Posts

Showing posts from January, 2021

ભુપત બહારવટિયો

એક હતો ભૂપત  : ભૂપત બહારવટિયો                           ( ૧૯૨૨ - ૧૯૯૬ ) આજે તારીખ ૩૧ જાન્યુઆરી અને ગુજરાતના ઇતિહાસમાં દંતકથા સમા  બહારવટિયા ભૂપત મેરૂજી બૂબ  ઉર્ફે ભૂપત બહારવટિયાનો જન્મદિન અને કવિ મકરંદ દવે અને ગાયિકા તથા અભિનેત્રી સુરૈયાની પુણ્યતિથિ છે .  ગાયકવાડી પ્રાંત અમરેલીના બરવાળા બાવીસી ગામે જન્મેલા ભુપતસિંહનો બાહ્ય દેખાવ એકવડિયું શરીર ,પાણીદાર - ખુન્નસથી ભરેલી આંખોવાળો હતો . ક્રિકેટ અને રમત- ગમતમાં અત્યંત રુચિ ધરાવતા , નિશાનબાજીમાં પ્રવીણ  ભૂપત માટે એમ કહેવાતું કે તે બે અશ્વો પર એક એક  પગ રાખી સવારી કરી શકતો . તેણે જૂનાગઢની આરઝી હકુમત આંદોલનમાં પણ ભાગ લીધો હતો . ૧૯૪૮મા સૌરાષ્ટ્રમાં ઢેબર સરકાર આવ્યા પછી થયેલા  જમીન સુધારણામાં ભૂપતની બહારવટાના બીજ પડેલા હતા . વટ ,વચન અને વ્યવહાર માટે બહારવટિયો બનેલો ભૂપત સોરઠી બહારવટિયાઓની પરમ્પરામાં ચોરી-છુપી નહી  જાસો મોકલી બહારવટું કરતો પણ તેના ખોફ્માંથી મહિલાઓ અને નિર્દોષો બાકાત રહેતા . અલબત્ત તેના અત્યાચારનો ભોગ કિસાનો અને વ્યાપારીઓ વ...

મહેશ કનોડિયા

કાદવમાં  ખીલેલું કમળ : મહેશ કનોડિયા                 ( ૧૯૩૭ - ૨૦૨૦ ) આજે તારીખ ૨૭ જાન્યુઆરી અને મુનિ જિનવિજયજી , સાહિત્યકાર નવનીતભાઈ મદ્રાસી જનરલ એ. એસ . વૈધ અને સંગીતકાર મહેશ કનોડિયાનો જન્મદિવસ તથા અભિનેતા ભારત ભૂષણ અને પૂર્વ રાષ્ટ્રપતિ આર . વેંકટરામનની પુણ્યતિથિ છે .  માતા -પિતાના સાત સંતાનો પૈકીના એક મહેશભાઈનો જન્મ  પાટણ જીલ્લાના કનોડા ગામે અને  શિક્ષણ અમદાવાદમાં લીધું હતું . કારમો જીવન સંઘર્ષ કરતાં , પડોશીઓના ઘરે રેડિયો સાંભળતા મહેશ કનોડિયાએ સ્ટેજ પરફોર્મન્સ આપવા શરુ કર્યા હતાં .  ૨૬ જેટલાં અવાજમાં ગાઈ શકતા મહેશભાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં અવાજનો જાદુ પાથર્યો હતો . વેણીએ આવ્યાં ફૂલ ,વણજારી વાવ , તમે રે ચંપો ને અમે કેળ , મેરુ માલણ ,જોગ - સંજોગ , સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવી અનેક ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ છોટા આદમી , હસીના માન જાયેગી , રફુ ચક્કર અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે . ગરબા , લોકસાહિત્ય અને આલ્બમોમાં પણ તેમણે સંગીત પીરસ્યું છે .  ૪ દાયકાની સંગીતકાર તરીકેની કારકિર્દીમાં મહેશ કનો...

