Posts

Showing posts from December, 2020

શંકરલાલ બેંકર

શંકરલાલ બેન્કર (૧૮૮૯ - ૧૯૮૫ ) આજે તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ ગઝલ સમ્રાટ મિર્ઝા ગાલીબ ,વેદ મંદિરોના સ્થાપક સ્વામિ ગંગેશ્વરનંદ ,હડકવાની રસીના શોધક લુઈ પાશ્વર અને મજુર-ગાંધીવાદી નેતા શંકરલાલ બેન્કરનો જન્મદિવસ તથા કવિ પૂજાલાલ દલવાડી ,અમરીશ પૂરી અને બેનજીર ભુટ્ટોની પુણ્યતિથિ છે . સુરતમાં જન્મેલા શંકરલાલ અનુસ્નાતક થઇ બ્રિટન ગયા હતા .૧૯૧૫મા સ્વદેશ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા હતા .૧૯૧૭-૧૮ ની અમદાવાદના કાપડ મિલ મજદૂરોની  ચળવળથી પોતાની પ્રવુતિઓ શરુ કરનાર શંકરલાલ બેન્કરે રોલેટ સત્યાગ્રહ ,અસહકાર આંદોલન ,હોમરુલ આંદોલન જેવા અનેક આંદોલનોમાં સક્રિય ભૂમિકા અદા કરી હતી . મહાત્મા ગાંધી સંચાલિત યંગ ઇન્ડિયા અને નવજીવન જેવા સામયિકોના સંચાલનમાં તેઓનો મોટો ફાળો હતો .યંગ ઇન્ડિયામાં સરકાર વિરોધી લખાણ લખવા બદલ ગાંધીજીને છ વર્ષની સજા થઇ ત્યારે ગાંધીજીની સાથે બેન્કરને પણ એક વર્ષની સજા થઇ હતી . સ્વતંત્રતા આંદોલનની સમાંતર ચાલતી  ખાદી ,મજુર  ઉત્કર્ષ ,અસ્પુશ્યતાનિવારણ  ,સામાજિક જાગૃતિ જેવી રચનાત્મક પ્રવુંતિઓમાં પણ શંકરલાલ બેન્કર અગ્રેસર ભૂમિકામાં હતા . ગુજરાતમાં જનજાગૃતિના અગ્રદૂત ,સ્વતંત્રતા સૈનિક ...

અટલબિહારી બાજપાઈ

રાજનીતિનું શિખર : અટલબિહારી બાજપાઈ               ( ૧૯૨૪ - ૨૦૧૮ ) આજે ૨૫ ડીસેમ્બર નાતાલ , રાષ્ટ્રીય સુશાસન દિન અને સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી ,પંડિત મદન મોહન માલવિય , સંગીતકાર નૌશાદ , સાહિત્યકાર ધર્મવીર ભારતી  રાજનીતિના શિખર પુરુષ  અટલબિહારી બાજપાઈનો જન્મદિવસ તથા કવિ ઘાયલ અને ચાર્લી ચેપ્લિનનો નિર્વાણદિન છે . મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અધ્યાપક અને કવિ કૃષ્ણ બિહારી બાજપાઈને ત્યાં જન્મેલા અટલજીએ રાજનીતિ શાસ્ત્ર સાથે અનુસ્નાતક કર્યું હતું .જનસંઘ અને ભારતીય જનતા પક્ષના સ્થાપકો પૈકીના એક બાજપાઈ બંને પક્ષોના પ્રમુખ પણ રહ્યાં હતાં . રાષ્ટ્રધર્મ , પાંચજન્ય , સ્વદેશ અને વીર અર્જુન જેવાં અનેક પત્રોનું  તેઓએ સંપાદન પણ કર્યું  હતું .  ૧૦ વખત લોકસભાના સભ્ય , ૨ વાર રાજ્ય સભાના સભ્ય , વિદેશમંત્રી અને  ત્રણ વાર ભારતના વડાપ્રધાન એ અટલજીની રાજકીય પ્રગતિયાત્રા હતી .  યુનોમાં હિન્દીમાં ભાષણ કરનાર તેઓ પ્રથમ વિદેશ મંત્રી હતા . અટલ બિહારી બાજપાઈના જીવનનું ઉજ્જવળ પાસું એટલે  તેઓની કવિતા . મેરી એક્યાવાન કવિતાયે સંગ્રહમાં તેમની કવિતા ગ્રંથ...

