કાકાસાહેબ કાલેલકર
સવાઈ ગુજરાતી : કાકાસાહેબ કાલેલકર (૧૮૮૫ -૧૯૮૧ ) આજે પહેલી ડીસેમ્બર અને પરમવીરચક્ર વિજેતા મેજર શૈતાનસિંહ ,ક્રાંતિકારી રાજા મહેન્દ્ર પ્રતાપ અને સવાઈ ગુજરાતી તરીકે જાણીતા બનેલા કાકાસાહેબ કાલેલકરનો જન્મદિવસ છે . દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રમાં સતારામાં થયો હતો અનેક ઠેકાણે શિક્ષણ મેળવતા તેઓ આખરે ગાંધીપ્રભાવમાં ગુજરાત વિદ્યાપીઠમાં સ્થાયી થયા હતા . ગુજરાતમાં રચનાત્મક પ્રવુતિઓ અને રાષ્ટ્રીય સંગ્રામ નિમિત્તે મહાત્મા ગાંધીની સમાંતર કામ કરી તેમની સૌથી નજીકના વ્યક્તિ બન્યા હતા . ગુજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબે ગુજરાત મહાવિદ્યાલયના આચાર્ય ,કુલનાયક તરીકેની જવાબદારી કુશળતાપૂર્વક વહન કરી હતી . કાકાસાહેબ ગુજરાતમાં તેમના સાહિત્ય સર્જનો અને પત્રકારત્વના લીધે વિશેષ જાણીતા બન્યા હતા ...