રમણલાલ સોની

બહુમુખી પ્રતિભા  : રમણલાલ સોની (૧૯૦૮ - ૨૦૦૬ ) સ્વતંત્રતા સૈનિક,બાળસાહિત્યકાર અને  ચરિત્રકાર  રમણલાલ પિતામ્બરદાસ સોની પુરાતત્વવિદ  કનૈયાલાલ દવે ,સ્વતંત્રતા સૈનિક ચારુમતી યૌદ્ધા ,રમાબાઈ રાનડે અને રસાયણશાસ્ત્રી રોબર્ટ બોઈલનો આજે જન્મદિન તથા સ્વામિ આંનદ અને અભિનેત્રી પદ્મારાણીની પુણ્યતિથિ   છે. મોડાસા તાલુકાના કોકાપુર ગામે જન્મેલા રમણલાલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોડાસામાં અને સ્નાતક સુધીનું આગ્રા  યુનિ.માંથી લીધું હતું.રમણલાલ આઝાદીના આન્દોલનમાં સક્રિય થઇ જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૪૫મા મોડાસા હાઇસ્કુલમાં શિક્ષક અને આચાર્ય બન્યા પણ સાહિત્ય અને કિસાન-દલિત સમસ્યાઓ માટે નોકરી છોડી એ ક્ષેત્રોમાં સક્રિય થયા.આઝાદી પછી મુંબઈ ધારાસભાના સભ્ય પણ બન્યા હતા.જાહેરજીવન જેટલું જ બલ્કે  તેથી વિશેષ યોગદાન  બાળસાહિત્યના ક્ષેત્રે રહ્યું છે .બાળ કાવ્યો,બાળનાટકો ,બાળ વાર્તાઓના ક્ષેત્રે તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે "રમણ સોનીના બાળકાવ્યો",છબીલોલાલ,ભગવો ઝંડો,ઇસપની બાળવાર્તા,ગલબા શિયાળના પરાક્રમો,ગલબા શિયાળની બત્રીસ વાતો,જગતના ઇતિહાસની વીરકથાઓ ,રામરાજ્યના મોતી  જેવ...

કમલ ગુહા

લોકનેતા :કમલ ગુહા ( ૧૯૨૮ - ૨૦૦૭ ) આજે તારીખ ૨૦ જાન્યુઆરી અને બંગલાના ઝુઝારું નેતા કમલ કાન્તી ગુહાનો જન્મદિવસ છે . કુચબિહારના દીન્હાતમાં જન્મેલા કમલ ગુહા પર નેતાજી સુભાષચંદ્ર બોઝના વિચારોનો ઊંડો પ્રભાવ હતો .પરિણામે વિદ્યાર્થી કાળથી જ સુભાષ બાબુના ફોરવર્ડ બ્લોકમાં સક્રિય થયા હતા . ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક વતી દીન્હાતા વિધાનસભા મત વિસ્તારથી ચુંટણી લડી કમલ ગુહા ૮ વખત  ધારાસભ્ય બન્યા હતા .તેઓ ૧૯૬૨ ,૧૯૮૨  ,૧૯૭૭ અને ૨૦૦૧મા રાજ્ય મંત્રીમંડળમાં મંત્રી પણ બન્યા હતા ખેતી ,ઈજનેરી અને જાહેર આરોગ્ય જેવા ખાતાઓની કમલ ગુહાની કામગીરી ઘણી વખણાઇ હતી .પક્ષમાં રહેવા છતાં તેઓ સમૂહ હિતો માટે પક્ષની અંદર પણ લડતા રહેતા હતા .  ગેરકાયદેસર ભરતી ,શાળા અને વિદ્યુત બોર્ડના પ્રશ્નો માટે તેમને ફોરવર્ડની સામે પણ બાંયો ચડાવી હતી .તીન બીઘા ચળવળ અને ગ્રેટર કુચ બિહારના મુદ્દે તેમને પક્ષ સાથે ત્રીવ મતભેદો ઉભા થયા હતા .છતાં તેમનું એટલું જ પ્રદાન બંગાળમાં ફોરવર્ડ બ્લોકનું સંગઠન અને જનાધાર તૈયાર કરવામાં રહ્યું હતું .  ઉત્તર બંગાળમાં તો તેઓ ફોરવર્ડ બ્લોકના સીમાસ્તમ્ભ કહેવાતા હતા .બંગલામાં લોકનેતાનું બિરુદ પામે...