મોહમ્મદ રફી

શહેનશાહ - ઈ - તરન્નુમ  : મુહમ્મદ રફી                 ( ૧૯૨૪ - ૧૯૮૦ ) આજે તારીખ ૨૪ ડિસેમ્બરના રોજ ગાંધીવાદી ચિંતક નારાયણ દેસાઈ અને મહાન ગાયક મુહમ્મદ રફીનો જન્મદિવસ તથા  ભારત શોધક વાસ્કો -દ - ગામાનો નિર્વાણ દિવસ છે . પંજાબના અમૃતસર પાસે કોટલા સુલતાનસિંહમાં જન્મેલા મુહમ્મદ રફીને બાલ્યવયમાં ગીત -સંગીતમાં કોઈ રસ ન હતો .પણ પાછળથી એક ફકીરની ગાયકીની નકલ કરતાં ગાવામાં રસ પડ્યો એકવાર કોઈ કારણસર આકાશવાણી , લાહોરમાં કુંદનલાલ સાયગલનો કાર્યક્રમ ન થતાં  ૧૩ વર્ષના  રફીને તક મળી .  પંજાબી ફિલ્મથી પોતાની ગાયકી શરુ કરનાર મુહમ્મદ રફીએ ૧૯૪૬માં પહલે નામ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં ગાવાનું શરુ કર્યું હતું . તે પછી તો અવસાન સુધી  હજારો ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો હતો . શહીદ , મેલા , દુલારી ,બૈજુ બાવરા ,  જંગલી , કાશ્મીર કી ગલી ,ચૌદહવી કા ચાંદ ,  દો બદન , નીલકમલ ,હીરરાંઝા  જેવી અનેક  ફિલ્મોથી  રફી સાહેબના ગીતોથી પણ જાણીતી બની હતી .   પરદેશીઓ સે ન  અંખિયા મિલાના , બહારો ફૂલ બરસાવો ,દિલ કે ઝરુખો મૈ તુઝકો...

જિમ્મી લી જેક્સન

નાગરિક અધિકારોનો શહીદ:જીમ્મી લી જેક્શન                [ ૧ ૯૩૮ - ૧૯૬૫ ] અમેરિકા ભલે વિશ્વનો અતિવિકસિત દેશ ગણાતો હોય છતાં ત્યાં ગત સૈકાના અંત સુધી નાગરિક અધિકારોના મુદ્દે આશાસ્પદ સ્થિતિ ન હતી અમેરિકામાં નાગરિક હક્કોના સંરક્ષણ માટે સેંકડો  લોકોએ બલિદાનો આપ્યા છે આજે એવા એક યુવા જીમ્મી લી જેક્શનનો જન્મ દિવસ છે.અલાબમાં રાજ્યના સીલ્માં પાસેના નાના નગર મેરિયનમાં જીમ્મીનો જન્મ થયો હતો.જીમ્મીએ વિયેતનામ વિરુદ્ધ અમેરિકાના યુદ્ધમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેની જીંદગી એક સામાન્ય મજુર અને કઠિયારા તરીકે રહી હતી જેક્શન અમેરિકામાં નાગરિક હક્કોની લડતથી પ્રોત્સાહિત થઇ મતદાતા માટેની ઝુબેશમાં સક્રિય થયા હતા   તારીખ ૧૮ ફેબ્રુઅરી ૧૯૬૫ના રોજ મેરિયનમાં યોજાયેલી અહિંસક કુચના તેઓ  પણ એક સભ્ય હતા.નાગરિક અધિકારોની આ લડતને કચડતા પહેલા વહીવટીતંત્રએ શેરીઓની વીજળી ગુલ કરી  અને પોલીસ તથા સૈનિકો આન્દોલનકારીઓ  પર તૂટી પડ્યા જીમ્મીએ પોતાની માં અને ૮૨ વર્ષના વુદ્ધ દાદાને બચાવવા એક રેસ્ટોરાંમાં શરણ લીધું ત્યાં તેને નિશાન બનાવી પેટમાં ગોળી મારી .અમરિકાના ઇતિહ...

