Posts

गुजरात की सांस्कृतिक विरासत : डांग दरबार

गुजरात ओर महाराष्ट्र की सरहद पर स्थित डांग पूर्व मैं एक प्रदेश और आज गुजरात राज्य का एक जिला है।यहाँ आझादी से पहले 14 भील राजा शासन की दौर संभालते थे।उन्हों ने कभी अंग्रेजो से समझौता नही किया था।उनका देवीसिंह शिल्पत नामक गाढवी का राजा तो इतना पराक्रमी था कि अंग्रेज भी डांग के द्रार पर दस्तक देने से पहले पूछते थे is Devisinh Shilpat Steel alive ?।ऐसे बहादुर और स्वमानी लोगो को कुटिलता से ब्रिटिश आधिपत्य मैं लाने हेतु सन 1842-43 मैं डांग दरबार की योजना अमल में आयी थी। करीब 183वर्ष  पूरे हुये और डांग दरबार आज गुजरात की सांस्कृतिक विरासत के रूप में प्रसिद्ध है।

પહેલું પુસ્તક વેચવાના મારા પ્રયાસો

અરુણ વાઘેલા                    ૪. પહેલું પુસ્તક વે(વહેં)ચવાના મારાં પ્રયાસો  પહેલો પ્રેમ , પહેલાં લગ્ન , પહેલું બાળક અને પહેલી નોકરીની જેમ જ પહેલાં પુસ્તકની સર્જન – લેખન પ્રક્રિયા , પ્રકાશન વેળાનો ધખારો કે ઉન્માદ ,પહેલાં પુસ્તકનું પ્રકાશિત થઇ આપણા હાથમાં આવવું વગેરેનો રોમાંચ પણ સાવ નોખો જ હોય છે . મને મારાં ઇતિહાસના પુસ્તકના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય મળેલી . મારું પુસ્તક પ્રકાશિત થતાં વેંત આખું ગુજરાત તેને વધાવી લેશે ,તેની પ્રતો ચપોચપ વેચાઈ જશે અને મારું નવું પુસ્તક કયારે બહાર પડશે તેની ગુજરાત આખું કાગડોળે રાહ જોશે , તેની ચૌરે અને ચૌટે ચર્ચા થશે , દેશની અને વિદેશી ભાષાઓમાં તેનાં અનુવાદો થશે અને મારી સામે વિદ્યાકીય સન્માનોની હારમાળા સર્જાશે ! એવી કલ્પનાઓની હારમાળા હું પારકી આશ સદા નિરાશની જેમ સ્વયંભુ સર્જી દેતો . પુસ્તક લખી નાંખ્યા પછી તેને છપાવવા માટે ટાઈપ કરવું પડે અને એટલે પ્રિન્ટીંગમાં આપવું પડે ! પ્રિન્ટરને આપ્યાં પછી હું ખુબ જ અધીરો બની ગયો હતો . પ્રિન્ટરને ત્યાં દિવસમાં બેવાર આંટા મારતો , મારા આંટાફેરાથી...

