જયકુમાર શુકલ
અલવિદા જયકુમાર શુક્લ ( 1933 - 2020) ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઇતિહાસકારો પૈકીના એક ડોકટર જયકુમાર શુકલએ તાજેતરમાં વિદાય લીધી. દેવગઢ બારિયા ખાતે જન્મેલા જયકુમાર અત્યંત ખંતીલા અધ્યાપક અને સંશોધક હતાં. અમદાવાદની જાણીતી એચ. કે આર્ટ્સ કોલેજમાં વર્ષો સુધી ઇતિહાસના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ રહેલાં શુકલ સાહેબ અત્યંત મૃદુભાષી અને માનવતાવાદી અભિગમ ધરાવતા હતાં. ૧૯૪૨ ની " હિંદ છોડો લડતમાં અમદાવાદનું પ્રદાન " શીર્ષકથી પોતાની ઈતિહાસ સંશોધનયાત્રા શરૂ કરનાર જયકુમારભાઈએ ગુજરાતના ઇતિહાસમાં માતબર અને ગુણવત્તા સભર યોગદાન આપ્યું છે. બેંતાલીસમાં ગુજરાત , બેંતાલીસમાં અમદાવાદ અને ગુજરાતમાં હોમરુલ આંદોલન વગેરે તેમના અણીશુદ્ધ ઈતિહાસ ગ્રંથો છે. તે સિવાય દેશી રાજ્યોનું વિલીનીકરણ, રાષ્ટ્રસમૂહના દેશોનો ઇતિહાસ, મુઘલકાલીન રાજકીય સિદ્ધાંતો ,સોવિયેત રશિયાનો ઈતિહાસ ,અર્વાચીન ઇતિહાસકારો અને તેમનું ઇતિહાસ લેખન , ભારતના રાજ્યો વગેરે પણ તેમના મહત્વપૂર્ણ યોગદાન છે. ...