ટી.એન.શેષાન

ચુંટણી કમિશ્નર  : ટી .એન.શેષાન ( ૧૯૩૨ - ૨૦૧૯ ) આજે તારીખ ૧૫ ડીસેમ્બરના રોજ પુરાતત્વશાસ્ત્રી રમણલાલ નાગરજી મહેતા " હિંદુ "નાં તંત્રી એસ.કસ્તુરી આયંગર અને ચુંટણી કમિશ્નરના પર્યાય સમા ટી.એન.શેષાનનો જન્મદિવસ તથા  સરદાર પટેલ ,ડોકટર સુમંત મહેતા અને વાલ્મીકીઓના વહાલશેરી છબીલદાસ ગુર્જરની પુણ્યતિથિ  છે . જુના મદ્રાસરાજ્યના પલક્કડ ખાતે જન્મેલા ટી.એન.શેષાનનું આખુનામ તિરુનેલ્લાઈ નારાયણ ઐયર હતું .શેષાનનો અભ્યાસ ઇવેન્જીકલ મિશન હાયર સેકન્ડરી સ્કુલ , ગવર્નમેન્ટ વિક્ટોરિયા કોલેજ ,મદ્રાસ ક્રીશ્ર્યન કોલેજ અને હાર્વડ યુનિ.માં થયો હતો .ટી.એન .શેષાને થોડો સમય અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું . ૧૯૫૪ની બેચના આઈ.એ.એસ શેષાને અનેક સ્થાનોએ અધિકારી તરીકે જવાબદારીઓ અદા કરી ૧૨ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ દેશના મુખ્ય ચુંટણી કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો . ચુંટણી કમિશનર તરીકે તેઓએ  ઈલેક્શન કાર્ડ ,ચુંટણી ખર્ચની મર્યાદા , ચુંટણી દરમિયાન રોજના ખર્ચા રજુ કરવા ,ઓબઝર્વરોની નિયુક્તિ જેવા મોડેલ કોડ ઓફ કંડકટ લાગુ કરી  દેશમાં  તંદુરસ્ત ચુંટણી પ્રક્રિયા બનાવી હતી . ચુંટણી કમિશનર તરીકે ઘણા ઉમેદવારોને આચા...

રાજ કપૂર

        ગ્રેટ શોમેન : રાજ કપૂર ( ૧૯૨૪ - ૧૯૮૮ )          આજે તારીખ ૧૪ ડીસેમ્બરના રોજ યોગના મહાગુરુ બી .કે . એસ આયંગર , નિર્માતા - દિગ્દર્શક શ્યામ બેનેગલ , પ્રસિદ્ધ ભવિષ્યવેત્તા નોસ્ત્રાડોમસ અને ગ્રેટ શોમેન રાજ કપૂરનો જન્મદિવસ તથા અમેરિકાના રાષ્ટ્રપિતા જ્યોર્જ વોશિંગ્ટનનો નિર્વાણ દિવસ છે .            આજના પાકિસ્તાનના પેશાવરમાં  માતા -પિતાના ૬ સંતાનોમાં સૌથી મોટા સંતાન તરીકે જન્મેલા  રાજ  કપૂરે  ૧૦ વર્ષની  વયે ઈન્કલાબ ફિલ્મમાં બાળ કલાકારથી અભિનય યાત્રા શરુ કરી હતી .             ખાનદાની વારસો ધરાવતા રાજ કપૂરે આગ , અંદાજ , બરસાત , શ્રી ૪૨૦ , જાગતે રહો ,આવારા , બુટ પોલીસ , જિસ દેશ મૈ ગંગા બહતી હૈ , દાસ્તાન , ચોરી ચોરી , અનાડી , દો ઉસ્તાદ , સંગમ જેવી અનેક ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા છે . તો બોબી , સત્યમ - શિવમ - સુન્દરમ અને રામ તેરી ગંગા મૈલી જેવી ફિલ્મો તેમનાં દિગ્દર્શન માટે પંકાઈ હતી .               રાજ કપૂર તેઓના અભિનય , દિગ્દ...

