Posts

Showing posts from March, 2020

ઉત્પલ દત્ત

      અભિનેતા ઉત્પલ દત્ત (૧૯૨૯ - ૧૯૯૩)            આજે અભિનેતા, નિર્માતા અને પટકથા લેખક ઉત્પલ દત્તનો જન્મદિવસ છે.            આજના બાંગ્લાદેશનાં બારિસાલ ખાતે જન્મેલા ઉત્પલ દત્ત બારિસાલ કોલકાતા યુનિવર્સિટીનાં સ્નાતક અને ગૌહાટી યુનિ.ના અનુસ્નાતક હતાં. સ્થાનિક સમાચારપત્રમાં  રિપોર્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. અંગેજીના શિક્ષક પણ થયા.સાથે બંગાળી નાટકો પણ તેમનો પસંદગીનો વિષય રહ્યો હતો.૧૯૪૯ માં લિટલ થિયેટર ગ્રૂપની સ્થાપના કરી હતી.કલ્લોલ, લુહા મનોબ, તાઇનાર ટોલાર,મહા વિદ્રોહ જેવા નાટકો કર્યા. તેમનાં નાટકોનો પ્રધાન વિષય સામ્યવાદ પ્રચાર રહ્યો છે.            નાટકમાં અભિનય દરમિયાન  નિર્માતા મધુ બોઝ પ્રભાવિત થયા અને ફિલ્મોનો રસ્તો પ્રશસ્ત થયો. ઉત્પલ દત્ત તે પછી ૪૦ વર્ષની કારકર્દીમાં ૧૦૦ ઉપરાંત બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. તેમાં ભુવન શોમ, આંગતુક, બ્રીઝી, ગોલમાલ,રંગ બિરંગી,ગુડ્ડી,નરમ ગરમ, શૌકીન પ્રમુખ ફિલ્મો છે. દત્તે ફિલ્મોમાં વિલન અને નાયકની ભૂમિકા પણ અદા કરી છે.   ...

સાપુરજી સકલાતવાલા

      સાપુરજી સક્લાતવાલા  ( ૧૮૭૪ - ૧૯૩૬ )          આજે તારીખ ૨૮ માર્ચ અને ક્રિકેટર પોલી ઉમરીગર , દિ મધરના કર્તા રશિયન સાહિત્યકાર મેક્સિમ ગોર્કી અને ભારતીય રાજનીતિજ્ઞ સાપુરજી સક્લાતવાલાનો જન્મદિવસ છે.          સાપુરજી સક્લાતવાલાનો જન્મ વેપારી પિતાને ત્યાં મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો.સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા ,બેરિસ્ટર થયા અને વકીલાત શરુ કરી.તાતા  કંપનીમાં કામ શરુ કર્યું બ્રિટન ગયા ઇંગ્લેન્ડમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને સંગઠિત કર્યા .૧૯૦૭માં બ્રિટીશ મહિલા સાથે લગ્ન કર્યા  અને ૧૯૦૯માં માન્ચેસ્ટરમાં સ્વતંત્ર મજુર પક્ષમાં સક્રિય થયા .          સાપુરજીને ૧૯૧૭ની રશિયાની બોલ્શેવિક ક્રાંતિએ ખાસ્સા પ્રભાવિત કર્યા હતા.દરમિયાન વિશ્વભરના સામ્યવાદી વિચારકો સાથે સંપર્કમાં આવ્યા .ભારતીય હોમ રુલ લીગના સભ્ય પણ બન્યા .૧૯૨૧મા કમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ગ્રેટ બ્રિટન સ્થાપી તેના નેજા નીચે બ્રિટીશ ધારાસભાના ત્રીજા એથનિક ભારતીય બન્યા . તેમની પહેલા દાદાભાઈ નવરોજી અને મનચેરજી ભાવનગરી આ પદ પર હતા.૧૯૨૯મા ધાર...