કવિતા વિકાસ પરિષદની સભા

૧૩.  કવિતા વિકાસ પરિષદની સભા (હાસ્ય નાટિકા) {પાત્રો : દિલેર દાદરા નગર હવેલીવાલા (કવિતા વિકાસ પરિષદના પ્રમુખશ્રી),કવિ ખુશમિજાજ (મહામંત્રી,કવિતા વિકાસ પરિષદ),કવિતાકારો:આતુર અમદાબાદી , ફાયર હૈદ્રાબાદી ,જુનૈદ ઝુનઝુનવાલા ,ઉસ્તાદઅલીખાં અને યુવા કવિયત્રી શૃંગારરત્ના તથા બીજા ૧૨૦ કવિઓ(જેમાં કવિતા વિકાસ પરિષદના ૫૬ ઉપપ્રમુખો , ઝોન મુજબ ચાર-ચાર સહમંત્રીઓ , એક ખજાનચી અને ૬૦ કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે .) પોતપોતાનાં થેલામાં ઠાંસી ઠાંસીને ભરેલી કવિતાઓથી સુસજ્જ છે .} સ્થળ : મહાનગર , માનવવસતિથી સેંકડો માઈલ દુર નિર્જન વગડો  (સુત્રોચ્ચાર સાથે ટોળાનું આગમન થાય છે .) ‘ બંધ , કરો ,બંધ કરો ,........ ગુજરાતી કવિતાની મજાક બંધ કરો ’ ‘ સાહિત્ય સમાજનું દર્પણ છે ....., દર્પણ છે ....દર્પણ છે ’ ‘ સમાજમાં કવિતાને સન્માનજનક સ્થાન કોણ અપાવશે ?, અમે અપાવીશું , અમે અપાવીશું  ’ ( શોરબકોર ધીમો થતાં) યુવા કવિ ખુશમિજાજ : આ આપણા પ્રમુખ દાદરા નગર હવેલીવાળા કેમ હજુ દેખાતા નથી ? કવિ આતુર અમદાબાદી : અનિયમિત આવવા માટે તેઓ ઘણાં નિયમિત છે . ખુશમિજાજ : એક કવિ થઇ કવિતા વિકાસ પરિષદના પ્રમુખ વિષે આવું અશોભનીય ન બોલાય !...

કોઈપણ પુસ્તકના શરૂઆતના પાના

                                                        અરુણ વાઘેલા              કોઈપણ પુસ્તકના શરૂઆતના પાનાં  લેખનું શીર્ષક ‘ શરૂઆતના પાનાં ’ એટલે જેમાં પુસ્તકની મુખ્ય વાંચનસામગ્રીનો સમાવેશ થતો નથી તેવાં પાનાં સમજવા . (વાચક તરીકે તમને લાગે કે વોટ્સએપ યુગમાં અને અનુકોરોના સમયમાં વાંચવાની વાત તો દુર રહી પુસ્તકો કે ગ્રંથાલયો સામે જોવાની પણ કોઈને ફુરસદ નથી ત્યારે હું આવી વાત કેમ કરી રહ્યો છું , પણ ઇતિહાસના અધ્યાપક તરીકે મારું માનવું છે કે સાંપ્રત સાથે લાગુ ન પડે તેમ ન લાગે તો તેવી બાબતોમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સમજવું.) કોઈપણ પુસ્તકના આવા પાનામાં પુસ્તકનું પૂંઠું , પ્રકાશકનું નામ , કોપીરાઈટ ,કીમત ,અર્પણપત્રિકા , લેખકનું નિવેદન , કોઈએ શરમના માર્યા પ્રસ્તાવના લખી હોય તો તે વગેરેનો સમાવેશ થાય .હવે વિગતવાર જોઈએ . પ્રાચીન સંસ્કૃત સાહિત્ય વિષે કહેવાય છે કે તેમાં કર્તા મોટેભાગે પોતાનું નામ અજ્ઞાત રાખતા અને જ્ઞાનસર્જન...