હાજી મહંમદ શિવજી

કળાના શહીદ:હાજી મહમદ શિવજી[૧૮૭૮-૧૯૨૧] ગુજરાતી પત્રકારત્વ જગતમાં નવાચારી દ્રષ્ટિકોણના પ્રણેતા હાજી મહમદ  અલારખા શિવજીનો આજે જન્મદિવસ છે. હાજી મૂળ કચ્છના ઇસરા આશરી ખોજા ,જન્મ ભુજમાં પણ મુંબઈમાં સ્થાયી થયા હતા.તેમને પિતાનો વેપાર સાથે સાહિત્યપ્રેમ પણ વારસામાં મળ્યો હતો.હાજી ખુદ ફારસી,મરાઠી,ગુજરાતી અને અગ્રેજીના જ્ઞાતા હતા. તેમણે ૧૯૧૦મા "ગુલશન"સામયિક દ્રારા પત્રકારત્વની શરૂઆત કરી હતી.જે માત્ર એક વર્ષ ચાલ્યું પણ મહત્વાકાંક્ષા ગુજરાતી ભાષામાં રંગીન સામયિક કાઢવાની હતી."વીસમી સદી"નામે સામયિકની પર્યાપ્ત તૈયારી કરી તેના પહેલા અંકના કવર પેજનો બ્લોક બનાવવા માટે ઠેઠ વિલાયત મોકલેલા , મુખપૃષ્ઠ લંડનના છાપખાનામાં છપાયું હતું .છ રૂપિયા લવાજમ સાથે તેના લગભગ ચાર હજાર ગ્રાહકો હતા,વિદેશમાં પણ તેના ગ્રાહકો હતા. છતાં દેવું કરવું પડ્યું પણ હાજીએ તેને ટકાવવા માટે સર્વસ્વ રેડી દીધું . વીસમી સદી સામયિકને ઉભું કરવામાં ધરના બે માળ વેચવા પડેલા પણ હોંસલો બુલંદ હતો.હાજીએ પત્રકારત્વની સાથે  સલીમ ઉપનામે ઈમાનના મોતી,કર્ઝન સંબંધે,મહેરુનીસા અથવા શહેનશાહ જહાંગીર અને નુરજહાંનનો પ્રેમ ,શીશ મહલ ,રશીદા જેંવા ...

ધૂમકેતુ

ગુજરાતી ટૂંકીવાર્તાના ભીષ્મપિતામહ  : ધૂમકેતુ        [૧૮૯૨-૧૯૬૫]        "મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય "આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો આજે જન્મદિવસ છે.           મુળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી અને જન્મ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં .          વાર્તા,નવલિકા,નવલકથા ,નિબંધ,ચરિત્ર અને નાટ્ક જેવા અનેક સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કરનાર  ધૂમકેતુને બચપણથી જ શિષ્ટ સાહિત્યમાં રુચિ હતી.૧૯૧૪માં મેટ્રિક અને ૧૯૨૦મા સ્નાતક થયા ગોંડલ રેલ્વે સ્કુલમાં શરૂમાં નોકરી કર્યા પછી અમદાવાદમાં સ્થાયી થયા.            અમદાવાદમાં અંબાલાલ સારાભાઇ અને ચીનુભાઈ બેરોનેટની ખાનગી શાળાઓમાં પણ નોકરી કરી.સાહિત્ય સર્જન ક્ષેત્રે તણખામંડળ ભાગ ૧ થી ૪ ,અવશેષ,પ્રદીપ, ત્રિભેટો ,આકાશદીપ,આમ્રપાલી,ચંદ્રલેખા, જેવા વાર્તા સંગ્રહો ઉપરાંત અનેક ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ તથા જીવન પંથ અને જીવન રંગ જેવા આત્મકથાનકો  લખ્યા છે.         ...