હેમંત દેસાઈ

        ઈંગિત : હેમંત દેસાઈ ( ૧૯૩૪ - ૨૦૧૧ ) " સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું , અહી હાર્યા પછીથી એ રમતનો સાર પામું છું ! " આ પંક્તિના કર્તા અને જાણીતા કવિ શ્રી હેમંત દેસાઈનો આજે જન્મદિવસ છે .        દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા ખાતે જન્મેલા હેમંત દેસાઈએ વિનયન સ્નાતક ,અનુસ્નાતક અને પીએચ.ડી સુધી અભ્યાસ કર્યો હતો .તેઓની વ્યવસાયી કારકિર્દી શાળામાં શિક્ષક અને કોલેજમાં અધ્યાપક સુધી રહી હતી.         ગુજરાતી સાહિત્ય સર્જન ક્ષેત્રે કવિતા સર્જન અને વિવેચનને જ પોતાનું ખાસ લેખન ક્ષેત્ર બનાવનાર હેમંત દેસાઈએ ઈંગિત ,મહેક નજરોની ગહેક સપનાની ,સોનલ મૃગ જેવા કાવ્ય ગ્રંથો અને અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિ નિરૂપણ ,કવિતાની સમજ અને શબ્દાશ્રય જેવા વિવેચનના ગ્રંથો રચ્યા છે .             હેમંત દેસાઈની સાહિત્ય સર્જન પ્રવુતિઓનું કુમાર ચંદ્રક ,કલાપી એવોર્ડ ,રમણલાલ જોશી પારિતોષિક વગેરેથી સન્માન થયું હતું .તેઓ કવિલોક સામયિકના તંત્રી , ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને મધ્યસ્થ સમિતિના સભ્ય પણ રહ્યા હતા .   ...

કવિ છોટમ

છોટમ  : છોટાલાલ કાળીદાસ ત્રવાડી               ( ૧૮૧૨ - ૧૮૮૫ )           આજે તારીખ ૨૪ માર્ચના રોજ ૧૯મા સૈકાના ગુજરાતના સંત કવિ છોટાલાલ કાળીદાસ ત્રવાડી ઉર્ફે કવિ છોટ્મનો જન્મદિન અને કવિ લલિત ,  બૌદ્ધ સાહિત્યના આંતરરાષ્ટ્રીય વિદ્વાન વેણી માધવ બરુવા , બ્રિટીશ રાજ્યશાસ્ત્રી હેરાલ્ડ લાસ્કી અને ૧૬મા સૈકાના ઈંગ્લેન્ડના વિશ્વ વિખ્યાત રાણી એલિઝાબેથ પહેલાનો નિર્વાણ દિવસ છે .          આજના આણંદ જીલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ ગામે  કવિ છોટ્મનો  જન્મ થયો હતો .તેમના પૂર્વજોએ મલાતજ ગામ વસાવ્યું હતું . કવિ છોટ્મે ૧૭ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતા , નાના ભાંડુઓની જવાબદારી તેમના શિરે આવી પડી હતી .કૌટુંબિક જવાબદારીઓ અદા કરવા  તલાટીની નોકરી કરી હતી .         કવિ છોટ્મ જ્ઞાન યોગ અને ભક્તિ યોગના ઉપાસક હતા .તેમનું જીવન ઘડતર સંત પુરુશોત્તમના સાન્નિધ્યમાં થયું હતું . લોકબોલીના આ કવિએ ૪૦૦ ઉપરાંત પદ ,૩૫ જ્ઞાન કાવ્યો અને ૨૦ આખ્યાનોની રચના કરી હતી .કવિ છોટ્મનું સમગ્ર સાહિત્ય...

