વેડછીની વડવાઈ : મકનજીબાબા ( ૧૯૦૫- )
વેડછીની વડવાઈ : મકનજીબાબા ( ૧૯૦૫- ) આજે ૨૦૧૮નો પહેલો દિવસ.આજે જેમનો જન્મ દિવસ છે તેવા મકનજી કોટાભાઈ ચૌધરી ઉર્ફે મકનજીબાબા નું નામ ઘણા ખરાએ સાંભળ્યું પણ નહિ હોય ,કઈ વાંધો નહિ આજે તેમના વિષે થોડુક જાણીએ.ભારતના ઇતિહાસમાં ૧૯૨૦થી ૧૯૪૭ સુધીનો ગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે.આ દરમિયાન શહેરોથી લઇ ગામડાઓ અને સમાજના ભદ્ર વર્ગથી વંચિતો સુધી ગાંધીવાદી કાર્યકરોની સુંદર શ્રેણી તૈયાર થઇ હતી .આ યાદીમાં એક ગૌરવવંતુ નામ મકનજી કોટાભાઈ ચૌધરીનું છે.દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લાના બેડ્કુવા ગામે જન્મેલા મકનજી વેડછી ગામની શાળામાં શિક્ષક હતા,ભાવનાશીલ,ચીવટવાળા ,ચારિત્રવાન , સ્વાશ્રયી અને સાદાઈ જેવા અનેક સદગુણો ધરાવતા મકનજીભાઈ સુરત જીલ્લામાં ગાંધી પ્રવુંતિઓનો સીમાસ્તંભ હતા.ચુનીલાલ મહેતા અને જુગતરામ દવે જેવા ગાંધીવાદીઓ મકનજી જેવા આદિવાસી કાર્યકર્તાઓની મદદથી તેમની પ્રવુંતિઓ વિસ્તારી શક્યા હતા.ખાદીનો પ્રચાર હોય કે રેંટીયા પ્રવુંતિઓ હોય તેઓ દરેક બાબતોમાં આગેવાની કરતા હતા. ગાંધીવાદી હોય એટલે આઝાદીના આન્દોલનો સાથે સીધો નાતો હોય જ. દાંડીકૂચમાં તેમણે “ અ...