સાભાર પરત ,હાસ્યલેખ

                     અરુણ વાઘેલા                        સાભાર પરત     સરકારી કર્મચારીઓએ તેમના નવા પગારધોરણ અને એરિયર્સની અને કોઈ નવયુવાને તેની પ્રેયસીની રાહ નહિ જોઈ એટલી મે એની જોઈ હતી .મને લાગ્યું કે એ સમય રંગેચંગે આવી પહોચ્યો છે .ખુદા કે ઘર દેર હૈ પર અંધેર નહિ હૈ ની વાતમાં મારો વિશ્વાસ વધવા લાગ્યો .આટલી વાત પછી કોઈ સરકારી નોકરીયાતને લાગશે કે આ ભાઈ પગારવધારા કે સરકારે જાહેર કરેલાં મોંઘવારીના હપ્તાની વાત કરતો હશે ?કોઈ યુવાન મારામાં જુલિયેટ , વિજાણંદ કે મજનું શોધવાનો પ્રયત્ન કરશે .કોઈ પરણેલો પુરુષ પત્નીનું પિયરગમન સમજી બેસશે .તો કોઈ સાહિત્યિક સંસ્થાઓના પુરસ્કારની પ્રક્રિયાને નહિ સમજી શકેલો નવોદિત સાહિત્યકાર મને કોઈ સાહિત્યિક ઇનામ-ફીનામ મળવાનું હશે એમ માની લેશે .પણ આવું કશું જ ન હતું મે ઘણા સમય પહેલાં સાહિત્યના સામયિકમાં પ્રકાશન માટે મોકલેલા લેખ છપાવાનો છે કે નહિ તેના હાં કે ના નો જવાબ આવવાનો હતો , એ વખતે બોર્ડર ફિલ્મના સૈનિકોએ ડાકિયાની રાહ જોઈ ન હતી એથી વધુ રા...

તમારે વિદ્વાન થવું છે ?હાસ્યલેખ

                   અરુણ વાઘેલા                   તમારે વિદ્વાન થવું છે ? અનાદિકાળથી માનવજીવનની વિશેષતા રહી છે કે ,આ દુનિયાનો પ્રત્યેક માણસ કોઈને કોઈ મહત્વાકાંક્ષા સાથે જીવે છે . જેમાં બેફામ પૈસા કમાવવાની , અમર્યાદિત સત્તા હાંસલ કરવાની આકાંક્ષાઓ બહુ જ સામાન્ય છે . ઉદા.તરીકે હું અબજોપતિ બની જાઉં !, મારાં બંગલામાં ચાર-પાંચ લક્ઝુરીયસ ગાડીઓ પડી હોય અને દરેક ગાડીનો નોખો ડ્રાઈવર હોય , અમદાવાદ એરપોર્ટ પર મારું પ્રાઇવેટ જેટ અને મારાં ઘરના ધાબાં પર મારું હેલિકોપ્ટર પાર્ક થયેલું હોય , હું કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હોઉં અને દિવસમાં ત્રણ વાર પ્રધાનમંત્રી મને ફોન કરી મારું માર્ગદર્શન માંગે તથા હું ધારું ત્યારે સરકાર ગબડાવી શકું અને ઈચ્છું ત્યારે સરકારનું ગઠન પણ કરી શકું .(બિલકુલ નીતિશકુમારની જેમ !) વગેરે વગેરે . એનું કારણ આપણા સહુમાં લિયો ટોલ્સટોયની વાર્તા ‘ How much land does a man need (એક માણસને કેટલી જમીન જોઈએ ?)’ નો લાલચુ પાહોમ પડેલો છે . ઉપરની એષણાઓ સાથે સાંપ્રતમાં જ્ઞાની કે વિદ્વાન ગણાવાની કે ખપ...

Bhilodi Ramayana in Cultural Context

Bhilod i  Ramayana  in  Cultural  C ontext (A) Introduction : In the beginning of 20th century many institutional activities began aiming at upliftment of Harijans and Tribals in the ‘Bhil Seva Mandal' was established in December 1922 at Dahod with the purpose of upliftment of tribals living in the adjoining areas. The founder of this organization was Shri Amrutlal Thakkar, who was popularly known as Thakkarbapa in Gujarat. Shri Maganlal Mehta, an enthusiastic volunteer of the mandal, composed a tale called "Baba Ram's story" (Baba Ramni Varta). Later on, it became popular as "Bhilodi Ramanayana" among Bhils. Therefore, it will be referred to as "Bhilodi Ramayana" in this article. The main aim of this article is to evaluate the cultural context of Bhilodi Ramayana. Keeping in view the main aim it has been divided into following three sections: i) The contemporary circumstances during the composition of Bhilodi Ramayana. ii) Content of Bhi...