સુંદરમ

કવિ અને વાર્તાકાર સુન્દરમ (૧૯૦૮-૧૯૯૧) "તને  મૈ ઝંખી છે, યુગોથી દીઠેલા પ્રખર સહરાની તરસથી "    જેવા અમર ગુજરાતી  પ્રણય કાવ્યના કવિ અને વિશ્વ સાહિત્યમાં બિરાજે તેવી "ખોલકી"વાર્તાના સર્જક સુન્દરમનો આજે જન્મ દિવસ છે.       મુળનામ ત્રિભુવનદાસ પૂરૂશોત્તમદાસ લુહાર અને જન્મ ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના મીયામાંતર ગામે.પ્રારંભિક શિક્ષણ મીયામાંતર,આમોદમાં લઇ ગુજરાત વિદ્યાપીઠથી સ્નાતક થયા હતા.ભાષા વિશારદ પણ થયા અને સોનગઢમાં અધ્યાપન શરુ કર્યું.      સુંદરમની પછીની પ્રવુતિઓ અમદાવાદ જ્યોતિસંઘ અને અરવિંદ આશ્રમ પોન્ડેચેરીમાં રહી હતી.તેમના વ્યક્તિત્વ અને સર્જન પર ગાંધી અને અરવિંદનો ગાઢ પ્રભાવ હતો.કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો,કાવ્યમંગલા,વસુધા ,યાત્રા અને રંગ-રંગ વાદળિયા તેમના કાવ્ય ગ્રંથો અને હીરાકણી અને બીજી વાતો,પિયાસી તથા ઉન્નયન તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે.            "અર્વાચીન કવિતા"નામનો સુન્દરમનો વિવેચન ગ્રંથ ગુજરાતી સાહિત્યનો પ્રમાણિત વિવેચન ગ્રંથ ગણાય છે.સુન્દરમે વાસંતી પૂર્ણિમા,ચિદબરા,પાવકને પંથે,દક્ષિણા...

કલ્પના ચાવલા

અંતરીક્ષની પરી: કલ્પના ચાવલા (૧૯૬૨..૨૦૦૩)             આજ તારીખ ૧૭ માર્ચ મુઘલ બાદશાહ હુમાયુ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાન અને અંતરીક્ષ પરી કલ્પના ચાવલાનો જન્મ દિવસ છે.              રાકેશ શર્મા પછીના બીજા ભારતીય અને ભારતના પહેલાં મહિલા  અંતરિક્ષ યાત્રી કલ્પનાનો જન્મ હરિયાણાના કરનાલમાં થયો હતો. ચાર ભાઈ .. બહેનોમાં સૌથી નાના કલ્પનાનું હુલામણું નામ મોન્ટુ હતું.પિતા કલ્પનાને ડોક્ટર કે શિક્ષક બનાવવા ઇચ્છતા હતાં જ્યારે તેઓ અંતરિક્ષ ભ્રમણની કલ્પના કરતાં રહેતાં.           કરનાલમાં સ્કુલીંગ અને ચંદીગઢથી ઇજનેરીનો અભ્યાસ કરી ૧૯૮૨ માં અમેરિકાની યુનિ. ઓફ ટેકસાસથી એરોસ્પેશ એન્જીનીયરિંગમાં  પદવી અને ૧૯૮૮ માં પીએચ. ડી ની ડીગ્રી મેળવી હતી.૧૯૮૮ માં નાસા સાથે જોડાયા,૧૯૯૧ માં અમેરિકન નાગરિક બન્યાં. કલ્પના ચાવલા એ તેમની પહેલી અંતરીક્ષ યાત્રા ૧૯ નવે.૧૯૯૭માં  થઈ. લગભગ ૧૦.૪ મિલિયન માઈલ  અંતર અને ૩૭૨ થી વધુ કલાકો  સ્પેશમાં રહ્યાં. પરંતુ તેમની ૨૦૦૩ માં કરેલી બીજી અંતરીક્ષ યાત્રા ...