એમ.જી.રામચંદ્રન

એમ.જી.આર : એમ.જી .રામચન્દ્રન ( ૧૯૧૭ -૧૯૮૭ ) આજે અમેરિકન ક્રાંતિના થિંક ટેંક બેન્જામીન ફ્રેન્કલીન અને  એમ.જી.આરના ટૂંકા નામે પ્રસિદ્ધ થયેલા મરુધર ગોપાલન રામચન્દ્રનનો જન્મદિવસ છે . શ્રીલંકાના કેન્ડીમાં જન્મેલા રામચન્દ્રનનો પરિવાર મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતો .તેઓની પહેલી ઓળખ અભિનેતા તરીકેની  છે . ૧૯૩૬મા સાથી લીલાવથી ફિલ્મથી ફિલ્મોમાં પ્રવેશ કરનાર એમ.જી.આર ૧૯૫૦માં મન્થીરકુમારી ફિલ્મ દ્રારા તમિલ ફિલ્મોમાં પ્રકાશમાં આવ્યા હતા .તે પછી એક પછી એક ૪૦ ફિલ્મો કરી અને તમિલ ફિલ્મોમાં દબદબો જમાવ્યો હતો . ૧૯૭૨મા તેમને ફિલ્મ ફેર એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો . તમિલ ફિલ્મોના ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતાના પાયા પર તેઓ રાજનીતિમાં સક્રિય થયા હતા .ડી.એમ.કે પક્ષનાના સભ્ય ,ધારાસભ્ય ,એ.આઈ.ડી.એમ.કે ( ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ )પક્ષની સ્થાપના અને તમિલનાડુના મુખ્યમંત્રી વગેરે એમ.જી.આરની રાજકીય વિકાસવસ્થાઓ હતી .તેઓ પહેલા અભિનેતા હતા જેઓ મુખ્યમંત્રી બન્યા હોય !  તેમના મુખ્યમંત્રી કાળ ( ૧૯૭૭-૧૯૮૭ ) દરમિયાન કન્યાઓ માટે સ્કુલ બસ અને મધ્યાન્હ ભોજન યોજનાઓ અસ્તિત્વમાં આવી હતી . લોકકલ્યાણકારી યોજનાઓને કારણે એમ...

રાજેન્દ્રલાલ મિત્રા

ભારતશાસ્ત્રી:રાજેન્દ્રલાલ મિત્રા (૧૮૨૪-૧૮૯૧)           ૧૭૮૪ માં બંગાળ બ્રાંચ ઓફ રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના પછી પછી ભારતના પ્રાચીન વારસાને શોધવા માટેના શાસ્ત્રીય ઢબના પ્રયાસો શરૂ થયા.જે "ભારતશાસ્ત્ર "કે "ઇન્ડોલોજી "તરીકે ઓળખાય છે.એમાં યુરોપિયન સંશોધકો પછી તરત પહેલું નામ રાજેન્દ્રલાલ મિત્રાનું આવે છે .  કોલકાતામાં જન્મેલા રાજેન્દ્રલાલે શરૂનું શિક્ષણ ત્યાં જ લઇ ઉચ્ચ શિક્ષણ લેવાના નિષ્ઠાભર્યા પ્રયત્નો કર્યા હતા પણ કોઈ ઔપચારિક પદવી મેળવી શક્યા ન હતા. વકીલાતનું ભણતર પણ અધરું છોડ્યું હતું.  મિત્રા પ્રાચીન ભારતના મોટા ચાહક હતા.છતાં ઈતિહાસ અને પ્રાચીન ભારતીય સાહિત્ય પરત્વે તેઓનો સશોધનનો અભિગમ શાસ્ત્રીય અને તર્કબુદ્ધિવાદી હતો.તેઓ બંગાળી ઉપરાંત ફારસી,સંસ્કૃત,હિન્દી ,ઉર્દુ અને અંગ્રેજી પર હથોટી ધરાવતા હતાં. એશિયાટિક સોસાયટીના ગ્રંથપાલ હોવાના નાતે તેમને સંશોધન-લેખનનો વ્યાપક અવકાશ પ્રાપ્ત થયો હતો.પરિણામે  ૧ .Antiquities of orissa (2 vols.) 2.buddhgaya : the heritage of sakyamuni  3 indo-aryans ( 2 vols.)           જેવાં પુસ્તક...

