Posts

Showing posts from January, 2018

ગુજરાતના પહેલા મહિલા સમાજશાસ્ત્રી :ડો.તારાબેન પટેલ(૧૯૧૮-૨૦૦૭)

ગુજરાતના પહેલા મહિલા સમાજશાસ્ત્રી :ડો.તારાબેન પટેલ(૧૯૧૮-૨૦૦૭ ) આજથી ૬૦-૭૦ વર્ષ પહેલા ગુજરાતમાં કોઈ કલ્પના પણ કરી શકે કે ચરોતરના પાટીદારની દીકરી વિદેશમાં ભણવા જાય કે પીએચ....

ઇતિહાસ કાવ્ય

"ઇતિહાસ તો હર પીઢી લિખેગી, બાર બાર પેશ હોંગે મરે હુયે,ઝીદો કી અદાલત મેં, હાર પહનને કે લિયે, કભી ફૂલો કે કભી કાંટો કે, સમય કી કોઇ આખરી અદાલત નહીં હોતી, ઔર ઇતિહાસ કભી આખરી બાર નહીં લ...

આચાર્ય આનંદશંકર ધ્રુવ

આચાર્ય આનંદશંકર ધ્રુવ(૧૮૬૯-૧૯૪૨) આજે ૨૨ જાન્યુ. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ દિવસ.અમદાવાદમાં જન્મેલા આનંદશંકરે  એમ.એ,એલ.એલ.બી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.૧૮૯૩માં  અમદાવાદની ગુજરાત કોલેજથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે શૈક્ષણિક કારકિર્દી  શરુ કરનાર પ્રોફે.ધ્રુવ ૧૯૩૬મા બનારસ વિશ્વ વિધાલયના ઉપકુલપતિ પદે  પણ રહ્યા હતા. ગુજરાતના વિદ્યાજગતમાં તેઓ "સુદર્શન "અને "વસંત" જેવા સાહિત્યિક સામયિકોના તંત્રી તરીકે જાણીતા છે તો "આપણો ધર્મ","હિંદુ ધર્મની બાળપોથી","હિંદુ (વેદ) ધર્મ","સાહિત્ય વિચાર" ,"કાવ્યતત્વ વિચાર" ,"દિગ્દર્શન","વિચાર માધુરી" જેવા અનેક ચિંતન ગ્રંથો તેમણે લખ્યા છે.ભારતીય તત્વજ્ઞાન પરિષદ અને ગુજરાત સાહિત્ય પરિષદ જેવી અનેક પરિષદો અને સંસ્થાઓના  તેઓ પ્રમુખ પણ રહ્યા હતા.ગુજરાતી પ્રજાએ એક સ્વતંત્ર યુનિવર્સીટી સ્થાપવાનું કામ જાતે ઊપાડી લેવું જોઈએ તેવા આહવાન સાથે ગુજરાત યુનિ,ની સ્થાપનાનું બીડું પણ તેમણે ઉઠાવ્યું  હતું. તેઓ ગુજરાત યુનિ.ના સ્વપ્નદ્રષ્ટાઓ  પૈકીના એક હતા.સ્ત્રી શિક્ષણ વિષે પ...

મહાનાયિકા :સાવિત્રીબાઈ ફૂલે(૧૮૩૧-૧૮૯૭)

                          મહાનાયિકા :સાવિત્રીબાઈ ફૂલે(૧૮૩૧-૧૮૯૭) .૧૯માં સૈકાના મહાનાયિકા , ભારતમાં પહેલી પેઢીના નારીવાદી કર્મશીલ અને મરાઠીના આદ્ય કવયિત્રી સાવિત્રીબી ફૂલેનો આજે જન્મ દિવસ છે.મહારાષ્ટ્રના નયગાવમાં જન્મેલા સાવિત્રીબાઈના લગ્ન ૯ વર્ષની વયે ભાવિ સુધારક જોતિબા ફૂલે સાથે થયા હતા.લગ્ન પછી જોતિબાએ તેમને ભણાવ્યા એટલું જ નહિ ૧૮૪૮માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ નિયુક્ત કર્યા .પણ તે જમાનામાં શિક્ષકા  સાવિત્રીબાઈની સફર આસાન ન હતી .ઘરથી શાળાએ જતા તેમના પર રૂઢિચુસ્તો ગદકી,છાણ -મળ-મૂત્ર વગેરે  ફેંકતા તેમને જવાબ આપવા તેઓ  બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય તો શાળાએ જઈ બીજી પહેરી શકાય.આ સંઘર્ષયાત્રાએ સાવિત્રીબાઈને સુધારક બનાવ્યા પતિના સધીયારામાં બાળલગ્ન,બાળલગ્ન,વિધવાઓની કફોડી સ્થિતિ,વિધવા વિવાહની મનાઈ,અસ્પૃશ્યતા  વગેરે જેવા લિંગ અને જ્ઞાતિને આધારે ચાલતા સામાજિક દુષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો.વિધવાઓએ ફરજીયાત માથું મુન...