આંધ્રના જનક

આંધ્રના પિતા : પોટ્ટી શ્રીરામુલું ( ૧૯૦૧ - ૧૯૫૨ ) " જો મારી પાસે શ્રીરામુલું જેવાં ૧૧ વધુ સ્વતંત્રતા સૈનિકો હોય તો હું એક વર્ષમાં આઝાદી મેળવી લઉં"           આ શબ્દો મહાત્મા ગાંધીએ આંધપ્રદેશના જુજારું નેતા પૉટ્ટી શ્રીરામુલું માટે ઉચ્ચાર્યા હતાં. આજે તેમનો જન્મદિવસ છે. જૂનાં મદ્રાસ પ્રાંતના નેલ્લોર જિલ્લામાં જન્મેલાં મદ્રાસમાં સેનેટરી એન્જીનિયરિંગનો અભ્યાસ કરી ગ્રેટ ઇન્ડિયન પેનીનસુલાર રેલવેમાં નોકરીમાં જોડાયાં હતાં.        ૧૯૨૮માં પત્ની અને નવજાત શિશુનું અવસાન પછી નોકરી છોડી આઝાદીના જંગમાં ઝંપલાવ્યું.તે પછી મીઠા સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ, હિંદ છોડો આંદોલન જેવી પ્રવુતિઓ ઉપરાંત ગાંધીવાદી રચનાત્મક કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું. ઘણીવાર  જેલમાં પણ ગયા હતા.           આઝાદી પછી તેઓ ગ્રામ પુનઃ નિર્માણ, દલિતોનો મંદિરપ્રવેશ અને આધ્રના નવા રાજયની રચના માટે સક્રિય થયાં હતાં.આંધ્રનું ભાષાના ધોરણે નવું રાજ્ય રચાવું જોઇએ તેવી માંગ સાથે પોટ્ટી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા. ૧૫ ડીસે.૧૯૫૨ ના રોજ ઉપવાસ દરમિયાન જ તેમનું અવસાન થયુ...

કાંશીરામ

માન્યવર : કાંશીરામ ( ૧૯૩૪ - ૨૦૦૬ ) " જિસકી જીતની સંખ્યા ભારી , ઉતની ઉસકી હિસ્સેદારી " અને  " જો બહુજન કી બાત કરેગા ,  વો દિલ્હી પર રાજ કરેગા " જેવા સુત્રો દ્રારા ભારતીય રાજનીતિમાં બહુજન વિચારધારાનો પ્રભાવ પાથરનાર બહુજન નાયક શ્રી કાંશીરામનો આજે ૧૫ માર્ચના રોજ  જન્મદિવસ છે . પંજાબના ખવાસપુર ખાતે રૈદાસી , રામદાસિયા શીખ પરિવારમાં જન્મેલા કાંશીરામના નિરક્ષર પિતાએ પોતાના આ સૌથી મોટા  સંતાનને વિજ્ઞાનના સ્નાતક સુધી ભણાવ્યા હતા  બાબાસાહેબ આંબેડકરથી ગાઢ રીતે પ્રભાવિત રહેલા કાંશીરામે દલિત-શોષિત સમાજ સંઘર્ષ સમિતિની સ્થાપના દ્રારા જાહેરજીવનની શરૂઆત કરી હતી . ૧૯૭૧મા દલિત ઉત્થાનના હેતુસર નોકરી ત્યાગી હતી .૧૯૭૩મા ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરીટી કમ્યુનીટીઝ એમ્પ્લોઇઝ ફેડરેશન ( બામસેફ  )ની રચના દ્રારા તેમણે પછાત વર્ગોમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો .૧૯૮૪મા બહુજન સમાજ પક્ષની સ્થાપના અને વિકાસ પછી તેઓ બહુજન સમાજના નાયક તરીકે ઉભરી આવ્યા હતા .દલિતોના રાજનૈતિક એકીકરણ અને ઉત્થાન માટે જીવનપયર્ન્ત કાર્યરત રહેનાર કાંશીરામે દલિત હક્કોની લડાઈ માટેની મજબુત બુનિયાદ તૈયાર કરી હતી .તે થકી...