પ્રમુખ સ્વામિ

        સંત શિરોમણી : પ્રમુખ સ્વામિ મહારાજ                       ( ૧૯૨૧ - ૨૦૧૬ )           આજે તારીખ ૭ ડીસેમ્બરના રોજ લોકસેવક ભોગીલાલ ધીરજલાલ લાલા , ખ્યાતનામ ફિલ્મ સર્જક દલસુખ પંચોલી ,ભાષાશાસ્ત્રી નોમ ચોમ્સ્કી અને સંત શિરોમણી પ્રમુખ સ્વામિ મહારાજનો  જન્મદિન અને વિદ્યાગૌરી નીલકંઠની પુણ્યતિથિ છે .            જુના વડોદરા રાજ્યના ચાણસદ ગામે  શાંતિલાલ પટેલ તરીકે જન્મેલાં પ્રમુખ  સ્વામિ બાલ્યાવસ્થાથી જ પ્રામાણિક , પરીપક્વ અને તેજસ્વી હતાં . કિશોર અવસ્થામાં ક્રિકેટ , તરણ અને ગાવાનો શોખ ધરાવતા પ્રમુખ સ્વામિએ ૨૨ નવેમ્બર ૧૯૩૯ના રોજ શાસ્ત્રીજી મહારાજ પાસેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી .               આધ્યાત્મિક વિકાસના ચડતાં ક્રમમાં ૧૯૫૦માં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા ( BAPS) નાં  ગુરુ બન્યાં હતાં .BAPSનાં પ્રમુખ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયને આંતરાષ્ટ્રીય ફલક  પર લઇ જવામાં તેઓનું મોટું યોગદ...

જોશ ઈલાહાબાદી

    શાયર - ઈ -ઇન્કલાબ   : જોશ મલીહાબાદી (  ૧૮૯૪ - ૧૯૮૨ ) " કામ હૈ મેરા તવય્યુર નામ હૈ મેરા શબાબ , મેરા નારા ઇન્કલાબ ,ઇન્કલાબ ,ઇન્કલાબ " " બાજ આયા મૈ તો ઐસે મજહબી તાઉન સે , ભાઈઓ કા હાથ તર હો ભાઈઓ કે ખૂન સે "          આવી જોશીલી કવિતાના કવિ જોશ મલીહાબાદીનો આજે જન્મદિવસ છે .          કવિતાનો ખાનદાની વારસો ધરાવતા જોશ મલીહાબાદીનું   મુળનામ શબ્બીર હસનખાન હતું .બ્રિટીશ ભારતના સયુંકત પ્રાંતના મલીહાબાદમાં જન્મેલા મલીહાબાદી અરેબીક ,પ્રર્શીયન ,ઉર્દુ અને અંગ્રેજી જેવી ભાષાઓ ઘરમાં જ શીખ્યા હતા .તેમનો અભ્યાસ સેન્ટ પીટર્સ કોલેજ આગ્રા અને શાંતિ નિકેતનમાં થયો હતો .          જોશ મલીહાબાદીએ પ્રારંભિક કારકિર્દી અનુવાદક અને કલીમ (વક્તા)નામના સામયિકથી કરી હતી .આ ગાળો સ્વતંત્રતાપ્રાપ્તિનો હોવાથી જોશ ક્રાંતિકારી કવિતાઓ અને લેખો લખતા હતા .તેમની કવિતાના સ્વાતંત્ર્યપ્રિય મિજાજને કારણે સમકાલીનોએ તેમને શાયર-ઈ-ઇન્કલાબનું બિરુદ આપ્યું હતું . આઝાદીના આંદોલનમાં પણ જોશ સક્રિય રહ્યા હતા .      ...