પ્રિયબાલા શાહ

સંસ્કૃતિવિદ :પ્રિયબાળા શાહ (૧૯૨૦ -૨૦૧૧ ) આજ તારીખ  ૧૩ જાન્યુઆરીના રોજ ગુજરાત-ભારતના ઘણા જાણીતા સંશોધક ડોકટર પ્રિયબાળાબેન જીવણલાલ શાહનો જન્મદિવસ છે . અમદાવાદમાં જન્મેલા પ્રિયબાળા શાહે શિક્ષણ અમદાવાદમાં જ લીધું હતું ૧૯૫૦મા "વિષ્ણુધર્મોત્તર પુરાણ "શીર્ષકથી પીએચ.ડીની પાડવી હાંસલ કરી હતી .ગુજરાતી ,હિન્દી ,સંસ્કૃત ,અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓ જાણતા પ્રિયબાળા શાહે દિ સન ઈમેજીસ શીર્ષક તળે ડી.લિટ્ટની ડિગ્રી પણ મેળવી હતી . ઉચ્ચ સંશોધન માટે તેઓએ દેશ-વિદેશમાં ગહન અધ્યયન અને ચિંતન કર્યું હતું .તેમની જ્ઞાનપિપાસાની પશંસા યુરોપીય વિદ્વાનોએ પણ કરી હતી . વ્યવસાયી રીતે પ્રિયબાળાબેન અમદાવાદની રામાનંદ કોલેજ ( આજની એચ .કે .કોલેજ )અને રાજકોટની વીરબાઈ કોલેજમાં આચાર્ય રહ્યા હતા . પ્રિયબાળા શાહે શ્રી વિષ્ણુધર્મોત્તર ,પથ્થર બોલે છે ,શ્રી અને સંસ્કૃતિ ,ચાંદલો -બિંદી -તિલક ,ટેમ્પલસ ઓફ ગુજરાત ટ્રેડીશનલ વેર ઓફ ઇન્ડિયન વુમન ,હિંદુ મૂર્તિ વિધાન ,તિબેટ ,,જૈન મૂર્તિ વિધાન જેવા ૧૭ થી વધુ પુસ્તકો લખ્યા છે .તેમના  સંપાદિત પુસ્તકોની સંખ્યા પણ ૧૦ કરતા વધુ છે . સીદી ,સાદી અને રસપ્રદ શૈલીમાં લખાણ એ તેમના લેખનની વિશેષત...

વી.એસ.ખાંડેકર

 જ્ઞાનપીઠ વિજેતા વી.એસ .ખાંડેકર ( ૧૮૯૮ - ૧૯૭૬ )             આજે તારીખ ૧૧ જાન્યુઆરી અને  સરલાદેવી સારાભાઇ , એલેકઝાંન્ડર હેમિલ્ટન ,કૈલાશ સત્યાર્થી .કુન્દનિકા કાપડિયા અને મરાઠી સાહિત્યકાર વિષ્ણુ સખારામ ખાંડેકરનો જન્મદિવસ છે .             મરાઠી ભાષાના  પહેલા જ્ઞાનપીઠ વિજેતાનો જન્મ મહારાષ્ટ્રમાં સાંગલી ખાતે થયો હતો .શાળાજીવનથી ખાંડેકર ને નાટકો અને સર્જનાત્મક સાહિત્યમાં રૂચી હતી .બચપણમાં નાટકોમાં તેઓ અભિનય પણ કરતા હતા .             વિષ્ણુ ખાંડેકરે શાળામાં શિક્ષક તરીકે પણ વર્ષો સુધી કામ કર્યું હતું .સાહિત્ય સર્જન ક્ષેત્રે તેમણે નવલકથા ,નિબંધ ,નાટકો ,વાર્તાઓ અને વિવેચન લેખો પર પોતાની કલમ ચલાવી હતી .             યયાતિ ,ઉલ્કા ,હદયાચી હાક , કૌચવધ ,કંચન મૃગ ,પહિલે પ્રેમ ,અમૃત વેલ અશ્રુ , તીસરા પ્રહર ,જીવન શિલ્પી , મંદાકિની ,વામન મલ્હાર જોશી : વ્યક્તિ -વિચાર ,વાયુ લહરી વગેરે ખાંડેકરની જાણીતી કૃતિઓ છે .            તેમના લલિત નિબંધો તેની ભ...