લાલશંકર ઉમિયાશંકર

                          દેવ મુનસુફ:લાલશંકર ઉમિયાશંકર [૧૮૪૫-૧૯૧૨] ૨૩ ઓગસ્ટ ગુજરાતના ઊંચા ગજાના સમાજ સુધારક લાલશંકર ઉમિયાશંકરનો જન્મ દિવસ છે મૂળ અમદાવાદના પણ  મોસાળ નારદીપુર[કલોલ]માં જન્મેલા લાલશંકરનું ભણતર અમદાવાદ અને મુંબઈમાં થયું .પિતાની ઈચ્છા વિરુદ્ધ અંગ્રેજી શીખ્યા.એલ્ફીન્સ્ન્ટ  કોલેજના સીનીયર વિદ્યાર્થીઓની  સ્કોલરશીપની ગણિતની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી હતી ૧૮૬૫મા મેટ્રિક થયા મદ્રાસ જઈ ફર્સ્ટ એક્ઝામિનેશન ઇન આર્ટસની પરીક્ષા પાસ કરી તે પછી ગુજરાત કોલેજમાં ગણિત શિક્ષક બન્યા .૧૮૭૩મા હાઈકોર્ટ પ્લીડર અને સબજજની પરીક્ષા પાસ કરી જજ તરીકે   પંઢરપુર ,નાસિક અને ગુજરાતમાં ઘણે ઠેકાણે નિમાયા .વ્યવસાયી કારકિર્દી ઉપરાંત તેમની સામાજિક પ્રવુંતીઓ પણ ઘણી રસપ્રદ અને પ્રેરણાદાયી છે બાળલગ્ન નાબુદી ,વિધવા પુન:લગ્ન ,કન્યા કેળવણી ,ગ્રંથાલયો અને વાન્ચનાલયો ઉભા કરવા,દુષ્કાળ રાહત વગેરે ક્ષેત્રે તેમનું સીધું યોગદાન રહ્યું હતું .એવું જ લેખન ક્ષેત્રે પણ ."અં...

પંચમહાલના નાયકાઓનું કોઈ રણીધણી ખરું?

પંચમહાલના નાયકાઓનું   કોઈ રણીધણી ખરું? ગુજરાતમાં ચુંટણીની મોસમ સોળે કળાએ ખીલી છે જાતિ-ધર્મ,સાંપ્રદાયિકતા અને બીજી અનેક પ્રકારની સોગઠાબાજી પણ સમાંતર ચાલી રહી છે ,પણ તેમાં બળિયાના બે ભાગના શક્તિ પદર્શનમાં નાની અને લઘુમતી જ્ઞાતિઓનું તો કોઈ વજુદ જ દેખાતું નથી ઉદા.તરીકે  પંચમહાલની નાયક જાતિ.મધ્ય ગુજરાતમાં અંદાજે ત્રણ લાખ અને આખા ગુજરાતમાં સાડા ચાર લાખથી વધુ નાયક આદિવાસીઓ વસે છે. આ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં નાયકોના ત્યાગ અને બલિદાનોનો ગુજરાતમાં તો જોટો જડે તેમ નથી મેં લખેલા પુસ્તક “ વિસરાયેલા શહીદો-પંચમહાલના નાયક આદિવાસીઓનો આઝાદીનો જંગ ” (૨૦૧૧,૨૦૧૬)નો હવાલો આપી કહું તો ૧૮૨૬થી અંગ્રેજો સામે જંગ ખેલી રહેલી નાયક પ્રજાએ ૧૮૬૮ સુધીમાં સેંકડોની સંખ્યામાં શહીદો આપ્યા છે. જોરિયા પરમેશ્વર,રૂપસિંહ નાયક,ગલાલ નાયક,બાબર નાયક વગેરેના ત્યાગ,બલિદાન અને સર્મપણનો ઈતિહાસ અખિલ ભારત સ્તરના ઈતિહાસમાં સ્થાન પામે તેવો છે પણ કમનસીબે તેમ થઇ શક્યું નથી કે નથી તેમના ઈતિહાસને આઝાદીના સંગ્રામમાં યાદ કરાતો .તેનું કારણ આ પ્રજાની ગરીબાઈ,નિરક્ષરતા અને નેતૃત્વનો અભાવ છે.૧૯૬૨થી આજ સુધી નાયકાઓમાં માત્ર એક ધા...