અડાસનો હત્યાકાંડ


અરુણ વાઘેલા
આઝાદીના જંગનો યુવા રંગ : અડાસના શહીદોની દાસ્તાન
ભારતના આઝાદીના જંગમાં ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો ગણાય છે .કેટકેટલી ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી છે ઓગસ્ટ . ૯ ઓગસ્ટ હિન્દ છોડો આંદોલનનો પ્રારંભ , ૧૫મી ઓગસ્ટે આઝાદી વગેરે ,પણ ઓગસ્ટ મહિનાની ૧૮ તારીખે અને ૧૯૪૨ના વર્ષે ખેડા જીલ્લાના અડાસ ગામે બનેલી રક્તરંજિત ઘટનાથી કદાચ ગુજરાત એટલું પરિચિત નથી . તો આવા એક લોહિયાળ ઇતિહાસનો પરિચય કરીએ ને ? સન ૧૯૪૨મા ૮ ઓગસ્ટના રોજ મુંબઈથી મહાત્મા ગાંધીએ હિન્દ છોડોનું બ્યુગલ ફૂંક્યું . ગાંધીજીએ કરેંગે યા મરેંગે અને અંગ્રેજો ભારત છોડોના આહ્વાન સાથે હિન્દ છોડો આંદોલનની શરૂઆત કરી અને આબાલવૃદ્ધ સહુ નીકળી પડ્યા દેશના આઝાદીના જંગની છેલ્લી લડતમાં અંગ્રેજોને ભારતમાંથી ખદેડવા માટે . 
“ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ ,
 અણદીઠી ભોમ પર યૌવન માંડે આંખ “ ના જુસ્સાવાળા યુવાનો તેમાંથી શીદ બાકાત રહે ! ઘટના જાણે કે એમ હતી કે વડોદરાની શાળા-કોલેજોમાં ભણતા ૩૪ વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધીનો હિન્દ છોડોનો સંદેશ ગામડાઓ સુધી પહોચાડવા ખેડા જીલ્લામાં પગપાળા નીકળી પડ્યા હતા . વંદે માતરમ , ઇન્કલાબ જિંદાબાદ અને યે શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવે જેવા સુત્રો અને કાવ્ય પંક્તિઓ લલકારતા ,તેઓ કિસાનો અને સામાન્ય નાગરિકોને જાગ્રત કરતા આગળ વધી રહ્યા હતા.યુવાનોએ ખાદીના કપડા અને ખાદીની ટોપીઓ પહેરી હતી . એ એમનો ગુનો બનવાનો હતો . બાજવા , રણોલી , વડોદ , ગોપાલપુરા , જહાંગીરપુરા થઇ આણંદ પહોચી તેમણે નગરની શેરીઓ ગજવી મૂકી .યુવાનો તેમનો રાષ્ટ્રધર્મ બજવી રહ્યા હતા તો સ્થાનિક પ્રશાસન અને પોલીસ તેમની પેરવીમાં હતા . સ્થાનિક લોકોએ યુવાનોને પરત વડોદરા ન જવા અને રાત રોકાઈ જવા વિનતી કરી પણ યુવાનો પરત જવા મક્કમ હતા .તેમણે અડાસ સ્ટેશનથી ટ્રેન પકડી . ટ્રેનમાં તેમની સાથે કેટલાક પોલીસો પણ ચડી બેઠા . પોલીસો કાઈ ગોરા પોલીસ ન હતા , કાળા અંગ્રેજો હતા . પોલીસની નજર યુવાનો પર પડી અને તમે ટ્રેનના પાટા ઉથલાવવા આવ્યા છો , તમે તારના દોરડા કાપવા આવ્યા છો , ઠહરો કહીને યુવાનો પાછળ પોલીસે દોટ મૂકી . યુવાનો ધરપકડથી બચવા પાછળની તરફ પાટા પર ઉતરી , તારની વાડ કુદી ખેતરમાં ભાગ્યા . પોલીસે યુવાનોની પૂંઠ પકડી .આસપાસના ખેતરોમાં નાસભાગ મચી ગઈ . તરત જ કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વિના પોલીસે અંધાધુંધ ગોળીબાર શરુ કર્યો .