કનુ દેસાઈ

 દાંડીકુચના ચિત્રકાર : કનુ દેસાઈ (૧૯૦૭ - ૧૯૮૦)              આજના દિવસે ૧૯૩૦ના વર્ષે દાંડીકૂચનો પ્રારંભ થયો હતો. આજ દાંડીયાત્રાના ચિત્રો કંડારનાર કનુ દેસાઇનો આજે ૧૨ માર્ચના રોજ જન્મદિન પણ છે.              ભરૂચમાં જન્મેલા કનુ દેસાઇનો ઉછેર અમદાવાદમાં થયો હતો.૧૯૨૧માં યોજાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં સ્વયંસેવક તરીકે જોડાઈ જાહેરજીવનમાં પદાર્પણ કર્યું હતું. તેના બીજા જ વર્ષે કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી કળાશિક્ષણ પ્રાપ્ત કર્ય઼ું.૧૯૨૫માં ગુજરાત વિદ્યાપીઠની શિષ્યવૃતિ પર કળાના  વધુ પ્રશિક્ષણ માટે શાંતિનિકેતન ગયા જ્યાં નંદલાલ બોઝ અને રવીન્દ્રનાથ ટાગોરના પ્રભાવમાં આવ્યાં.              ૧૯૩૦માં ગાંધીજીના જીવન માટે મહાભિનિષ્ક્રમણ સમી દાંડીકૂચ શરૂ થતાં તેના ચિત્રો દોર્યા તેનું આલ્બમ કુમાર કાર્યાલય દ્વારા બહાર પડ્યું હતું.જે દાંડીકૂચનું ચિત્રમય દસ્તાવેજીકરણ બન્યું.૧૯૩૮માં હરીપુરામાં યોજાયેલી મહાસભામાં ડેલીગેટ બનવા સાથે અધિવેશન સ્થળને સુશોભિત કરવાનું કામ પણ કનુ દેસાઈએ કર્યું હતું.  ...

ભુપેન ખખ્ખર

પરંપરાભંજક ચિત્રકાર : ભૂપેન ખખ્ખર                ( ૧૯૩૪ - ૨૦૦૩ )           આજે તારીખ ૧૦ માર્ચના રોજ જૂની રંગભૂમિના નટ અને દિગ્દર્શક  માસ્ટર કાસમભાઈ મીર ,એચ.ડી.એફ.સી બેન્કના સ્થાપક હસમુખભાઈ પારેખ ,રશિયાના રાજા ઝાર એલેકઝાંડર ત્રીજા અને ભારતીય કળાજગતના દિગ્ગજ  ચિત્રકાર ભૂપેન ખખ્ખરનો જન્મદિન અને સાવિત્રીબાઈ ફૂલે અને અર્થશાસ્ત્રી કે.ટી .શાહનો નિર્વાણ દિવસ છે .               મુમ્બઈમાં પરંપરાગત કળાકાર કુટુંબમાં સૌથી મોટા સંતાન તરીકે જન્મેલા ભુપેન ખખ્ખરની ચાર વર્ષની વયે પિતાનું અવસાન થયું હતું . તેઓ મુંબઈ યુનિ.થી સ્નાતક થયા હતા અલબત્ત તેઓની સ્વપ્રશિક્ષિત કલાકાર તરીકેની કારકિર્દી તો બહુ મોડી શરુ થઇ હતી.                  પ્રારંભે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહેલા ભૂપેન ખખ્ખર વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં જોડાયા હતા .૧૯૬૫ થી સોલો  ચિત્ર પ્રદર્શન અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોની શરૂઆત કરી હતી .તેઓના ચિત્ર પ્રદર્શનો લંડન ,બર્લિન ,ટોકિ...

