ભૂપત બહારવટિયો
એક હતો ભૂપત : ભૂપત બહારવટિયો ( ૧૯૨૨ - ૧૯૯૬ ) આજે તારીખ ૩૧ જાન્યુઆરી અને ગુજરાતના ઇતિહાસમાં દંતકથા સમા બહારવટિયા ભૂપત મેરૂજી બૂબ ઉર્ફે ભૂપત બહારવટિયાનો જન્મદિન અને કવિ મકરંદ દવે અને ગાયિકા તથા અભિનેત્રી સુરૈયાની પુણ્યતિથિ છે . ગાયકવાડી પ્રાંત અમરેલીના બરવાળા બાવીસી ગામે જન્મેલા ભુપતસિંહનો બાહ્ય દેખાવ એકવડિયું શરીર ,પાણીદાર - ખુન્નસથી ભરેલી આંખોવાળો હતો . ક્રિકેટ અને રમત- ગમતમાં અત્યંત રુચિ ધરાવતા નિશાનબાજીમાં પ્રવીણ ભૂપત માટે એમ કહેવાતું કે તે બે અશ્વો પર એક એક પગ રાખી સવારી કરી શકતો . તેણે જૂનાગઢની આરઝી હકુમત આંદોલનમાં પણ ભાગ લીધો હતો . ૧૯૪૮મા સૌરાષ્ટ્રમાં ઢેબર સરકાર આવ્યા પછી થયેલા જમીન સુધારણામાં ભૂપતની બહારવટાના બીજ પડેલા હતા . વટ ,વચન અને વ્યવહાર માટે બહારવટિયો બનેલો ભૂપત સોરઠી બહારવટિયાઓની પરમ્પરામાં ચોરી-છુપી નહી જાસો મોકલી બહાર...