નીરવ પટેલ

વંચિતોનો વહીવંચો : નીરવ પટેલ (  ૧૯૫૦ - ૨૦૧૯ )             આજે તારીખ ૨ ડિસેમ્બર વિશ્વ ગુલામી નાબુદી દિવસ તથા મામાસાહેબ ફડકે ,ગઝલકાર આસીમ નાન્દેરી અને દલિત કવિ , અનુવાદક , સંપાદક નીરવ પટેલનો જન્મદિવસ છે .               દસક્રોઈ તાલુકાના ભુવાલડી ગામે જન્મેલા નીરવભાઈ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીમાં અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક અને પીએચ .ડી થયાં હતાં . વ્યવસાયે બેંક અધિકારી નીરવ પટેલે ગુજરાતી દલિત પોએટ્રી પર પીએચ.ડીની પદવી હાંસલ કરી હતી .કોલેજકાળથી જ કાવ્યલેખનનો પ્રારંભ કરનાર નીરવભાઈની કવિતાનો કેન્દ્રીય સૂર અન્યાય-અત્યાચાર ,શોષણ અને સામાજિક ભેદભાવનો વિરોધ રહ્યો છે .               દલિત કવિતાના કડખેદ ગણાયેલા નીરવ પટેલે બર્નિંગ ફ્રોમ બોથ ધિ એન્ડ , વ્હોટ ડીડ આઈ ડુ ટુ બી બ્લેક એન્ડ બ્લુ તથા બહિષ્કૃત ફૂલો જેવાં કાવ્ય ગ્રંથો લખ્યાં  છે .તેઓએ આક્રોશ , કાળો સુરજ , સર્વનામ , સ્વમાન અને વાચા જેવાં સામયિકોનું સંપાદન પણ કર્યું હતું .               નીરવ પટેલની ...

પટ્ટાભિ સીતારામૈયા

પટ્ટાભિ સીતારામૈયા  (૧૮૮૦ -૧૯૫૯ )            આજે તારીખ ૨૪ નવેમ્બર અને તત્વજ્ઞાનના રાજકુમાર ગણાતા બરૂચ સ્પીનોજા ,કોમેડિયન બીલી કોનોલી અને સ્વતત્રતા સૈનિક પટાભી સીતારામૈયાનો જન્મદિવસ છે .           આંધ્રપ્રદેશના નેલ્લોરમાં સીતારામૈયાનો જન્મ અત્યંત નિર્ધન પરિવારમાં થયો હતો .૧૯૨૦મા મહાત્મા ગાંધી અને અસહકારના આંદોલનના જુવાળમાં તેઓએ જીવન રાષ્ટ્રના નામે સમર્પિત કર્યું હતું .             આઝાદીના આંદોલનમાં ભાગ લેવા બદલ સિતારામૈંયાએ અનેકવાર જેલવાસ પણ ભોગવ્યો હતો . બ્રિટીશ પ્રાંતો ઉપરાંત દેશી રાજ્ય પ્રજા પરિષદોમાં પણ તેમણે મહત્વની જવાબદારીઓ અદા કરી હતી .              કૃષ્ણપત્રિકા ,જન્મભૂમિ જેવા સામયિકો દ્રારા સીતારમૈયાએ પત્રકારત્વ પણ ખેડ્યું હતું ૧૯૨૫મા આંધ્ર ઇન્સ્યોરન્સ કંપની સમેત તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના અને તેનું સંવર્ધન કર્યું હતું .પટ્ટાભિ સીતારામૈયા સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ ઘટના એટલે ૧૯૩૯મા પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા સુભાષબાબુ સામે કોંગ્રેસ પ્રમુખ તરીકે પરાજય .સીતાર...