અમેરિગો વેશ્યુચી

અમેરિકા નામાભિધાન : અમેરિગો વેશ્યુચી            ( ૧૪૫૪ - ૧૫૨૨ )            અમેરીકા ખંડ પર પહેલો પહોંચનાર ક્રિસ્ટોફર કોલંબસ હતો.પરંતુ  અમેરીકા નામાભિધાન કરવાનું શ્રેય ઇટાલિયન  ભૂગોળવિદ અમેરિગો વેશ્યુચીને ફાળે જાય છે. આજે તેમનો જ્ન્મદિન છે.              ઇટાલીના ફ્લોરેન્સમાં જન્મેલા અમેરિગો જ્યોતિષ અને ભૂગોળવિદ્યામાં ગજબની રુચિ હતી. નાનપણથી જ ગ્લોબ,રેખાચિત્રો અને નકશાઓનો સંગ્રહ કરતો. પરિણામે યુવાવસ્થામાં તો કુશળ નક્શાશાસ્ત્રી બની ચૂકયો હતો.               ૧૪૯૩માં જાનતા વેરાડી નામની વેપારી પેઢીના પરિચય પછી કોલંબસની બીજી સમુદ્રયાત્રામાં સહયોગી બન્યો. વેશ્યુચીએ ઈ.સ ૧૪૯૭થી૧૫૦૫ દરમિયાન થયેલી સમુદ્રયાત્રાઓમાં એશિયા મહાદ્વીપ,શ્રીલંકા અને હિંદ મહાસાગરમાં  મુસાફરીઓ કરી. ફલશ્રુતિરૂપે ૧૫૦૮સુધીમાં સ્પેનનો પ્રમુખ નાવિક બની  વૈજ્ઞાનિક ધોરણે વિશ્વને શોધવાની કવાયત આદરી તેણે જ શોધી કાઢ્યું હતું કે બ્રાઝીલ અને વેસ્ટ ઈન્ડિઝ પૂર્વ એશિયાના ભાગ નથી.     ...

માઈકલ એન્જલો

દૈવી કલાકાર : માઈકલ એન્જલો (૧૪૭૫-૧૫૬૪)              યુરોપિયન નવજાગૃતિકાળના મહાન મૂર્તિકાર,વાસ્તુકાર,ચિત્રકાર અને કવિ માઈકલ એન્જલોનો આજે જન્મ દિવસ છે.              ઇટાલીના ફ્લોરેન્સના ટસ્કની(આજે તે કૈપેરેસ માઈકલ એન્જલો તરીકે જાણીતું છે.) ખાતે જન્મેલા માઈકલ એન્જલોનું આખું નામ માઈકલ એન્જલો ડી લુંડીકીવો બ્યોનેરોત્તી સીમોની હતું.પિતા માઈકલને   બુદ્ધિજીવી બનાવવા માંગતા હતા પણ કિશોર માઈકલનું મન હમેંશા મૂર્તિઓમાં ચોંટેલું રહેતું હતું.                   માઈકલ નવજાગૃતિ સમય દરમિયાન સ્થળાંતરો કરતા આખરે રોમમાં સ્થાયી થયા હતા.કલાકારો અને સાહિત્યકારો સાથે જ્ઞાન વિમર્શ કરતા રહ્યા.મૂર્તિકલામાં ગાંડપણની હદે રસ લઇ જીવનનો એકમાત્ર ધ્યેય મૂર્તિ નિર્માણ પ્રવુતિઓને બનાવ્યું .તેની ખ્યાતિ સાંભળી પોપ દ્રિતીય જુલિયસે રોમમાં પોતાના અંતિમ  વિશ્રામના મકબરા માટે મૂર્તિઓ બનાવવાનું કામ સોંપાયું હતું.પણ વિરોધીઓની કાન ભંભેરણીથી માઈકલને મહેલમાંથી કાઢી મુકવામાં આવ્યો. રાજ્ય અને ધર્મ સંસ્થાનો સધિય...