મોરારજી દેસાઈ
રાજપુરુષ : મોરારજી દેસાઈ ( ૧૮૯૬ - ૧૯૯૫ ) આજે તારીખ ૨૯ ફેબ્રુઆરી અને અંગ્રેજી મહિના પ્રમાણે દર ચાર વર્ષે જેઓની જન્મતારીખ આવે છે તેવા મોરારજી દેસાઈ ,ભારતના પ્રથમ એડવોકેટ જનરલ જમશેદજી બહેરામજી કાંગા અને ખિસ્તી વડા ધર્મગુરુ પોપ જોન પોલ ત્રીજાનો જન્મદિન છે. વલસાડ જીલ્લાના ભડેલી ગામે જન્મેલા મોરારજી રણછોડજી દેસાઈએ સાવરકુંડલા ,વલસાડ અને મુંબઈની વિલ્સન કોલેજથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું .તેઓની વ્યવસાયી અને રાજકીય કારકિર્દી ગોધરામાં ડેપ્યુટી કલેકટર ,મુંબઈ સરકારમાં પ્રધાન , કેન્દ્ર સરકારમાં વેપાર-નાણા પ્રધાન , ભારતના નાણાપ્રધાન અને ભારતના વડાપ્રધાન સુધી રહી હતી. મોરારજી દેસાઈ ૧૯૩૦માં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા . દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો . આઝાદી પછી ભારતના રાજકારણમાં મોખરાનું સ્થાન ધરાવતા મોરારજી દેસાઈએ ડિસે .૧૯૬૯મા અલગ કોંગ્રેસ અને ૧૯૭૭મા જનતા પક્ષની રચના કરી હતી . વચ્ચે ગુજરાતના અલગ રાજ્યની રચના સામે ઉપવાસ પર પણ ઉતર્યા હતા . ...