શ્રી એચ.એમ .પટેલ [૧૯૦૪-૧૯૯૩] મૂળ ચરોતરી પાટીદાર ,વતન ધર્મજ પણ મુંબઈમાં જન્મેલા હીરુભાઇ મુળજીભાઈ પટેલ (એચ.એમ .પટેલ)નો આજે ૨૭ ઓગસ્ટના રોજ જન્મ થયો હતો. પિતા શિક્ષક ઉપરાંત મિલકતની દલાલી પણ કરતાં મુળજીભાઈનું ઘર મુંબઈમાં અતિથિઓનું આશ્રયસ્થાન હતું .એચ.એમ પટેલનું શિક્ષણ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ ,પેટલાદમાં મોતીભાઈ અમીન પાસે અને ઈંગ્લેન્ડમાં થયું હતું.તેઓ ૧૯૨૬માં આઈ.સી.એસ થઇ સિંધના લારખાનામાં આસી.કલેકટર તરીકે નીમાયા. તેમની વહીવટી પ્રગતિ મુંબઈ સરકારમાં નાયબ નાણાં સચિવ,ભારત સરકારમાં ટ્રેડ કમિશ્નર ,જોઈન્ટ સેક્રેટરી તરીકે રહી હતી .આઝાદી બાદ પ્રથમ ભારતીય કેબિનેટ સેક્રેટરી બન્યા હતા.એચ.એમ પટેલે દેશના ભાગલા પછી અસ્ક્યામંતો ,જવાબદારીઓ ,અને લશ્કરી દળોની કુનેહપૂર્વક ,સમયસર અને સફળતાપૂર્વક વહેચણી કરી. ૧૯૫૯માં નિવૃત થયા પછી ૧૯૬૨મા વિદ્યાનગરના સરપંચ બન્યા .સ્વતંત્ર પક્ષની સ્થાપના થતાં તેમાં જોડાયા. ૧૯૬૭ની લોકસભાની ચુંટણી હાર્યા પણ ધાંગધ્રાના રાજાના આગ્રહથી ત્યાંથી ચુંટણી લડી વિધાનસભામાં પ્રવેશ્ય...