દિ ગ્રેટ શો મેન:રાજકપૂર (૧૯૨૪-૧૯૮૮) આજે તારીખ ૧૪ ડીસેમ્બર અને ફ્રેંચ ભવિષ્યવેત્તા નોસ્ત્રાડોમસ ( ૧૫૦૩ -૧૫૬૬ ) અને હિન્દી ચિત્રપટ જગતના સીમા સ્તમ્ભરૂપ અભિનેતા,દિગ્દર્શક અને નિર્માતા રાજકપૂરનો આજે જન્મદિવસ છે. જન્મ પાકિસ્તાનના પેશાવરમાં અભ્યાસ પેશાવર,દહેરાદુન,કલકતા અને મુંબઈ એમ અનેક ઠેકાણે.પિતા પૃથ્વીરાજ કપૂરને દીકરા રાજ તરફથી વિશેષ ઉમ્મીદ ન હતી . રાજકપૂરે ૧૯૩૫માં "ઇન્કલાબ"થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી,૧૯૪૯માં ફિલ્મ "આગ"નું નિર્માણ કરી સૌથી નાની વયના નિર્દેશક બન્યા અને આર.કે.સ્ટુડિયોનું નિર્માણ પણ કર્યું તે પછી તો અનાડી,જિસ દેશમાં ગંગા બહતી હૈ ,સંગમ,મેરા નામ જોકર,આવારા,શ્રી ૪૨૦,બોબી,સત્યમ,શિવમ,સુન્દરમ,પ્ રેમ રોગ,રામ તેરી ગંગા મૈલી જેવી અનેક ફિલ્મોમાં અભિનય અને નિર્દેશન કર્યું . મહાન માણસો કદી સરળ ન હોય તે ન્યાયે તેઓ પોતાના નાયક-નાયિકાઓ અને ભાઈઓ સુદ્ધા સાથે કામ કરતી વખતે અત્યંત કઠોર રહેતા અને તેનું જ પરિણામ રાજક...