રણજિતરામ મહેતા
સાહિત્ય પરિષદનાં જન્મદાતા : રણજીતરામ મહેતા (૧૮૮૧ - ૧૯૧૭ ) આજે તારીખ ૨૫ ઓક્ટોબર અને ચિત્રકાર પિકાસો ,, પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા , ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી દારાશા નોસેરવાન અને વાર્તાકાર ,નિબંધકાર અને લોકસાહિત્યના અભ્યાસી એવા રણજીતરામ વાવાભાઈ મહેતાનો જન્મદિવસ અને સાહિત્યકાર સાહિર લુધ્યાનવી અને સ્વાધ્યાય આંદોલનના જનક પાંડુરંગ શાસ્ત્રીની પુણ્યતિથિ છે . સુરતમાં જન્મેલા રણજીતરામ મહેતાએ અભ્યાસ પાલીતાણા અને અમદાવાદમાં કર્યો હતો .અમદાવાદમાં તેમના ઘરે યોજાતી મિત્રોની સાહિત્ય ગોષ્ટીઓ દ્રારા તેમની સાહિત્ય રુચિ ઘડાઈ હતી .રણજીતરામ ૧૯૦૩મા સ્નાતક થઇ ઉમરેઠમાં આચાર્ય તરીકે નિમાયા હતા શિક્ષક માટે હોવા યોગ્ય અવાજનો પોતાને અભાવ લાગતો હોવાથી તે નોકરી છોડી અમદાવાદમાં સ્થાયી થયા હતા . રણજીતરામમાં સાહિત્ય સર્જનની સાથે સંસ્થાકીય પ્રવુતિઓન...