લોહી તરસી બંદુકોની ગોળીઓએ જુવાનોના શરીરમાંથી લાલ ચટક રક્તના ફુવારા ઉડાડવા માંડ્યા ત્રણ યુવાનો તો ખેતરમાં જ શહીદ થઇ ગયા . ગોળીબારના અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા પણ અંગ્રેજોની વફાદાર પોલીસે તેમને યુવાનો પાસે ઢુંકવા પણ ન દીધા . ઘાયલ યુવાનો પાણી ..પાણીનો પોકાર કરતા રહ્યા પણ પાણી પણ નસીબ ન થયું . આખી ઘટનામાં ૨૦ વર્ષના રમણભાઈ પુરુષોત્તમદાસ પટેલ ( ધર્મજ ) ,૨૩ વર્ષના રતિલાલ ગોરધનદાસ પટેલ ( ભાદરણ ) , ૨૦ વર્ષનો મોહનભાઈ મગનભાઈ પટેલ ( દહેગામ ) તુલશીદાસ સાંકળચંદ મોદી ઉમર વર્ષ ૨૧ અને ૨૦ વર્ષના મણીભાઈ પુરસોત્તમદાસ ( ચાણસ્મા )નામના પાંચ નવલોહિયાઓ શહીદ થઇ ચુક્યા હતા જેમાં ત્રણ યુવાનો તત્કાલ અને બે યુવાનો દવાખાને લઈ જતા રસ્તામાં શહીદ થયા હતા .ગોળીબારમાં હાથ -પગ કાપવો પડ્યો હોય તેવા બે દાખલાઓ બન્યા હતા તો એક યુવાનને ગોળી વાગવાથી તેની ડાબી આંખ કાયમ માટે નકામી બની ચુકી હતી .૨૩ યુવાનો લાઠીચાર્જમાં વધતે ઓછે અંશે ઘવાયા હતા ઘાયલોની દવાખાનામાં કોઈ ખબર અંતર પુન્છી શકે , દવા અને ફળફળાદી ન આપી શકે તેની પણ સ્થાનિક તંત્રે પાબંધી ફરમાવી હતી . સરકારી પાબંધીની એસીતૈસી કરી ઘાયલો માટે સહાનુભુતિ બતાવનારાઓની ધરપકડ થયાના દાખલાઓ પણ બન્યા હતા 
અડાસના ગોળીબારમાં શહીદ થયેલા યુવાનો આર્થિક રીતે તદન સામાન્ય સ્થિતિમાંથી આવતા હતા , પરિવારને તેમની કારકિર્દી માટે બહુ આશા અને અરમાનો હતા . દીકરાઓ મોટા થઈ ઘરનો બોજ ઓછો કરશેની ખેવના રાખતા હતા . તેઓ ભલે તેમના કુટુંબની આશાઓ સંતોષવા નિષ્ફળ રહ્યા પરંતુ રાષ્ટ્રવાદની કસોટીમાં તો શત પ્રતિશત પાસ થયા હતા . અડાસના આ ગોઝારા હત્યાકાંડના તણખા અને પડઘા આખા ગુજરાતમાં પડ્યા હતા . બાહુબળથી યુવાનોને દબાવવા માંગતા બ્રિટીશ તંત્ર સામે તેમનો જુસ્સો અને ગુસ્સો સ્પ્રીગની જેમ ઉછળીને બહાર આવ્યો હતો . અંગ્રેજોને ખબર પડી ચુકી હતી કે
 “ નથી કાઈ પરવા દફન કે દહનની , 
નથી કાઈ પરવા કબર કે કફનની , 
નથી કાઈ પરવા બદનના જતનની , 
મને એક પરવા છે બસ મારા વતનની ”જેવી ફનાગીરીની ભાવનાવાળા દેશને હવે લાંબો સમય ગુલામ રાખી નહિ શકાય અને ૧૯૪૭ માં આઝાદીનું અરુણું પ્રભાત ઉગ્યું . તેમાં અડાસના શહીદોની દાસ્તાન શુક્ર્તારકની જેમ ચમકી રહી છે .અડાસ ગામમાં શહીદ સ્મારક બન્યું છે જ્યાં વાર તહેવારે નેતાઓ અને વહીવટી અધિકારીઓ શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા આવે છે પણ આટલું પુરતું નથી . અડાસના ગોળીબારની ઘટના ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ છે ત્યાં સ્થાયી અને ભવ્ય સંગ્રહાલયની રચના દ્રારા યુવાન શહીદોના ત્યાગ અને બલિદાનની ગાથા દેશ 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