લોર્ડ એકટન

     ઇતિહાસકાર : લોર્ડ એકટન ( ૧૮૩૪ - ૧૯૦૨ )  આજે તારીખ ૧૦ જાન્યુઆરી અને યુરોપના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર એડવર્ડ દલબર્ગ એકટન ,સાહિત્યકાર અકબરઅલી જસદણવાળા અને અગ્રણી અર્થશાસ્ત્રી જહોન મથાઈનો જન્મદિવસ  અને જાણીતા કવિ ઇન્દુલાલ ગાંધીની પુણ્યતિથિ છે .  જર્મનીના નેપલ્સમાં જન્મેલા એકટનનો ચુસ્ત કેથોલિક વાતાવરણમાં ઉછરેથયો હોવા છતાં  ધાર્મિક બાબતે ઘણા ઉદાર હતા .કિશોરાવસ્થામાં મુક્ત વિચારસરણીના પુરસ્કર્તા ડોલીન્જરના માર્ગદર્શન અને પ્રભાવમાં તેમનું ઘડતર થયું હતું . તત્કાલીન સામયિકોમાં એક્ટને વૈજ્ઞાનિક અને મુક્ત વિચારસરણીને લગતા લેખો લખી પોતાની ભાવી ઇતિહાસકાર તરીકેની પૃષ્ઠભૂમિનો અણસાર આપી દીધો હતો .તેમણે ધર્મ અને વિજ્ઞાન બંનેને સત્યની શોધ કરતા અને પરસ્પર વિરોધી નહિ પરંતુ પુરક ગણાવી વિજ્ઞાન મારફત લોકોમાં ફેલાવાતી સાચી સમજનો દેવળે વિરોધ ન કરવો જોઈએ તેવી નવતર વિચારણા પ્રસ્તુત કરી હતી . ખિસ્તી રૂઢિચુસ્તોના ભયંકર વિરોધો વચ્ચે પણ એક્ટને પોતાના ઉદાર અને માનવતાવાદી વિચારો વહેતા રાખ્યા હતા . તેમણે  " દિ રેમ્બલર " અને " દિહોમ એન્ડ ફોરેઇન રીવ્યુ "જેવા સામયિકોમાં  અનેક લે...

જાનકીદેવી બજાજ

     જાનકી દેવી બજાજ ( ૧૮૯૩ -૧૯૭૯ ) આજે તારીખ ૭ જાન્યુઆરીના રોજ સ્વતંત્રતા સૈનિક જાનકી દેવી બજાજ ,અભિનેતા ચંદ્રકાંત ગોખલેનો જન્મદિવસ અને શંકરલાલ બેન્કર તથા ભીલ સેવક લક્ષ્મીદાસ શ્રીકાંતની પુણ્યતિથિ છે .  મધ્યપ્રદેશના જાવરામાં વૈષ્ણવ પરિવારમાં જન્મેલા જાનકી દેવી બજાજનો  લગ્ન ૮ વર્ષની વયે જમનાલાલ બજાજ સાથે થયા હતા .  " મહાત્મા ગાંધીના પાંચમા પુત્ર " જમનાલાલ બજાજના પ્રભાવમાં ગાંધીવાદી વિચારોનું અનુસરણ શરુ કર્યું .ઘરેણા ,વૈભવી જીવન ,ઘૂંઘટપ્રથાને તિલાંજલિ આપી ખાદી અપનાવી ,ખાદી કાંતતા પણ શીખ્યા હતા . વર્ધામાં વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી .રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો . જાનકી દેવીએ ખાદી ,ચરખા ,અસ્પૃસ્યતા નિવારણ ,હરિજનોનો મંદિર પ્રવેશ ,સ્ત્રી શિક્ષણ અને ગૌ સેવાને પોતાનું વિશેષ કાર્યક્ષેત્ર બનાવ્યું હતું . ભારતમાં  દલિતો માટે પારિવારિક મંદિરો  અને ઘરના રસોડા તો સહુપ્રથમ વખત બજાજ પરિવારે ખુલ્લા કર્યા હતા . જાનકી દેવીએ પોતાના સંતાનોને પણ સાદાઈ અને સયમના પાઠ શીખવ્યા હતા .આઝાદી પછી પણ તેઓની રાષ્ટ્રનિર્માણની પ્રવુતિઓ ચાલુ રહી હતી...