિક્રમ આવી પરિસ્થિતિમાં તું એ કોલેજનો આચાર્ય હોય તો તારો નિર્ણય શો હોય ? ’
વિક્રમ આજે વૈતાલને જવાબ આપવાના કોઈ મુડમાં ન હતો પણ વૈતાલનો પ્રશ્ન સાંભળી તે જીવનમાં પહેલીવાર ગુસ્સે થયો અને કહ્યું કે તારે મને ગાળ દેવી હોય કે અડબોથ મારવી હોય તો મારી લે પણ હું આચાર્ય હોઉં તો એ શબ્દો પાછા ખેંચી લે !
વૈતાલે , વિક્રમ તું આચાર્ય હોય તો જેવાં શબ્દો પાછા ખેંચી લીધાં અને પછી વિક્રમે જવાબ આપ્યો . 
‘ હે વૈતાલ આ સ્થિતિમાં હું થિએટરના માલિક ,તેના ડોરકીપર , { ફિલ્મનો શો રાત્રે રાખવા બદલ } ,દૂધવાળાને અને તેની ભેંસને તથા લાગતી-વળગતી નગરપાલિકા( પાણી મોડું આપવા બદલ ) કારણદર્શક નોટીસ આપું ’ અધ્યાપકને હું બાઇજ્જત બરી કરું ! આટલું બોલી ખુદ વિક્રમ મડદું બની સિદ્ધવડ પર લટકી ગયો .

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